તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલેક્ટ્રિક SUV:આજે અપડેટેડ MG ZS EV લોન્ચ થશે, ફુલ ચાર્જમાં 340 કિમી ચાલશે અને 50 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇલેક્ટ્રિક ગાડીઓમાં ગ્રાહકોના વધતા ઇન્ટરેસ્ટને જોઇને MG મોટર્સ આજે ભારતમાં તેની અપડેટેડ મિડ-સાઇઝની SUV ZS EV લોન્ચ કરવા જઈ રહી છે. ગયા વર્ષે લોન્ચ કરાયેલા કરન્ટ મોડેલનું આ ફેસલિફ્ટ વર્ઝન છે. અપડેટ કરેલાં વર્ઝનનાં ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં ઘણા મોટા ફેરફારો થયેલા જોવા મળશે. કંપનીનો દાવો છે કે, આ કાર સિંગલ ચાર્જમાં લગભગ 340 કિમી ચાલશે. થોડા સમય પહેલા કંપનીએ કહ્યું હતું કે ગાડીનો ભાવ ઓછો રાખવા માટે તેની બેટરી ભારતમાં જ બનાવવામાં આવશે.

2021 MG ZS EV: કિંમત કેટલી હોઈ શકે છે?
કંપનીએ જાન્યુઆરી 2020માં જૂનું મોડેલ લોન્ચ કર્યું હતું. શરૂઆતમાં ફક્ત દિલ્હી-એનસીઆર, મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદ જેવા 5 મોટા શહેરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. બાદમાં તેનું વિસ્તરણ 21 શહેરોમાં કરવામાં આવ્યું હતું.

સેફ્ટી ફીચર્સ: MG હાલની ZS EVના ઈક્વિપમેન્ટ લિસ્ટને વધારી શકે છે. હાલ તેનાં એક્સાઈટ અને એક્સક્લૂઝિવ એમ 2 વેરિઅન્ટ અવેલેબલ છે. કરન્ટ મોડેલમાં 6 એરબેગ્સ, ABS,બ્રેક અસિસ્ટ, ESC, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ, ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રેશર મોનિટર, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ, રિયર કેમેરા અને પાર્કિંગ સેન્સર જેવાં સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ છે.

કમ્ફર્ટ ફીચર્સ: હાલ એક્સાઈટ ટ્રિમમાં હેલોજન પ્રોજેક્ટર હેડલેમ્પ, LED DRL, 17 ઈંચના અલોય, એપલ કારપ્લે/એન્ડ્રોઈડ ઓટો સાથે 8 ઈંચની ટચસ્ક્રીન સિસ્ટમ, ક્રૂઝ કન્ટ્રોલ અને ઓટો હેડલેમ્પ છે. લેધર અપહોલ્સ્ટ્રી, પાવર્ડ ડ્રાઈવર સીટ, પેનારમિક સનરૂફ, PM 2.5 એર ફિલ્ટર, ઓટો વાઈપર, પાવર ફોલ્ડેબલ વિંગ મિરર અને કનેક્ટેડ કાર ટેક જેવાં ફીચર્સ એક્સક્લુઝિવ ટ્રિમમાં આપવામાં આવ્યાં છે.

2021 MG ZS EV: બેટરી, રેન્જ અને ટોપ સ્પીડ
MG ZS EVમાં એક કાયમી અસેમ્બલ રહેતી સિન્ક્રોનસ મોટર મળશે, જે ફ્રંટ વ્હીલ્સને સ્પીડ આપે છે. મોટર 143hp અને 353Nmનું ટોર્ક જનરેટ કરે છે. તેમાં 44.5kWhની બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ કાર ફુલ ચાર્જમાં તે 340 કિલોમીટર (ARAI રેટેડ) સુધી ચાલી શકે છે. જો કે, રિયલ વર્લ્ડમાં તેની રેન્જ થોડી અલગ હોઈ શકે છે.

કંપનીનો દાવો છે કે 15A હોમ સપ્લાયથી બેટરીને 80% સુધી ચાર્જ કરવામાં 16થી 18 કલાક લાગે છે. 7kW AC વોલ ચાર્જર (જે કાર સાથે જ આવે છે) સાથે 6થી 8 કલાકમાં જ્યારે 50kW DC ફાસ્ટ ચાર્જરનોલ ઉપયોગ બેટરીને આશરે 50 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો