તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:BS6 એન્જિન અને ત્રણ કલર ઓપ્શન સાથે ટિયાગો લિમિટેડ એડિશન લોન્ચ થઈ, કિંમત 5.79 લાખ રૂપિયા

8 મહિનો પહેલા

દેશની ફેમસ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે આજે ​​તેની પોપ્યુલર હેચબેક કાર ટિયાગોનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ હેચબેકનું નામ ટિયાગો લિમિટેડ એડિશન છે. આ ટિયાગો રિફ્રેશ રેન્જની ફર્સ્ટ એનિવર્સરી પર લોન્ચ કરવામાં આવી છે.

કિંમત
ટિયાગો લિમિટેડ એડિશનને દિલ્હીમાં 5.79 લાખ રૂપિયાની એક્સ-શો રૂમ કિંમતે લોન્ચ કરાઈ છે. XT વેરિઅન્ટ પર બેઝ્ડ ટિયાગો લિમિટેડ એડિશન મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટ ત્રણ સિંગલ ટોન કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં ફ્લેમ રેડ, પિયરલેસન્ટ વ્હાઇટ અને ડેટોના ગ્રેનો સમાવેશ થાય છે.

ન્યૂ ફોરએવર રેન્જ
અગાઉ વર્ષ 2020માં ટાટાએ ટિયાગોનું BS6 વર્ઝન લોન્ચ કર્યું હતું, જે તેની ન્યૂ ફોરએવર રેન્જનો ભાગ છે. ટિયાગો 2020માં થોડી ડિઝાઇન અપગ્રેડ કરવામાં આવી હતી અને કાર મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. તેમાં નવું Revotron 1.2 લિટરનું BS6 પેટ્રોલ એન્જિન મળશે.

ફીચર્સ
ટિયાગો લિમિટેડ એડિશનમાં કેટલાક નવાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. લિમિટેડ એડિશન ટિયાગોમાં નવા 14 ઇંચના બોલ્ડ બ્લેક એલોય વ્હીલ્સ, 5 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સામેલ છે, જેમાં Navimaps મીડિયમથી 3D નેવિગેશન, ડિસ્પ્લે સાથે રિવર્સ પાર્કિંગ સેન્સર, વોઇસ કમાન્ડ રેકગ્નિશન અને ઇમેજ અને વીડિયો પ્લેબેક સામેલ છે. તેમાં રિઅર પાર્સલ શેલ્ફ પણ આપવામાં આવ્યું છે.

ઓછી કિંમત સાથે કડી ટક્કર આપશે
ટિયાગો એ ટાટાની એન્ટ્રી-લેવલ પ્રોડક્ટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. લોન્ચિંગ પછી સતત ચાર વર્ષ દરમિયાન ત્રણ લાખ લોકોએ આ કાર ખરીદી છે. ટાટાનું કહેવું છે કે, કારના લુક સાથએ તેમાં મળતાં ફીચર્સના કારણે તેના સંભવિત ખરીદદારોએ તેને પસંદ કરી છે. જ્યારે તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 4.69 લાખ રૂપિયા હોવાથી તે તેના કોમ્પિટીટર્સને કડી ટક્કર આપે છે.

પ્રીમિયમ સેફ્ટી
ટિયાગો Global NCAP સેફ્ટી ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટારનું રેટિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. આ કારમાં મળતાં સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ, રિઅર પાર્કિંગ આસિસ્ટ અને બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન સામેલ છે.