અપકમિંગ:ટોયોટા અર્બન ક્રૂઝર SUV 6 વેરિઅન્ટમાં આવશે, પ્રારંભિક કિંમત 8.40 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા
  • આ કંપનીની પહેલી એવી SUV છે જે મારુતિ સુઝુકી સાથે પાર્ટનરશિપમાં તૈયાર થઈ છે
  • કંપનીએ કન્ફર્મ કર્યું છે કે તેની ડિલિવરી મિડ-ઓક્ટોબરથી શરૂ થઈ જશે

ટોયોટાએ તેની અર્બન ક્રૂઝર SUV લોન્ચ કરી દીધી છે. તેની એક્સ શો રૂમ કિંમત 8.40 લાખ રૂપિયા છે. આ કંપનીની પહેલી એવી કોમ્પેક્ટ SUV છે જે મારુતિ સુઝુકી સાથે પાર્ટનરશિપમાં તૈયાર થઈ છે. તેને કુલ 6 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, તેની ડિલિવરી મિડ ઓક્ટોબરથી શરૂ થઈ જશે.

ટોયોટા અર્બન ક્રૂઝરનાં વેરિઅન્ટ અને કિંમત

વેરિઅન્ટઅર્બન ક્રૂઝર MTઅર્બન ક્રૂઝર AT
અર્બન ક્રૂઝર મિડ8.40 લાખ રૂ.9.80 લાખ રૂ.
અર્બન ક્રૂઝર હાઇ9.15 લાખ રૂ.10.65 લાખ રૂ.
અર્બન ક્રૂઝર પ્રીમિયમ9.80 લાખ રૂ.11.30 લાખ રૂ.

એન્જિન ડિટેલ્સ
અર્બન ક્રૂઝરમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનો પાવર 105PS અને ટોર્ક 138Nm છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. SUVમાં SHVS માઇલ્ડ-હાઇબ્રિડ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. એન્જિન અને ગિયરબોક્સ તમામ વેરિઅન્ટમાં એક જેવું જ છે.

કયા વેરિઅન્ટમાં શું મળશે?

  • અર્બન ક્રુઝર મિડ વેરિઅન્ટ: તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED DRL, LED ટેલ લેમ્પ મળશે. કારમાં 16 ઇંચનું સ્ટીલ વ્હીલ, USB, ઓક્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ડબલ-ડીન ઓડિયો સિસ્ટમ મળશે. કારમાં ઓડિયો કંટ્રોલ માઉન્ટ થયેલ સ્ટિયરિંગ મળશે. તે કી-લેસ એન્ટ્રી સાથે આવશે. તેમાં ઓટો ક્લાયમેટ કંટ્રોલ મળશે.
  • અર્બન ક્રૂઝર હાઇ વેરિઅન્ટ: તેમાં મિડ વેરિઅન્ટનાં તમામ ફીચરસ મળશે. તેનાં એડિશનલ ફીચર્સમાં 16 ઇંચનાં એલોય વ્હીલ, 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે સામેલ હશે. ડ્રાઇવિંગ માટે તેમાં ક્રૂઝ કંટ્રોલ મળશે.
  • અર્બન ક્રૂઝર પ્રીમિયમ વેરિઅન્ટ: તેમાં મિડ અને હાઇ વેરિઅન્ટનાં ફીચરસ સાથે એડિશનલ LED ફોગ લેમ્પ મળશે. તેમજ, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે. ઓટો-ડિમિંગ ઇનસાઇડ રિઅર વ્યૂ મિરર મળશે. તેમજ, તેમાં રેન સેન્સિંગ વાઇપર્સ મળશે.

9 કલર ઓપ્શન મળશે
તમે કુલ 9 કલર ઓપ્શનમાં અર્બન ક્રુઝર ખરીદી શકશો. તેમાં 6 સિંગલ અને 3 ડ્યુઅલ-ટોન કલર સામેલ છે. સિંગલ કલરમાં સની વ્હાઇટ, આઇકોનિક ગ્રે, સુવે સિલ્વર, રસ્ટિક બ્રાઉન, સ્પંકી બ્લુ અને ગ્રુવી ઓરેન્જ સામેલ છે. તેમજ, ડ્યુઅલ-ટોન કલરમાં રસ્ટિક બ્રાઉન + સિઝલિંગ બ્લેક રૂફ, ગ્રુવી ઓરેન્જ + સની વ્હાઇટ રૂફ અને સ્પંકી બ્લુ + સિઝલિંગ બ્લેક રૂફ સામેલ છે.

ઇન્ડિયન માર્કેટમાં આ ગાડીઓ સાથે ટક્કર થશે
ઇન્ડિયન ઓટો માર્કેટમાં સબ 4 મીટર SUV સેગમેન્ટમાં 7 મિડ સાઇઝ SUV પહેલેથી જ ચાલે છે, જેમાં મારુતિ બ્રેઝા, કિઆ સોનેટ, હ્યુન્ડાઇ વેન્યુ, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV300, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને હોન્ડા WRV સામેલ છે.

કારપેટ્રોલ MTપેટ્રોલ AT
અર્બન ક્રૂઝર8.40 – 9.809.80 – 11.30
બ્રેઝા ​​​​​​7.34 – 9.989.75 – 11.4
સોનેટ6.71 – 11.6510.49 – 11.99
વેન્યૂ6.75 – 10.99.65 – 11.63
નેક્સન ​​​​​​7 – 10.738.43 – 11.33
XUV3007.94 – 11.11NA
ઇકોસ્પોર્ટ8.17 – 9.7610.66 – 11.56
WRV8.49 – 9.69NA
અન્ય સમાચારો પણ છે...