કાર લેવાનો પ્લાન છે?:આવતાં મહિને મારુતિ અને મહિન્દ્રા સહિત આ કંપનીઓ કાર લોન્ચ કરશે, જુઓ આખું લિસ્ટ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ માર્કેટ માટે ઓગષ્ટ મહિનો સારો સાબિત થવાનો છે. અમે આ એટલાં માટે કહી રહ્યા છીએ, કારણ કે ભારતીય બજારમાં ટૂંક સમયમાં 2 SUV, હેચબેક અને ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ થવા જઈ રહી છે તો મહિન્દ્રા 5 ઈલેક્ટ્રિક SUV ઓફર કરવાની છે. આ મહિને કુલ 9 નવી કાર લોન્ચ કરવામાં આવશે. આમાં સૌથી સસ્તી કાર મારુતિની અલ્ટો હશે, જે થર્ડ જનરેશન તરીકે લોન્ચ કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ કાર વિશે....

ઓગષ્ટમાં લોન્ચ થનારી પહેલી કાર હ્યુન્ડાઈની ટક્સન SUV હશે.13 જુલાઈનાં રોજ આ કારનું ન્યુ જનરેશન મોડલ પહેલીવાર સામે આવ્યું હતું અને ભારતમાં પહેલીવાર તેનું લોંગ વ્હીલબેઝ મોડલ લોન્ચ કરવામાં આવશે. તેમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ વિકલ્પ સાથે 2.0 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પો મળશે. નવી હ્યુન્ડાઈ ટક્સન SUVનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

મહિન્દ્રાએ તેની ઇલેક્ટ્રિક SUV કારનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં કંપનીએ તેની સાઇડ પ્રોફાઇલની એક ઝલક આપી છે, જેમાંથી 4 મોડલ SUVજેવાં દેખાય છે. આમાંથી એક મહિન્દ્રા XUV700નું ઇલેક્ટ્રિક વર્ઝન હોઈ શકે છે. આ EVs નવા બોર્ન ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યા છે. આ તમામનું વર્લ્ડ પ્રીમિયર 15 ઓગષ્ટે થશે એટલે કે આખરે મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કારનો રસ્તો ખુલવાનો છે.

ટોયોટાની લેટેસ્ટ કાર મારુતિ સુઝુકીનાં સહયોગથી વિકસિત હાઇબ્રિડ SUVછે. નવી અર્બન ક્રુઝર હાઈ રાઈડર હાઇબ્રિડ SUV 16 ઓગષ્ટે લોન્ચ થશે. તેમાં હળવાં હાઇબ્રિડ પાવરટ્રેન અને સ્ટ્રોંગ હાઈબ્રિડ પાવરટ્રેનનાં વિકલ્પો મળશે. હળવાં હાઈબ્રિડ સાથે ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ ઓફર કરવામાં આવશે. મિડ-સાઈઝ SUV સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, ફોક્સવેગન ટાઈગૂન અને સ્કોડા કુશાક સાથે સ્પર્ધા કરશે. આ કાર પર આધારિત મારુતિની ગ્રાન્ડ વિટારા SUV સપ્ટેમ્બરમાં લોન્ચ થશે.

18 ઓગસ્ટનાં રોજ મારુતિ તેની લોકપ્રિય હેચબેક અલ્ટોનું નવું જનરેશન મોડલ લોન્ચ કરશે. નવા પ્લેટફોર્મ પર બનેલી આ કારમાં નવી પાવરટ્રેન આપવામાં આવશે. એસ્પ્રેસો, સેલેરિયો, વેગનર અને XL 6 જેવાં અન્ય મારુતિ સુઝુકી મોડલ્સની જેમ તે પણ હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર આધારિત હશે. જે ફોટોસ સામે આવી છે તેમાંની કેટલીકમાં તેની ડિઝાઈન સેલેરિયો જેવી લાગે છે. તેમાં પહેલાંની જેમ 796CCપેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જે 48Bhpનો પાવર અને 69Nmનો ટોર્ક જનરેટ કરશે. આ સિવાય તેમાં K10cનાં 1.0 લીટર એન્જિનનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે.

મર્સિડીઝ-બેન્ઝની પહેલી ઈલેક્ટ્રિક કાર EQS 53 4Matic+ ઓગસ્ટનાં અંતમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી કંપની EQS580લોન્ચ કરશે. કંપનીની આવનારી ઇલેક્ટ્રિક કાર ડાયનેમિક પ્લસ પેકેજ સાથે 751Bhpપાવર જનરેટ કરશે. તેની સિંગલ ચાર્જ રેન્જ 320 કિમી અને 360 કિમી હશે. તે પોર્શ ટેકકેન અને ઓડી આરએસ ઈ-ટ્રોન GT સાથે સ્પર્ધા કરશે.