ન્યૂ લોન્ચ / ટોયોટાએ જાપાનમાં નવી કોમ્પેક્ટ SUV RAize લોન્ચ કરી, કિંમત 10 લાખ રૂપિયા

Toyota launches new compact SUV Raize in Japan, priced at Rs 10 lakh

Divyabhaskar.com

Nov 06, 2019, 03:23 PM IST

ઓટો ડેસ્કઃ જાપાની ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેની વધુ એક નવી કાર માર્કેટમાં ઉતારી છે. આ વખતે કંપનીએ નવી કોમ્પેક્ટ SUV Raize લોન્ચ કરી છે. જો કે, અત્યારે આ કારને કંપનીએ જાપાનમાં લોન્ચ કરી છે પણ ટૂંક સમયમાં તે ઇન્ડિયન માર્કેટમાં પણ લોન્ચ થાય એવી શક્યતા છે. કંપનીએ આ SUVની પ્રારંભિક કિંમત 16,79,000 યાન એટલે કે 10 લાખ રૂપિયા નક્કી કરી છે.

નવી ટોયોટા Raizeનો શેપ ભારતીય ધોરણોનુસાર છે. સબ ફોર મીટર સેગમેન્ટ અહીંના માર્કેટમાં પ્રખ્યાત છે. આ SUVની લંબાઈ 3,995mm, પહોળાઈ 1,695mm અને ઉંચાઈ 1,695mm છે. આ ઉપરાંત, આ SUVમાં 2,525mmનું વ્હીલબેઝ આપવામાં આવ્યું છે. આ SUV દાએત્સુ ન્યૂ ગોલ્બલ આર્કિટેક્ટ પ્લેટફોર્મ (DNGA)પર તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ ટોયોટાની આસિસ્ટન્ટ કંપની Daihatsu દ્વારા બનાવવામાં આવેલી પહેલી કોમ્પેક્ટ SUV છે.

અત્યારે આ SUVને માત્ર એક એન્જિન ઓપ્શન સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. તેમાં કંપનીએ 1.0 લિટરની કેપેસિટીનાં 1KR_VET પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 96bhp પાવર અને 140Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં CVT ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ SUV પાવરફુલ પર્ફોર્મન્સ સાથે સારી માઇલેજ આપશે. આ કાર 17.4 કિમી પ્રતિ લિટરની એવરેજ આપશે.

Raize કોમ્પેક્ટ SUVના ફ્રંટમાં કંપનીએ મોટી ગ્રિલ સાથે LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, તેમાં C પિલર બોડી ફ્રેમ સાથે ડ્યુઅલ ટોન ૂ્લેક રૂફનો પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે SUVને સ્પોર્ટી લુક આપે છે. આમાં 17 ઈંચનાં એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યાં છે.

આ SUVની અંદર કંપનીએ 7 ઈંચની TFT કલર ડિસ્પ્લે આપી છે, જેને તમે સ્માર્ટ ડિવાઇસ લિંક અને એપલ કારપ્લે સાથે સરળતાથી કનેક્ટ કરી શકો છો. આ સિવાય, સ્ટીયરિંગ વ્હીલ પર લેધરના રેપિંગ સાથે મલ્ટિ-ફંક્શન બટન પણ આપવામાં આવ્યું છે, જેનાથી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનું ચલાવી શકાશે.

X
Toyota launches new compact SUV Raize in Japan, priced at Rs 10 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી