• Gujarati News
  • Utility
  • Automobile
  • Toyota Cars To Become More Expensive From August 1 Due To Rising Manufacturing Costs, Will Have To Pay 2% More To Buy InnovaCrista

ભાવવધારો:મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાને કારણે 1 ઓગસ્ટથી ટોયોટાની ગાડીઓ મોંઘી થઈ જશે, ઈનોવા ક્રિસ્ટા ખરીદવા 2% વધુ કિંમત ચૂકવવી પડશે

4 મહિનો પહેલા

પ્રખ્યાત ઓટોમોબાઇલ કંપની ટોયોટા કિર્લોસ્કર મોટરે તેની ગાડીઓના ભાવ વધારવાની જાહેરાત કરી છે. કંપની તેની ફ્લેગશિપ કાર ઈનોવા ક્રિસ્ટાની કિંમત 1 ઓગસ્ટથી વધારી રહી છે. આ ગાડીના ભાવમાં 2%સુધીનો વધારો કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે કિંમત વધારવી તે મજબૂરી બની ગઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, નવા ભાવ 1 ઓગસ્ટથી લાગુ થશે અને તેની માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ભાવ વધવાનું કારણ
કંપનીએ જણાવ્યું કે, કાર બનાવવા માટે વપરાતા રેડિયમ અને પેલેડિયમ જેવા કિંમતી એલોયના ભાવમાં છેલ્લાં એક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે જ સ્ટીલના ભાવ પણ વધ્યા છે.

ભારતમાં ટોયોટાનાં 18 વેરિઅન્ટ ઉપલબ્ધ છે
કંપની ઇનોવા ક્રિસ્ટા MPVના 18 વેરિઅન્ટ આપે છે. 2.7-લિટર GX 7-સીટર પેટ્રોલ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 16.52 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ-સ્પેક 2.4-લિટર ડીઝલ ZX 7-સીટરની કિંમત ઓટોમેટિક વેરિએન્ટ માટે 24.59 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ શો રૂમ છે.

મારુતિ પણ ગાડીઓના ભાવ વધારી ચૂકી છે
ભાવ વધારવા માટે ટોયોટા એકમાત્ર કાર કંપની નથી. અગાઉ, ટાટા મોટર્સે પણ આગામી સપ્તાહથી તમામ ગાડીઓની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. આ વર્ષની શરૂઆતથી લઇને અત્યાર સુધી ટાટાની ગાડીઓની કિંમતમાં આ ત્રીજો વધારો હશે.

તેમજ, મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પણ આ મહિનાની શરૂઆતમાં સ્વિફ્ટ અને અન્ય મોડલ્સના વેરિઅન્ટ 15,000 રૂપિયા સુધી મોંઘા કર્યાં છે. હોન્ડાએ આગામી મહિનાથી ભારતમાં તેની તમામ ગાડીઓની કિંમતમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે.