તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:1 એપ્રિલથી ટોયોટાની કાર મોંઘી થશે, કંપનીએ કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી

એક મહિનો પહેલા
  • અગાઉ મારુતિ સુઝુકી અને રેનોએ પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી
  • ટોયોટાની નવી કિંમતો 1 એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે

ટોયોટા કિર્લોસ્કર મોટરે ઈન્ડિયામાં પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. અગાઉ મારુતિ સુઝુકી અને રેનોએ પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કારની કિંમતમાં આ વાધરો રૉ મટિરિયલની કિંમતમાં વધારો થવાને કારણે કરવામાં આવી રહ્યો છે. જાણો ટોયોટાની નવી કિંમતો ક્યારથી લાગુ થશે...

1 એપ્રિલથી લાગુ થશે
ટોયોટાની નવી કિંમતો 1 એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે. તેમજ મારુતિ અને રેનોની પણ નવી કિંમતો 1 એપ્રિલથી લાગુ થશે. તેમજ ટોયોટાએ હજી સુધી સ્પષ્ટા નથી કરી કે, તે પોતાની કારની કિંમતમાં કેટલા રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે.

ટોયોટાના કયા મોડેલની કિંમત વધશે
ટોયોટાએ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાણકારી આપતા કહ્યું- કંપનીને તેની કારની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. તેનું સૌથી મોટું કારણ રૉ મટિરિયલની કિંમતમાં વધારો છો. તેમજ કંપનીએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે કંપની તેના કયા મોડેલની કિંમત વધારશે. તેમજ ગત સપ્તાહે રૉ મટિરિયલની કિંમત વધવાથી મારુતિ અને રેનોએ પણ કિંમતમાં વધારો કર્યો છે.

ટૂ વ્હીલર કંપનીઓએ પણ કિંમત વધારી
કાર નિર્માતા કંપનીની સાથે ટૂ-વ્હીલર કંપનીએ પણ પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. તાજેતરમાં દેશની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાની બાઈક અને સ્કૂટરની પ્રાઈસમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમજ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ચાલુ છે. જે આવનાર દિવસોમાં અન્ય વસ્તુઓની કિંમતમાં વધારો કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો