ભારતીય કાર માર્કેટમાં તેજીથી વિકસિત થઈ રહેલી ટાટા મોટર્સ એક પછી એક માઈલસ્ટોન ઊભા કરી રહી છે. આજે (શુક્રવાર 3 માર્ચ) કંપનીએ 5 મિલિયન એટલે કે 50 લાખ ગાડીઓનાં પ્રોડક્શનનાં આંકડાને પાર કરીને વધુ એક રેકોર્ડ નોંધાવી લીધો છે. કંપનીએ આ સિદ્ધિ ટાટા ગ્રુપનાં સ્થાપક જમશેદજી ટાટાનાં 183માં જન્મદિવસનાં અવસર પર હાંસલ કરી. આ અવસર પર કર્મચારીઓએ કંપનીની કારોની ન્યૂ ફોરેવર રેન્જથી જમીન પર ‘50 લાખ’ લખ્યું. જે કારોથી 50 લાખ લખ્યું તેમાં અલ્ટ્રોઝ, નેક્સોન, પંચ, ટિયાગો, ટિગોર, હેરિયર અને સફારી સામેલ છે. આ સિદ્ધિની ઊજવણી કરવા માટે કંપની ગ્રાહકોની સાથે ટાટાનાં વર્કર્સ માટે પણ સેલિબ્રેશન કેમ્પેઈન ચલાવવાની છે.
ટાટા મોટર્સ આ સેલિબ્રેશન કેમ્પેઈન હેઠળ ડિલરશિપ અને સેલ્સ આઉટલેટ પર બ્રાન્ડેડ કપડા અને સ્પેશિયલ ચિહ્નોની વહેચણી કરવાની છે. તે સિવાય કંપની આખો મહિનો પોતાના ઉત્પાદન પ્લાન્ટ અને રિજનલ ઓફિસમાં ઊજવણી કરશે.
2.5 વર્ષમાં 1 મિલિયન ગાડીઓ બનાવી
આ અવસર પર ટાટા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ લિમિટેડ અને ટાટા પેરેન્જ ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનાં મેનેજમેન્ટ ડાયરેક્ટર શૈલેશ ચંદ્રાએ કહ્યું કે, તેની આ યાત્રા ઉતાર-ચડાવથી ભરપૂર હતી. અમે છેલ્લા 2.5 વર્ષમાં 1 મિલિયન ગાડીઓ બનાવી છે. કોવિડ-19 મહામારી સિવાય સેમીકન્ડક્ટર ચીપની તંગીનાં કારણે પ્રોડક્શન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયુ હતું. હવે પ્રોડક્શન અને વેચાણની સ્પીડ પાટા પર આવી ચૂકી છે. અમે દરેક નવા પ્રોડક્ટ સાથે ભારતમાં બદલાવ લાવ્યા છીએ.
વર્ષ 1991માં ટાટા સિએરાની શરુઆત થઈ હતી
ટાટા મોટર્સે વર્ષ 1977માં પુણે પ્લાન્ટથી પહેલા કોમર્શિયલ વ્હીકલ રોલઆઉટ કર્યુ હતું. વર્ષ 1991માં પહેલી પેસેન્જર વ્હીકલ ટાટા સિએરાને રોલઆઉટ કરી હતી. ટાટા ઈન્ડિકાને ગ્રાહકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. હાલ બજારમાં કંપની તમામ સેગ્મેન્ટમાં સારા એવા મોડેલ લોન્ચ કરી રહી છે.
કંપનીનાં પોર્ટફોલિયોમાં ટાટા સફારી, ટાટા સૂમો, ટાટા ઈન્ડિગો, ટાટા હેરિયર, ટાટા પંચ, ટાટા નેક્સન, ટાટા ટિયાગો, ટાટા ટિગોર, ટાટા નેનો, ટાટા અલ્ટ્રોઝ જેવા અનેક મોડેલ્સ સામેલ થઈ રહ્યા છે. કંપની પાસે ઈલેક્ટ્રિક કાર સેગ્મેન્ટનું સૌથી મોટુ માર્કેટ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.