વિશ્વની સૌથી મોંઘી ઇ-કાર:વાવાઝોડાની જેમ ચાલતી આ તોફાની કાર ફક્ત 2 સેકંડમાં 100 કિમીની સ્પીડ પકડી શકે છે, કિંમત 17.80 કરોડ રૂપિયા

એક વર્ષ પહેલા

ઓટોમોબાઇલ કંપની રિમેક નેવેરાએ વિશ્વની સૌથી મોંઘી કાર બનાવી છે. તેણે સૌપ્રથમ C-Two બનાવીને તેનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. તેના નામમાં નેવેરાને તોફાનના અર્થ તરીકે લેવામાં આવ્યું છે. જ્યારે રિમેક એ ક્રોએશિયામાં એવી જગ્યા છે જ્યાં આ વાવાઝોડું આવે છે. આ તોફાનથી વીજળી ચમકવાથી પાવર મળે છે. તેના નામની જેમ જ તેનું કાર્ય પણ છે. તે વાવાઝોડાની સ્પીડથી ચાલે છે અને વીજળીથી ચાર્જ થાય છે. આ કારની કિંમત 17.80 કરોડ (2 મિલિયન યુરો) છે. જે રિમેક લોટસ એવિઝા અને આવનારી કાર પિનિનફરીના બતિસ્તાને ટક્કર આપશે.

લગભગ 9 સેકંડમાં 300ની સ્પીડ પકડી લે છે
આ કારનું એન્જિન એટલું પાવરફુલ છે કે 0 થી 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં ફક્ત 1.85 સેકંડનો સમય લે છે. તેમજ, 0 થી 300 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર પહોંચવા માટે તે માત્ર 9.3 સેકંડ લે છે. નેવેરાની ટોપ સ્પીડ 412 કિમી/કલાક છે. આ કાર સિંગલ ચાર્જ પર 547 કિમી સુધીની મુસાફરી કરે છે.

વજન માત્ર 200 કિલો
રીમેક રાવેરા એ એક મોનોકોક ડિઝાઇન છે, તેનાથી ગાડીમાં ઝડપી પવનથી ગાડીની સ્પીડ પર અસર નથી પડતી. કાર્બન સ્ટ્રક્ચરને કારણે તેનું વજન 200 કિલો થઈ જાય છે.

તેમાં 2,200 કાર્બન ફાઇબર પ્લાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. H શેપમાં 120 કિલોવોટનું બેટરી પેક આપવામાં આવ્યું છે, જે રિમોટમાં ઉપયોગમાં લેવાનારા 7 હજાર સેલની સમકક્ષ છે. બેટરીમાં એડવાન્સ લિક્વિડ કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જેનાથી લાંબા સમય સુધી વધુ પાવર મળે છે.

મોડર્ન ટેક્નોલોજીવાળી બ્રેકિંગ સિસ્ટમ
સંપૂર્ણ ડિઝાઇનમાં નેવેરામાં ફીચર C-Two જેવી જ છે. નેવેરામાં અંડરસાઇટ, ફ્રંટ બોનેટ, રિઅર ડિફ્યુઝર અને રિઅર વિંગ પર એક્ટિવ એરો પણ છે. જેને ક્યાં તો નીચા ડ્રેગ મોડ અથવા ઉચ્ચ ડાઉનફોર્સ મોડ પર સેટ કરી શકાય છે.

રિમેકના તમામ વ્હીલમાં જૂના ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામની જગ્યાએ ટોર્ક વેક્ટરિંગ 2 (R-AWTV 2) સિસ્ટમ (ESP) અને ટ્રેક્શન કન્ટ્રોલ (TC) સિસ્ટમ આપવામાં આવી છે, જેનાથી ગ્રિપ અને ટ્રેક્શન વધારી શકાય છે. મોટર ફ્રી હોવાને કારણે કારના ચારેય વ્હીલને પાવર મળે છે અને રોડની રસ્તાની સપાટી ઉપરની પકડ જળવાઈ રહે છે. તેમાં મોડર્ન ટેક્નોલોજીવાળી બ્રેકિંગ સિસ્ટમ છે.