માર્ચ 2021 ડિસ્કાઉન્ટ:આ મહિને મારુતિ સુઝુકીની આ 5 કાર્સ પર 45 હજાર રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારુતિ ઈગ્નિસ પર 39 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
  • કંપની તેના પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે

મારુતિ સુઝુકી આ મહિને તેના વાહનો પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેથી તેના ડીલરશીપ વધારે વેચાણ માટે ગ્રાહકોને આકર્ષિત કરી શકે. જો તમે એક નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સારી ઓફરની રાહ જોઈ રહ્યા છો તો નેક્સા ડીલરશીપની કાર બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જુઓ માર્ચ 2021માં કંપની પોતાની કાર્સ પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે...

1. મારુતિ ઈગ્નિસઃ 39 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
મારુતિની નેક્સા રેન્જમાં સૌથી સસ્તુ મોડેલ ઈગ્નિસ હેચબેક છે. કંપની તેના પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે સિવાય હેચબેક પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

2. મારુતિ બલેનોઃ 34 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
બલેનો પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે, પરંતુ માત્ર 'સિગ્મા' ટ્રિમ પર. અન્ય ટ્રિમ્સ પર કેશ ડિસ્કાઉન્ટ 15 હજાર રૂપિયા છે. તમામ ટ્રિમ પર 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

3. મારુતિ સિયાઝઃ 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
સિયાઝ પર આ મહિને 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે સિવાય સેડાન પર 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

4. મારુતિ XL6: 16 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
XL6 પર કંપની કોઈ કેશ ડિસ્કાઉન્ટ ઓફર નથી કરી રહી. MPV પર 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

5. મારુતિ S-ક્રોસઃ 45 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
S-ક્રોસ પર મારુતિ આ મહિને 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જે સિગ્મા સિવાયના તમામ ટ્રિમ પર ઉપલબ્ધ છે. સિગ્મા ટ્રિમ પર તેના બદલે એક્સક્લુઝિવ સિગ્મા પ્લસ એક્સેસરીઝ કિટનો ઓપ્શન મળે છે, જેની કિંમત લગભગ 37,000 રૂપિયા છે. તમામ ટ્રિમ પર 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

ટૂંક સમયમાં 1.5 લિટર ડીઝલ એન્જિનનું BS6 વર્ઝન રજૂ કરશે કંપની
મારુતિ તેના 1.5 લિટર DDiS ડીઝલ એન્જિનને BS6 કમ્પ્લાયન્ટ વર્ઝનને ટૂંક સમયમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, કેમ કે, BS6ના સમયમાં પણ ભારતીય માર્કેટમાં ડીઝલથી ચાલતા વાહનોની વધારે માગ છે. અપકમિંગ ડીઝલ પાવરપ્લાન્ટનો ઉપયોગ માત્ર કેટલાક મોડેલ દ્વારા કરવામાં આવશે, જેમાં સિયાઝ, વિટારા બ્રેઝા, અર્ટિગા, XL6 અને કદાચ S-ક્રોસ હોય તેવી પણ અપેક્ષા છે.