ઑટો ઈન્ડસ્ટ્રીમાં બદલાવ:મોંઘી કાર ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો, સસ્તી કારનું માત્ર 7 જ ટકા વેચાણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ લોકોના જીવન જીવવાના તમામ પાસાંઓને બદલી નાખ્યા છે. આ સમય દરમિયાન લોકોના જીવનની સાથોસાથ ઑટો ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણાં બદલાવ આવ્યા છે. બે વર્ષમાં મોંઘીદાટ કારનું વેંચાણ સસ્તી કાર કરતાં વધુ ઝડપથી વધ્યું છે. ડોમેસ્ટિક ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલના રિસર્ચ મુજબ એન્ટ્રી લેવલની કાર કરતાં 10 લાખ રૂપિયાથી વધુની કિંમતની ગાડીઓના વેચાણનું મુખ્ય કારણ બંને સેગમેન્ટના ગ્રાહકોની આવકનો તફાવત છે. 2021-22માં પ્રીમિયમ સેગમેન્ટ એટલે કે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર સસ્તી કાર કરતાં 5 ગણી ઝડપથી વેંચાઈ હતી.

રિપોર્ટ દર્શાવે છે કે, પ્રીમિયમ સેગમેન્ટની કારનું વેંચાણ વાર્ષિક 38 ટકાના દરે વધ્યું છે. જ્યારે સસ્તી કારનું વેંચાણ વાર્ષિક 7 ટકાના દરે વધી રહ્યું છે. આનાથી 2021-22 માં પ્રીમિયમ કારનો બજાર હિસ્સો 25% થી વધીને 30% થઈ ગયો છે. વર્તમાન સમયમાં નાની ગાડીઓના લોન્ચિંગમાં પણ ઘટાડો થયો. વર્ષ 2018-19માં અલ્ટો, સ્વિફ્ટ, બલેનો, વિટારા બ્રેઝા, સેલેરિયો અને ડિઝાયર અને હ્યુન્ડાઇની આઈ-10 અને આઈ-20ની ઓછી કિંમતની કારના વેંચાણમાં મારુતિનો હિસ્સો 56 ટકા હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમાં ઝડપથી ઘટાડો થયો છે.

વર્ષ 2015-16માં બજારમાં ઓછી કિંમતવાળા ગાડીઓના 54 મોડલ હતા, જે આંકડો વર્ષ 2021-22માં 39 પર પહોંચ્યો છે. વર્ષ 2019-20 બાદ ઓછી કિંમતની ગાડીઓના સેગમેન્ટમાં પણ નવી ગાડીઓમાં ઘટાડો થયો છે. વર્ષ 2021-22માં તેમનો હિસ્સો માત્ર 15 ટકા જ હતો. મોંઘીદાટ કારની વાત કરીએ તો હ્યુન્ડાઇની ક્રેટા, મારુતિની અર્ટિગા, સિયાઝ, મહિન્દ્રાની બોલેરો, સ્કોર્પિયો, હોન્ડા સિટી, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટોયોટા ઇનોવાનો હિસ્સો વર્ષ 2018-19માં 68 ટકા રહ્યો હતો. વર્ષ 2019 પછી તેમાં ઘટાડો થયો હતો, પરંતુ આ સેગમેન્ટના નવા લોન્ચ દ્વારા આની ભરપાઈ કરવામાં આવી હતી.

ટુ-વ્હીલર્સ: 70,000થી વધુ મોંઘી કાર
ટુ-વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો 5-6 વર્ષમાં 70 હજાર રૂપિયાથી વધુ કિંમતની કારનું વેંચાણ ઓછી કિંમતના સ્કૂટર્સ કરતા વધારે હતું. ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓ ઊંચી કિંમતના સેગમેન્ટ પર વધુ ધ્યાન આપી રહી છે. વર્ષ 2014-15માં ઓછી કિંમતના સેગમેન્ટમાં 29 મોડલ હતા, જે આંકડો વર્તમાન વર્ષમાં 12 પર પહોંચ્યો છે. હાઈ-પ્રાઈસ સેગમેન્ટમાં ટુ-વ્હીલર મોડલની સંખ્યા વર્ષ 2014-15માં 71 હતી, જે હવે વધીને 93 થઈ ગઈ છે.