તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • There Will Be Demand For E scooters And E bikes In The New Year, With Companies Including Athar Launching New Two wheelers

અપકમિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ:નવાં વર્ષે ઇ-સ્કૂટર્સ અને ઇ-બાઇક્સની ડિમાન્ડ રહેશે, અથરથી લઇને TVS સહિત કંપનીઓ નવાં ટૂ-વ્હીલર્સ લોન્ચ કરશે

6 મહિનો પહેલા

નવાં વર્ષે ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ડિમાન્ડ જોવા મળશે. તેમાં બેંગલુરુની કંપની અથર સાથે TVS અને ઓડિસી પણ સામેલ છે. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ પણ ધીમે-ધીમે વધી રહ્યો છે. એવામાં નવાં વર્ષમાં લોકો આ સ્કૂટર અને બાઇક વધારે પસંદ કરશે એવી અપેક્ષા છે.

TVS iqube

  • ટીવીએસનાં ઇલેક્ટ્રિક સ્કૂટર iqubeમાં 4.4 kW ઇલેક્ટ્રિક મોટર અને લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. તે 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર તેની રેન્જ 75 કિલોમીટર સુધીની છે. તે 4.2 સેકંડમાં કલાક દીઠ 0થી 40 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. સ્કૂટરની ટોપ સ્પીડ કલાક દીઠ 78 કિમી છે. તેમાં પાવર અને ઇકોનોમીના બે રાઇડિંગ મોડ મળશે.
  • સ્કૂટરમાં કનેક્ટેડ ટેક્નોલોજી સાથે સ્માર્ટ એક્સકનેક્ટ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. સ્કૂટરમાં જીઓ-ફેન્સિંગ, નેવિગેશન આસિસ્ટ, રિમોટ બેટરી ચાર્જ સ્ટેટસ, લાસ્ટ પાર્ક લોકેશન, ઇનકમિંગ કોલ અલર્ટ અને SMS અલર્ટ જેવાં ઘણાં ફીચર્સ મળશે. તેમાં ક્યૂ-પાર્ક આસિસ્ટ, ડે એન્ડ નાઇટ ડિસ્પ્લે અને રિજનરેટિવ બ્રેકિંગ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
  • iqubeના ફ્રંટમાં હેન્ડલ વચ્ચે બ્લેક કાઉલ છે. સ્કૂટરમાં U-શેપ LED DRL, ક્રિસ્ટલ-ક્લિયર LED હેડલેમ્પ અને LED ટેલલેમ્પ આપ્યા છે. તેનું વેચાણ બેંગલુરુથી 27 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યાં તેની ઓનરોડ કિંમત 1.15 લાખ રૂપિયા છે. ત્યારબાદ તેને દેશના બીજા મેટ્રો સિટીમાં વેચવામાં આવશે.

અથર 450X

  • બેંગલુરુ સ્થિત અથર એનર્જી નવા વર્ષમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર અથર 450X પણ લોન્ચ કરશે. કંપની અત્યાર સુધી તેનાં સ્કૂટર્સનું વેચાણ બેંગલુરુ અને દિલ્હીમાં કરે છે. પરંતુ હવે તેનાં સ્કૂટર્સ દેશભરમાં વેચાશે. કંપનીએ આ સ્કૂટર્સનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. તે ટેસ્ટ ડ્રાઇવ માટે ઉપલબ્ધ છે. તેને ગ્રે, ગ્રીન અને વ્હાઇટ એમ ત્રણ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. તમે તેને બે વેરિઅન્ટ 450X પ્લસ અને 450X પ્રોમાં ખરીદી શકશો.
  • તેમાં 2.9kW બેટરી પેક આપવામાં આવ્યું છે. તેમાં 6 kWની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 8bhp પાવર અને 26Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે આ બેટરી 85Km સુધીનું અંતર કાપી શકશે. તેમાં ઇકો, રાઇડ, સ્પોર્ટ અને વાર્પના ચાર ડ્રાઇવિંગ મોડ છે. તે ઇકોમાં 85 કિમી, રાઇડમાં 72 કિમી, સ્પોર્ટમાં 60 કિમી સુધી ચાલે છે. જો કે, તેની સર્ટિફાઇડ રેન્જ 116 કિમી છે. તેની ટોપ સ્પીડ 80km/h છે. તે 3.3 સેકન્ડમાં કલાક દીઠ 0-40 કિલોમીટરની સ્પીડ પકડે છે.
  • તેમાં એન્ડ્રોઇડ બેઝ્ડ યુઝર ઇન્ટરેસ છે. તેમાં ડાર્ક મોડ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સુવિધા છે, જેનાથી રાઇડર મોબાઇલ પર આવતા કોલ્સ રિસીવ અને કેન્સલ કરી શકશે. દિલ્હીમાં 450X પ્લસની કિંમત આશરે 1.35 લાખ રૂપિયા છે અને 450X પ્રોની કિંમત લગભગ 1.45 લાખ રૂપિયા છે.

ઓડિસી એવોકિસ

ઓડિસી એવોકિસ ઇલેક્ટ્રિક બાઇક નવાં વર્ષમાં ઇન્ડિયન માર્કેટમાં પણ જોવા મળશે. આ બાઇક સ્પોર્ટી લુક અને સ્ટાઇલનું કોમ્બિનેશન છે. આ બાઇક 6hp પાવર અને 64Nm ટોર્ક ઇલેક્ટ્રિક મોટર જનરેટ કરશે. કંપનીનો દાવો છે કે, તેની બેટરી 6 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને ત્યારબાદ તેને 150 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇક સંબંધિત અન્ય વિગતો હજી બહાર આવી નથી. તેની એક્સ શો રૂમ કિંમત લગભગ 1.50 લાખ રૂપિયા હશે. શરૂઆતમાં તે દેશના સિલેક્ટેડ શહેરોમાં જ વેચવામાં આવશે.