• Gujarati News
  • Utility
  • Automobile
  • Toyota Launches InnovaCristani Limited Edition, Car With Advanced Features Including Multi terrain Monitor And Wireless Charge Starting Price ₹ 17.18 Lakh

ન્યૂ લોન્ચ:ટોયોટાએ ઇનોવા ક્રિસ્ટાની લિમિટેડ એડિશન લોન્ચ કરી, મલ્ટી ટેરેન મોનિટર અને વાયરલેસ ચાર્જ સહિત એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ કારની પ્રારંભિક કિંમત ₹17.18 લાખ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા ઓટોમોબાઇલ કંપની ટોયોટા કિર્લોસ્કર મોટરે ઇન્ડિયન માર્કેટમાં ઇનોવા ક્રિસ્ટાની નવી લિમિટેડ એડિશન લોન્ચ કરી દીધી છે. તેમાં કંપનીએ એડિશન ટેક ફીચર્સ અને અપડેટેડ લુક ફીચર્સ ઉમેર્યાં છે, જે તેને રેગ્યુલર મોડેલ કરતાં વધુ સારી બનાવે છે.

પેટ્રોલ એડિશનની કિંમત 17.18 લાખ રૂપિયાથી લઇને 18.59 લાખ રૂપિયા વચ્ચે છે
પેટ્રોલ એડિશનની કિંમત 17.18 લાખ રૂપિયાથી લઇને 18.59 લાખ રૂપિયા વચ્ચે છે

કિંમત
નવી ટોયોટા ઇનોવા ક્રિસ્ટાની એક્સ શો રૂમ કિંમત 17.18 લાખ રૂપિયાથી લઇને 20.35 લાખ રૂપિયા વચ્ચે છે. કારની પેટ્રોલ એડિશનની કિંમત 17.18 લાખ રૂપિયાથી લઇને 18.59 લાખ રૂપિયા વચ્ચે છે, જ્યારે ડીઝલ એડિશનના ભાવ 18.99 લાખ રૂપિયાથી લઇને 20.35 લાખ રૂપિયા વચ્ચે છે.

મલ્ટી ટેરેન મોડ, 360 ડિગ્રી કેમેરા, હેડ અપ ડિસ્પ્લે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર જેવાં ફીચર્સ મળશે
મલ્ટી ટેરેન મોડ, 360 ડિગ્રી કેમેરા, હેડ અપ ડિસ્પ્લે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર જેવાં ફીચર્સ મળશે

ફીચર્સ
ઇનોવા ક્રિસ્ટાની લિમિટેડ એડિશનમાં કંપનીએ ઘણાં નવાં ફીચર્સ ઉમેર્યાં છે. આ કારને એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટવાળી નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. આ કારમાં મલ્ટી ટેરેન મોડ, 360 ડિગ્રી કેમેરા, હેડ અપ ડિસ્પ્લે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, ડોર એજિંગ લાઇફ અને એર આયોનાઇઝર જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં પિયાનો બ્લેક ગ્રિલ, પિયર્સિંગ હેડલેમ્પ, ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, 7 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને મલ્ટિ રાઇડિંગ મોડ જેવાં અન્ય 100 જેટલાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સ્પેશિયલ ફીચર્સ અને તેનું કાર્ય

  • મલ્ટી ટેરેન મોનિટર (360 ડિગ્રી કેમેરા) - પાર્કિંગમાં સરળતા રહે અથવા અસમાન રસ્તા પર દોડવા માટે ગાડીને ઉપરથી જોવાનો અનુભવ મળશે.
  • હેડ અપ ડિસ્પ્લે - રાઇડર આગળ રસ્તા પર ધ્યાન કેન્દ્રિત રાખવાની સાથે આંખોના લેવલ પર તમામ સુચનાઓ મેળવી શકે છે.
  • ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ - ટાયરમાં હવાનું પ્રેશર બતાવે છે. જેથી, ટાયરમાં હવા યોગ્ય પ્રમાણમાં છે કે નહીં તે જાણી શકાય.
  • વાયરલેસ ચાર્જર - આ ફીચર સેકન્ડ રોમાં આપવામાં આવ્યું છે. જેથી, ફોનનું ચાર્જિંગ ક્યારેય પૂરું ન થાય.
  • ડોરની સાઇડમાં લાઇટ - 16 વિવિધ કલરમાં ઉપલબ્ધ છે.
  • એર આયોનાઇઝર - કેબિનની અંદર સાફ અને ફ્રેશ હવાથી ફ્રેશનેસ ફીલ કરાવશે.
અન્ય સમાચારો પણ છે...