• Gujarati News
  • Utility
  • Automobile
  • To Compete With Royal Enfield, Honda Will Launch New Bikes In The 300 400cc Segment On September 30, With 500cc Bikes To Be Launched Around Diwali.

અપમકિંગ:રોયલ એન્ફિલ્ડને ટક્કર આપવા હોન્ડા 30 સપ્ટેમ્બરે 300-400cc સેગમેન્ટમાં નવી બાઇક લોન્ચ કરશે, 500cc બાઇક દિવાળી આસપાસ લોન્ચ થશે

2 વર્ષ પહેલા
  • રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, તે હોન્ડા રેબેલ 300નું મોડિફાઇડ વર્ઝન હોઈ શકે છે, જેને વિદેશમાં વેચવામાં આવી રહ્યું છે
  • ફેસ્ટિવ સિઝનમાં કંપની CB500 રેન્જ લોન્ચ કરશે, તેમાં CB500R, CB500F અને CB500X સામેલ છે

હોન્ડા રોયલ એન્ફિલ્ડને ટક્કર આપવા એક બાઇક બનાવી રહી છે એ રહસ્ય નહોતું. પરંતુ હવે ખરેખર રોયલ એન્ફિલ્ડ માટે મુશ્કેલીઓ પેદા થવાની છે કારણ કે, હોન્ડા આ મહિનાના અંતમાં તેની નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હોન્ડાની નવી બાઇક કેવી અને કઈ હશે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. પરંતુ જાપાની ઓટોમોબાઇલ કંપનીએ એવા સંકેત આપ્યા છે કે તે આ નવી બાઇક ભારતમાં 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરશે.

હોન્ડા રેબેલ 300 પર બેઝ્ડ હોઈ શકે છે
​​​​​​​રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, કંપની તેને ખાસ કરીને માત્ર ઇન્ડિયન માર્કેટ માટે ડિઝાઇન કરશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે બાઇક એક ઓલ-ન્યૂ પ્લેટફોર્મ પર બેઝ્ડ છે કે આ હોન્ડા રેબેલ 300નુંમોડિફાઇડ વર્ઝન હશે, જેને વિદેશમાં વેચવામાંઆવી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં લોન્ચ કરેલી હોન્ડા હોર્નેટ 2.0 સાથે એકસમાન અભિગમ અપનાવ્યો, જે ઇન્ટરનેશનલ હોન્ડા CB190R પર બેઝ્ડ છે.

નવી બાઇક સસ્તી કિંમતે લોન્ચ થશે
આ નવી બાઇકને હોન્ડા બિગ વિંગ ડીલર નેટવર્કથી બાકાત રાખવામાં આવશે. બિગ વિંગ નેટવર્ક પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને આ નવી બાઇક સૌથી સસ્તી બાઇક હશે. હોન્ડાએ નવેમ્બર 2019માં જાહેરાત કરી હતી કે તેણે આક્રમક રીતે બિગ વિંગ નેટવર્કને ભારતના 75 શહેરોમાં વિસ્તૃત કરવાની યોજના બનાવી છે.

CB500 રેન્જ દિવાળી આસપાસ લોન્ચ થશે
હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી નાનાથી લઇને મધ્યમ કેપેસિટીની પર્ફોર્મન્સ બાઇક્સના માર્કેટ પર નજર રાખી રહી છે. બ્રાન્ડે પહેલા હોન્ડા CBR250R સાથે એ માર્કેટમાં પ્રવેશ કર્યો અને પછી CB300R સાથે બંનેને બંધ કરી દીધી છે. જાપાની કંપની હવે ટૂંક સમયમાં ભારતીય બજારમાં 500cc બાઇક રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, હોન્ડા ભારતમાં CB500 રેન્જ લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે, જેમાં ત્રણ બાઇક્સ CB500R, CB500F અને CB500X સામેલ છે. દિવાળીની આસપાસ આમાંથી એકનું વેચાણ શરૂ થવાની ધારણા છે અને બાકીના કદાચ પછીથી માર્કેટમાં આવશે. તમામ બાઇક્સમાં 471ccનું લિક્વિડ કૂલ્ડ, પેરેલલ ટ્વિન એન્જિન હશે, જે 47PSનો પીક પાવર અને 45Nm પીક ટોર્ક જનરેટ કરશે. તેની દિલ્હીની એક્સ-શો રૂમ કિંમત 4.5 લાખથી 5.5 લાખ રૂપિયા હશે.