કાર ડિસ્કાઉન્ટ ઓફર્સ:જૂનમાં હજારો રૂપિયાની થશે બચત, હોન્ડા પર 27 હજાર અને ટાટા મોટર્સની કાર પર 60 હજારની મળશે છૂટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો તો જૂન મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે. વાસ્તવમાં હોન્ડા અને ટાટા મોટર્સે પોતાની કાર માટે જૂનની ડિસ્કાઉન્ટ ઓફર્સ જારી કરી છે. જો તમે હોન્ડાની કાર ખરીદવા માગો છો તો તમે વધુમાં વધુ 27,400 રૂપિયાની બચત કરી શકો છો. આ સાથે જ ટાટા મોટર્સની કાર પર તમે 60 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જેમાં એક્સચેન્જ બોનસ, લોયલ્ટી બેનિફિટ, કેશ ડિસ્કાઉન્ટ ઓફર સામેલ છે. તો ચાલો જાણીએ આ બંને કંપનીઓના મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર વિશે.

ન્યૂ હોન્ડા અમેઝ
ડિસ્કાઉન્ટ : 27,400 ₹

ન્યૂ હોન્ડા અમેઝમાં 5000 કેશ ડિસ્કાઉન્ટ, 5000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, 7000 રૂપિયાનું લોયલ્ટી એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે હોન્ડાની ન્યૂ અમેઝ પર તમને કુલ 27,400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 420 લીટરની મોટી બૂટ સ્પેસ આપવામાં આવી છે અને આ કાર 1.2 લીટર i-VTEC પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર ડીઝલ એન્જિનના ઓપ્શનમાં આવે છે. તેના પેટ્રોલ વર્ઝનની વાત કરીએ તો તે 89bhp પાવર અને 110Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ ડીઝલ એન્જિન 99bhpનો પાવર અને 200Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતી કિંમત 6.56 લાખ રૂપિયા છે.

હોન્ડા સીટી 4 જનરેશન
ડિસ્કાઉન્ટ : 12,000 ₹

આમાં 5,000,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 7,000,000 રૂપિયાના લોયલ્ટી એક્સચેન્જ બોનસ સાથે આ કારની ખરીદી પર કુલ 12,000 રૂપિયાની બચત કરી શકાય છે. આ ઓફર્સ માત્ર પેટ્રોલ વર્ઝન પર જ આપવામાં આવી રહી છે. બેઝિક કિંમતની વાત કરીએ તો હોન્ડા સિટીની ફોર્થ જનરેશન કાર 9.94 લાખ રૂપિયામાં આવે છે, જે 7 સ્પીડ સીવીટી ટ્રાન્સમિશન અને 1.5 લિટર આઇ-વીટેક એન્જિન સાથે આવે છે. આમાં તમને 10 કિમી/લીટરની માઇલેજ ઉપરાંત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. સેફ્ટી ફીચર્સમાં તેમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, એબીડી, એર બેગ, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળે છે.

હોન્ડા જેઝ
ડિસ્કાઉન્ટ : 25947 ₹

હોન્ડા જેઝ કારની ખરીદી પર તમે 25947 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તેમાં 5 હજાર રૂપિયા સુધીની રોકડ છૂટ અથવા 5947 રૂપિયાની એફઓસી એસેસરીઝનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સાથે જ એક્સચેન્જ ડિસ્કાઉન્ટમાં 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને તમને એક્સચેન્જ ઓફર પર 7 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ તમને કસ્ટમર લોયલ્ટી બોનસ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.

હોન્ડા WR- V
ડિસ્કાઉન્ટ : 27000 ₹

હોન્ડા WR- Vની વાત કરીએ તો જૂન મહિનામાં તેની ખરીદી પર તમે 27,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તેમાં 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 5,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 7,000 રૂપિયાનું લોયલ્ટી એક્સચેન્જ બોનસ આપવામાં આવે છે. આ સાથે જ 5000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

ટાટા હેરિયર
ડિસ્કાઉન્ટ : 60,000 ₹

હેરિયર ટાટાના ગ્રાહકોની મનપસંદ કારમાંની એક છે. લુક્સ, પરફોર્મન્સ અને ડાયનેમિકની દ્રષ્ટિએ આ કાર એકદમ શાનદાર છે. આ કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયર્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ તેનું ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ બજારમાં હાજર છે. ટાટા હેરિયર પર 60 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટમાં એક્સચેન્જ ઓફર 40 હજાર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 20 હજાર રૂપિયા સુધી છે.

ટાટા સફારી
ડિસ્કાઉન્ટ : 40,000 ₹

ટાટા હેરિયર ઉપરાંત કંપની સફારી પર પણ ઘણું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સફારી પર કંપની 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. એક્સચેન્જ ઓફરના નામ પર કંપનીને 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે, હેરિયરની જેમ સફારી પર પણ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ નથી.

ટાટા ટિયાગો
ડિસ્કાઉન્ટ : 31,500 ₹

ટાટાની નાની કારમાં ટિયાગોનું નામ પણ સામેલ છે. તે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. સુરક્ષા, આરામ અને વ્યવહારિકતાની દ્રષ્ટિએ ટાટાની આ કારને ખૂબ જ સારી માનવામાં આવે છે. હાલમાં ટાટા ટિયાગો પર 31,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. XM અને XT વેરિએન્ટ પર 21,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે XZ મોડલમાં 31,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ટાટા ટિગોર
ડિસ્કાઉન્ટ : 31,500 ₹

ટાટા ટિગોર પર પણ કંપની 31,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કારના લોઅર મોડલ્સ XE અને XM મોડલ પર 21,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જ્યારે XZ વેરિઅન્ટમાં 10,000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કાર પર તમે કુલ 31,500નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

ટાટા નેક્સન
ડિસ્કાઉન્ટ : 6000 ₹

નેક્સનના પેટ્રોલ વેરિઅન્ટમાં 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે જ સમયે તેના ડીઝલ વેરિઅન્ટમાં 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે, તેના EV વર્ઝન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી. તેની સ્પર્ધા મહિન્દ્રા XUV300, કિયા સોનેટ, હ્યુન્ડાઇ વેન્યૂ, ટોયોટા અર્બન ક્રૂઝર અને મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા જેવી કાર સાથે છે.