રોયલ એનફિલ્ડ હન્ટર 350 લોન્ચ:આ બાઈક RE ક્લાસિકથી 14 કિલો હળવી, રાઇડિંગ સાથે ફોન પણ ચાર્જ થશે, કિંમત 1.50 લાખ રૂપિયાથી શરૂ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્યુબલેસ ટાયર્સ સાથે એલોય વ્હીલ મળશે - Divya Bhaskar
ટ્યુબલેસ ટાયર્સ સાથે એલોય વ્હીલ મળશે

રોયલ એનફિલ્ડ હન્ટર 350ને ગઈકાલે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ કંપનીની 350cc સેગમેન્ટમાં સૌથી કોમ્પેક્ટ બાઈક છે, જેની સ્ટાઇલ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને રોયલ એનફિલ્ડ મીટિયોરની તુલનામાં એકદમ પ્રીમિયમ અને આક્રમક છે. તે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 કરતાં 14 કિલો હળવી છે. ભારતીય બજારમાં તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 1,49,900 રૂપિયા છે. આ બાઇકમાં USB પોર્ટ આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે બાઇક ચલાવતી વખતે ફોન ચાર્જ કરી શકો છો.

આ બાઇક ભારતીય બજારમાં 3 વેરિએન્ટમાં આવે છે. જેમાં રેટ્રો ફેક્ટરી, મેટ્રો ડેમ્પર અને મેટ્રો રિબ્બલનો સમાવેશ થાય છે. સ્પુક્ડ વ્હીલ્સ બેઝ રેટ્રો વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. સાથે જ વધુ વેરિયન્ટમાં બ્લેક કલરના 17 ઇંચના વ્હીલ ઉપલબ્ધ છે. મેટ્રો વેરિઅન્ટમાં 6 કલર ઓપ્શન મળે છે. સાથે જ રેટ્રોમાં 2 કલર ઓપ્શન ઉપલબ્ધ છે.​​​​​​​

રોયલ એનફિલ્ડ હન્ટર 350 વેરિઅન્ટ્સ વાઈઝ કિંમતો

સીરીઝકિંમત
રોયલ એનફિલ્ડ હન્ટર રેટ્રો ફેક્ટરી1,49,000 ₹
રોયલ એનફિલ્ડ હન્ટર મેટ્રો ડેપર1,63,900 ₹
રોયલ એનફીલ્ડ હન્ટર મેટ્રો રેબલ1,68,900 ₹

મેટ્રો વેરિઅન્ટ્સમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ મળશે
તેનું વ્હીલબેઝ ક્લાસિક કરતા 20 મિલીમીટર નાનું અને મીટિયોર કરતાં 30 મિલીમીટર નાનું છે. તેનું કર્બ વજન 181 કિલો છે. મેટ્રો વેરિઅન્ટમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ સિવાય સુરક્ષા માટે તેમાં ડ્યુઅલ ચેનલ ABS મળે છે. આ સાથે જ રેટ્રોને ફ્રન્ટમાં ડિસ્ક અને પાછળનાં ભાગમાં ડ્રમ બ્રેક મળશે. જ્યારે, સુરક્ષા માટે તમને સિંગલ ચેનલ ABS મળશે.

ડિજીટલ એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ મળશે
ડિજીટલ એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ મળશે

રોયલ એનફિલ્ડ હન્ટર 350નું એન્જિન
તેમાં પાવર માટે 349ccનું જે-સિરીઝ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 6,100 RPM પર 20.2 bhpનો મહત્તમ પાવર અને 4,000 RPM પર 27 nm પીક ટોર્ક જનરેટ કરે છે.

રોયલ એનફિલ્ડ હન્ટર 350માં ડ્યુઅલ ચેનલ ડિસ્ક બ્રેક્સ મળશે
રોયલ એનફિલ્ડ હન્ટર 350માં ડ્યુઅલ ચેનલ ડિસ્ક બ્રેક્સ મળશે

રોયલ એનફિલ્ડ હન્ટર 350ની ટકકર
ભારતીય બજારમાં તેની ટક્કર TVS રોનીન, હોન્ડા CB350 RS અને જાવા 42 જેવી બાઇક સાથે ટકકર થશે.