ઓટો ટિપ્સ / આગળ ચાલતી ગાડી વચ્ચે પૂરતું અંતર રાખો, લાંબા સમય સુધી બ્રેક્સ ખરાબ નહીં થાય

These things will help in prolonging the life of vehicle brakes

Divyabhaskar.com

Dec 03, 2019, 10:04 AM IST

ઓટો ડેસ્કઃ ડ્રાઇવિંગ શૈલી પર નિર્ભર કરે છે કે ઘસાતા પાર્ટ્સ કેટલા સમય સુધી ટેકો આપશે, ખાસ કરીને તમારી કારની બ્રેક્સ. નીચે આપેલી કેટલીક ટિપ્સ અનુસારવાથી બ્રેક્સની કેપેસિટી વધારી શકાય છે અને પૈસા પણ બચાવી શકાય છે.

ઠંડી રાખો
જો બ્રેક સિસ્ટમ્સ લાંબા સમય સુધી ગરમ રહે તો તેના પાર્ટ્સની ઉંમર તો ઓછી થાય જ છે પણ તે ખરાબ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે બ્રેક્સનું તાપમાન નીચે લાવવાનો પ્રયાસ કરવો પડશે. બ્રેકનું તાપમાન સામાન્ય રીતે એક ટેકરી પર, હાઇ સ્પીડ કારને વારંવાર રોકવાના પ્રયાસમાં ઉચ્ચ સ્તર પર પહોંચી જાય છે. આ તાપમાનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો. કારને થોડા સમય માટે સ્પીડમાં ચલાવો. આનાથી ઠંડી હવા બ્રેકમાંથી પસાર થશે અને સિસ્ટમ ઠંડી પડશે.

પૂરતું અંતર
જો તમે આગળ ચાલતાં વાહનની એકદમ નજીક ગાડી ચલાવશો તો વધારે બ્રેક મારવી પડશે. જેટલું વધુ બ્રેકિંગ એટલો વધારે ઘસારો. આગળ ચાલતી ગાડીથી જેટલું દૂર ચલાવશો, તમારી પાસે કારને કન્ટ્રોલ કરવાના વધુ ઓપ્શન હશે.

દૂરનું જોવું
એવું પણ કહેવામાં આવે છે કે, કાર ચલાવતી વખતે જેટલી દૂર સુધી નજર રહેશે એટલું સારું ડ્રાઇવિંગ હશે. પરંતુ મોટાભાગના ડ્રાઇવરો ગાડી ચલાવતી વખતે પાસેની નજર રાખે છે. જો દૃષ્ટિ દૂરની હશે તો તમને કન્ટ્રોલ કરવાનો સમય પણ એટલો વધારે મળશે. તમે દૂરથી ટ્રાફિક લાઇટ્સ જોઈ શકશો અને ટાઈમર મુજબ સ્પીડ સેટ કરી શકશો. સ્પષ્ટપણે આ રીત બ્રેકિંગ ઘટાડશે.

ગિયર ડાઉન કરવાના ફાયદા
ગાડીની સ્પીડ ઘટાડવા માટે ગિયર ડાઉન કરવાની રીત પણ અપનાવવામાં આવે છે. એક નક્કી કરેલી સ્પીડ પર જ્યારે ગિયર ડાઉન કરવામાં આવે તો તેનાથી ગિયરબોક્સ પર ખરાબ અસર નથી પડતી અને કાર અસરકારક રીતે ધીમી પડી જાય છે. ઓછામાં ઓછો પહાડી ઢાળ અથવા ઘાટ પર તરતી વખતે તો આવું કરી શકાય. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં તો આ શક્ય નથી પરંતુ મેન્યુઅલ કાર્સમાં આવું થઈ શકે છે.

X
These things will help in prolonging the life of vehicle brakes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી