ન્યૂ લોન્ચ / ટોયોટા ગ્લાન્ઝાનું સસ્તું G MT વેરિઅન્ટ લોન્ચ થયું, કિંમત 6.98 લાખ રૂપિયા

Toyota Glanza launches affordable G MT variant, priced at Rs 6.98 lakh

Divyabhaskar.com

Oct 07, 2019, 11:15 AM IST

ઓટો ડેસ્કઃ ટોયોટા ગ્લાન્ઝા સુઝુકી મોટો કોર્પ અને ટોયોટા મોટો કોર્પની વચ્ચે પાર્ટનરશિપની પહેલી પ્રોડક્ટ છે. આ કાર મારુતિ સુઝુકી બલેનોનું રિબ્રેડેડ વર્ઝન છે. આ કારને ઈન્ડિયન માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. આ કાર ભારતમાં જૂનમાં લોન્ચ થઈ હતી. લોન્ચિંગ પછી આ કારનાં 11,000 યૂનિટ્સનું વેચાણ થઈ ચૂક્યું છે. કંપનીએ હવે આ કારનું G MT વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.

આ કાર 4 વેરિઅન્ટ્સ G MT (90PS માઇલ્ડ હાઇબ્રિડ), V MT (83 PS), G CVT (83 PS) અને V CVT (83 PS)માં લોન્ચ થઈ હતી. હવે આ કારનું G MT વેરિઅન્ટ 83 PS K સિરીઝ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

કિંમત
આ નવું વેરિઅન્ટ ડ્યુઅલ એન્જિન વેરિએન્ટ કરતાં 23,000 રૂપિયા સસ્તું છે. એટલે કે, આ વેરિએન્ટની કિંમત 6.98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. ટોયોટા ગ્લાન્ઝા દેખાવમાં બલેનો જેવી જ છે. તેના ફ્રંટમાં 2-સ્લોટ 3D સરાઉન્ડ ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે. તેનું બંપર બોલ્ડ અને અગ્રેસિવ છે. કારમાં ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે, જેમાં ટોયોટાનો બેજ છે. આ કારમાં DRL સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ટેલલાઇટ ગાઇડ સાથે LED રીઅર કોમ્બિનેશન લેમ્પ્સ આપવામાં આવ્યાં છે.

ટોયોટા ગ્લાન્ઝા અત્યારે માત્ર પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી છે. કાર બે એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પહેલું 1.2 લિટર K12N માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન છે. આ એન્જિન 89 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ફક્ત જી વેરિઅન્ટના મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. બીજું માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ વગરનું 1.2 લિટરનું K સિરીઝ એન્જિન છે, જે 82 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન જી વેરિઅન્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને વી વેરિઅન્ટના બંને ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ગ્લાન્ઝામાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક (CVT) ગિયરબોક્સના ઓપ્શન પણ છે. ગ્લાન્ઝાનું એન્જિન BS-6 નોર્મ્સ અનુસાર છે.

ફીચર્સ
ગ્લાન્ઝામાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 2 ટ્વિટર્સ સાથે 4 સ્પીકર્સ, USB, AUX, સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો, કોલિંગ કન્ટ્રોલ અને વોઇસ કમાન્ડ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

X
Toyota Glanza launches affordable G MT variant, priced at Rs 6.98 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી