ન્યૂ લોન્ચ / ટોયોટાએ ફોર્ચ્યુનરનું BS-6 મોડેલ લોન્ચ કર્યું, કિંમત જૂનાં મોડેલ જેટલી જ ₹28.18 લાખ

Toyota launched BS-6 model of Fortuner, priced at ₹ 28.18 lakh

Divyabhaskar.com

Feb 12, 2020, 10:28 AM IST

ઓટો ડેસ્કઃ જાપાની ઓટોમોબાઇલ કંપની ટોયોટા ઇન્ડિયન માર્કેટમાં તેના વ્હીકલ્સને અપગ્રેડ કરવા લાગી છે. તાજેતરમાં જ કંપનીએ તેની ફેમસ પ્રીમિયમ MPV ટોયોટા ઈનોવાને નવાં એન્જિનના ધોરણોનુસાર અપગ્રેડ કરી હતી. હવે કંપનીએ તેની લક્ઝરી SUV ટોયોટા ફોર્ચ્યુનરને નવાં BS-6 એન્જિન સાથે અપડેટ કરીને લોન્ચ કરી છે. નવાં અપડેશન પછી એવો અંદાજ લગાવાઈ રહ્યો હતો કે, આ લક્ઝરી SUVની કિંમત વધી જશે. પરંતુ કંપનીએ તેની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો. આ ગાડીની પ્રારંભિક કિંમત જૂનાં મોડેલ BS-4 જેટલી જ 28.18 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

તેમજ, તેનાં ટોપ વેરિઅન્ટની કિંમત 33.95 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓટોમેટિક પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 28.18 લાખ રૂપિયાથી લઇને 29.77 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારને ચાર ડીઝલ વેરિઅન્ટ સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં 4X2 મેન્યુઅલ, 4X2 ઓટોમેટિક, 4X4 મેન્યુઅલ અને 4X4 ઓટોમેટિક વેરિઅન્ટ સામેલ છે. કંપનીએ આ SUV એન્જિન સિવાય અન્ય કોઈ ફેરફાર કર્યા નથી.

નવી BS-6 ટોયોટા ફોર્ચ્યુનરના પેટ્રોલ વેરિઅન્ટમાં કંપનીએ 2.7 લિટરની કેપેસિટીવાળા એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 164bhp પાવર અને 245Nm ટોર્ક જનરેટ કરે છે. તેનું પેટ્રોલ વેરિઅન્ટ 5 સ્પીડ મેન્યુઅલ અને ડીઝલ વેરિઅન્ટ 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે અવેલેબલ છે. ટોયોટા ફોર્ચ્યુનરના આ નવાં મોડેલની ટક્કર ઇન્ડિયન માર્કેટમાં ફોર્ડ એન્ડેવર સાથે છે.

X
Toyota launched BS-6 model of Fortuner, priced at ₹ 28.18 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી