• Home
  • Utility
  • Automobile
  • This month, the most powerful cars from the Maruti S press to the Renault kwid will be launched in India this month

કાર લૉન્ચ / આ મહિને ભારતમાં મારુતિ S-pressથી રેનો ક્વિડ સુધીની દમદાર ગાડીઓ લૉન્ચ થશે

This month, the most powerful cars from the Maruti S-press to the Renault kwid will be launched in India this month

  • ભારતીય ઓટો માર્કેટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા માર્કેટમાંથી એક છે
  • ઓગસ્ટમાં 'ટ્રાઈબર', 'XL6' અને ગ્રાન્ડ 'i10 Nios' લોન્ચ થઈ હતી
  • આ મહિનામાં ભારતમાં ઘણી કાર લોન્ચ થવાની તૈયારીમાં છે

Divyabhaskar.com

Sep 08, 2019, 01:32 PM IST

ઓટો ડેસ્ક. ભારતીય ઓટો માર્કેટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા માર્કેટમાંથી એક છે. પરંતુ અત્યારનાં સમયમાં આ ઈન્ડસ્ટ્રીમાં મંદી જોવા મળી છે. તેમ છતાં ભારતમાં સતત નવા મોડલ લોન્ચ થઈ રહ્યા છે. કાર નિર્માતા કંપનીઓ સતત નવા મોડેલ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના સેલને વધારી શકે. ગત મહિને એટલે કે ઓગસ્ટમાં 'ટ્રાઈબર', 'XL6' અને ગ્રાન્ડ 'i10 Nios' લોન્ચ થઈ હતી. આ મહિનામાં ભારતમાં ઘણી કાર લોન્ચ થવાની તૈયારીમાં છે. ફોક્સવેગન પોલો અને વેંટો ફેસલિફ્ટ આ મહિનામાં લોન્ચ થઈ ગઈ છે.

મારુતિ સુઝુકી S-Press

મારુતિ સુઝુકીની આવનારી નાની એસયૂવી 'S-Presso' અત્યારે ચર્ચામાં છે. આ નવી કાર 30 ઓગસ્ટે લોન્ચ થવાની હતી. મારુતિ સુઝુકી S- Presso એન્ટ્રી લેવલ કાર છે. જેનો લુક એસયૂવી જેવો હશે. માર્કેટમાં તેની ટક્કર રેનો ક્વિડ સાથે હશે.

ઓડી A6

આ કારનું લેટેસ્ટ જનરેશન મોડેલ ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવામાં મળ્યું હતું. આ મોડેલ ભારતમાં સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ કાર BMW 5 સીરીઝ અને મર્સિડિઝ E ક્લાસ LWBને ટક્કર આપશે.

હ્યુન્ડાઈ અલેંટ્રા ફેસલિફ્ટ

સાઉથ કોરિયન કંપની પોતાનું વેચાણ વધારવા માટે ભારતમાં અલેંટ્રાનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ આ મહિનામાં કરવામાં આવશે. અલેંટ્રા હોન્ડા સિવિકને ટક્કર આપશે.

રેનો ક્વિડ ફેસલિફ્ટ

​​​​​​​ક્વિડે અલ્ટોને જોરદાર ટક્કર આપી છે. પરંતુ છેલ્લા ઘણા સમયમાં આ કારની ડિમાન્ડ ઘટી છે. અત્યારે આ કાર પોતાના ફેસલિફ્ટ વર્ઝનમાં ભારતમાં જોવા મળી રહી છે.

X
This month, the most powerful cars from the Maruti S-press to the Renault kwid will be launched in India this month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી