BS6 એમિશન નોર્મ્સ લાગુ થયા પછી ઘનની ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ તેમના ડીઝલ એન્જિનને અપગ્રેડ કરવાને બદલે બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓનું કહેવું હતું કે, આમાં ઘણો ખર્ચો આવે તેમ છે અને તેનાથી કારની કિંમત પણ વધી જશે. જો કે, ઘણી કંપનીઓ આજે પણ ડીઝલ કાર વેચી રહી છે.
ભારતમાં મિડ-સાઈઝ SUV સેગમેન્ટ ઘણું ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે અને સેગમેન્ટમાં ઘણા ડીઝલ-પાવર્ડ મોડલ્સ અવેલેબલ છે. અમે અહીં ભારતમાં વેચાઈ રહેલી 5 ડીઝલ-ઓટોમેટિક મિડ-સાઈઝ SUVનું લિસ્ટ તૈયાર કર્યું છે.
1. હ્યુન્ડાઈ ક્રેટા
હ્યુન્ડાઈ હાલ ભારતીય માર્કેટમાં સૌથી વધારે વેચાતી SUV છે અને કંપનીએ જણાવ્યું કે, તેની સૌથી વધારે વેચાતી પાવરટ્રેન ડીઝલ છે. ક્રેટામાં 1.5 લીટર ચાર સિલિન્ડર ડીઝલ એન્જીન છે. તે 115Ps / 250Nm પાવર આઉટપુટ જનરેટ કરે છે. તેના બે ડીઝલ ઓટોમેટિક વેરિઅંટની કિંમત 16.28 લાખ રૂપિયા અને 17.49 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) છે.
2. કિઆ સેલ્ટોસ
સેલ્ટોસમાં ક્રેટાની જેમ જ 1.5 લીટર ડીઝલ એન્જિન મળે છે. તે 115Ps / 250Nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે. તેના ડીઝલ ઓટોમેટિક વેરિઅંટની કિંમત 13.79 લાખ રૂપિયા સુધીની છે.
3. ટાટા હેરિયર
ટાટા હેરિયર એકમાત્ર FCA સોર્સ્ડ 2.0 લીટર ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે. તે 170Ps / 350Nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે. લોન્ચ સમયે તેમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અવેલેબલ છે. ગયા વર્ષે કંપનીએ તેમાં એક નવું હ્યુન્ડાઈ સોર્સ્ડ 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન રજૂ કર્યું હતું. હેરિયરના ઓટોમેટિક વેરિઅંટની કિંમત 16.50-20.45 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) વચ્ચે છે.
4. જીપ કંપાસ
જીપ કંપાસે હાલમાં જ એક મિડ-લાઈફ ફેસલિફ્ટ પ્રાપ્ત કર્યું છે, તે ઘણા નવા ફીચર્સથી સજ્જ છે. તેમણે કહ્યું, કારની પાવરટ્રેનમાં કોઈ ફેરફાર નથી કર્યો. 2.0 લીટર ડીઝલ એન્જિન(173Ps / 350Nm ) ને 6 સ્પીડ ઓટોમેટિક સાથે રજૂ કર્યું છે. ડીઝલ ઓટોમેટિકની કિંમત 26.29 લાખ રૂપિયાથી 28.29 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) સુધીની છે.
5. નવી ટાટા સફારી
નેક્સ્ટ જનરેશન ટાટા સફારી હાલમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. હાલ SUVને માત્ર 2.0 લીટર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરી છે. તે 170Ps / 350Nm પાવર આઉટપુર જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે અવેલેબલ છે. સફારીન ઓટોમેટિક વેરિઅંટની કિંમત 17.25-21.45 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) વચ્ચે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.