• Gujarati News
  • Utility
  • Automobile
  • This Year Royal Enfield Will Bring 4 New Bikes, From Yazdi To Honda And KTM Bikes Will Be Launched, Find Out What The Price Will Be

અપકમિંગ ટોપ-7 બાઇક્સ:આ વર્ષે રોયલ એન્ફિલ્ડ નવી 4 બાઇક લાવશે, યેઝદીથી લઇને હોન્ડા અને KTMની બાઇક્સ પણ લોન્ચ થશે, ભાવ શું હશે જાણી લો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ગ્રાહકોને આકર્ષવા ઓટોમોબાઇલ સેક્ટરમાં કંપનીઓ પોતાની નવી-નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા તૈયાર થઈ ગઈ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુપરબાઈકથી લઈને ક્લાસિક મોડર્ન બાઇક્સ લોન્ચ થવા જઈ રહી છે. આમાં રોયલ એન્ફિલ્ડની 4 બાઈક લોન્ચ થશે, જેમાં સ્ક્રેમ 411, હંટર 350 અને શોટગન 650 સામેલ છે. અન્ય બ્રાન્ડ્સમાં હોન્ડા CB300R અને યેઝદી રોડકિંગ જેવી બાઈક પણ ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તો ચાલો જાણીએ આ વર્ષે લોન્ચ થનારી ટોપ-7 બાઇકની અંદાજિત કિંમત શું હશે, ક્યારે લોન્ચ થશે અને તેમાં કેવાં ફીચર્સ મળશે.

1. સ્ક્રેમ 411
રોયલ એન્ફિલ્ડ તેનાં નવાં વર્ષની શરૂઆત પાવરફુલ રોયલ એન્ફિલ્ડ સ્ક્રેમ 411નાં લોન્ચિંગ સાથે કરવા જઈ રહી છે. હાલમાં જ તેનો પ્રોટોટાઈપ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યો હતો. સ્ક્રેમ 411 એ હિમાલયન ADVનું રોડ-બેઝ્ડ વર્ઝન હશે. આ બાઈક સસ્તી હોવાની સાથે પાવરફુલ પરફોર્મન્સ પણ આપશે.

2. હંડર 350
આ બાઇક છેલ્લાં થોડા સમયમાં ઘણીવખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. સ્ક્રેમ 411 બાઇકનાં લોન્ચિંગ પછી વેચાણ શરૂ થઈ શકે છે. હંટર 350 બાઇક મિટિયર 350 બાઇક પર બેઝ્ડ હશે. તેને ભારતમાં જૂન 2022 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

3. શોટગન 650
રોયલ એન્ફિલ્ડે તાજેતરમાં EICMA ખાતે SG 650 કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રોડક્શન-સ્પેક વર્ઝન ભારતમાં વર્ષ 2022ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ બાઇક ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી ચૂકી છે. તે રોયલ એન્ફિલ્ડના કરન્ટ 650 cc મોડેલ જેવાં જ એન્જિન અને પ્લેટફોર્મ પર આધારિત હશે. જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે તેની એક્સ-શો રૂમ કિંમત 3 લાખથી 4 લાખ રૂપિયાની વચ્ચે હશે.

4. ઇન્ટરસેપ્ટર 650
રોયલ એન્ફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650માં આફ્ટરમાર્કેટ ટર્ન ઇન્ડિકેટર્સ સાથે LED હેડલાઇટ આપવામાં આવી છે. ફ્યુલ ટેંક સ્પોર્ટ્સ ગ્રે પેઇન્ટ, બ્લેક સ્ટ્રિપ્સ સાથે રોયલ એન્ફિલ્ડ બ્રાંડિંગ અને બ્લેક આઉટ સાથે આવશે. તે 648cc પેરેલલ ટ્વિન મોટર પર બેઝ્ડ હોય છે, જે 47.65PS પીક પાવર અને મેક્સિમમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

5. યેઝદી રોડકિંગ
યેઝદી રોડકિંગ આ વર્ષે રોડકિંગ સ્ક્રેમ્બલર અને તેનાં Adv સિબલિંગ હેઠળ બે બાઇક લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. યેઝદી રોડકિંગ સ્ક્રેમ્બલર માર્કેટમાં આવનારી રોયલ એન્ફિલ્ડ હંટરને ટક્કર આપશે. બંને બાઈકમાં રાઉન્ડ હેડલેમ્પ્સ અને ફોર્ક ગેટર જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

6. ન્યૂ જેન KTM RC390
KTMએ અપડેટેડ 2022 KTM 390 એડવેન્ચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મેડ-ઇન-ઇન્ડિયા 390 એડવેન્ચરના લેટેસ્ટ વેરિઅન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ અપડેટ્સ સાથે કોસ્મેટિક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ન્યૂ જેન એડવેન્ચર ટૂરરને મશીનરી રીતે જોવા જઇએ તો જૂનાં મોડેલ જેવાં જ ફીચર્સ આપવામાં આવ્યાં છે. વિઝ્યુઅલી 2022 KTM 390 એડવેન્ચરમાં બાઇકને નવો લુક આપવા માટે નવાં ગ્રાફિક્સ સાથે બે નવા કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, KTMએ 390 એડવેન્ચરના 2022 મોડેલના ઇલેક્ટ્રોનિક્સને બે અલગ-અલગ લેવલના ટ્રેક્શન કન્ટ્રોલ કરીને અપડેટ કરી છે, જે સ્ટ્રીટ અને ઓફ-રોડ બંને મોડ ઓફર કરે છે.

7. હોન્ડા CBR300R
2022 Honda CB300R ગયા વર્ષે શોકેસ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં ભારતમાં તેનું વેચાણ થશે. તેમાં 286 CC, DOHC, લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીએ હજુ વધુ ફીચર્સ જાહેર કર્યા નથી. તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ અને આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે BS4 CB300R જેવાં જ ફીચર્સ આપવામાં આવશે એવી ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...