• Gujarati News
  • Utility
  • Automobile
  • The Tata Nexon EV Will Arrive In April, With A Single Charge Of 400 Km And A Fast Charger. The Top Variant Is Expected To Be Priced At ₹ 16.40 Lakh.

અપકમિંગ:ટાટા નેક્સન EV એપ્રિલમાં આવશે, સિંગલ ચાર્જમાં 400 કિમી ચાલવાની સાથે ફાસ્ટ ચાર્જર પણ મળશે, ટોપ વેરિઅન્ટની કિંમત ₹16.40 લાખ રહેવાની શક્યતા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં સૌથી વધુ પોપ્યુલર થયેલી કાર હોય તો એ છે ટાટા નેક્સન EV. આ EVને બહુ ઓછા સમયમાં સારી એવી સફળતા મળી છે અને હવે ગ્રાહકોને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કંપની દેશમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર ટાટા નેક્સનનું લોન્ગ રેન્જ મોડેલ એપ્રિલમાં લોન્ચ કરવા જઈ રહી છે. અપડેટેડ નેક્સનમાં મોટી બેટરી મળશે અને કેટલાક અન્ય મિકેનિકલ અપગ્રેડ પણ મળશે. એવું માનવામાં આવે છે કે આ નવા વેરિઅન્ટની રેન્જ 400 કિમી સુધી વધારી દેવામાં આવશે. કરન્ટ મોડેલની રેન્જ 312KM છે. જો કે, તેમાં કોઈ કોસ્મેટિક ફેરફાર જોવા નહીં મળે. તેની ડિઝાઇન કરન્ટ મોડેલ જેવી જ હશે. તેમાં સનરૂફ, મૂનરૂફ અને રૂફ રેલ જેવાં ફીચર્સ મળશે.

નવા બેટરી પેક સાથે ટાટા નેક્સનની રેન્જ વધીને 400 કિમી થઈ જશે
નવા બેટરી પેક સાથે ટાટા નેક્સનની રેન્જ વધીને 400 કિમી થઈ જશે

બેટરી પેક વધારવામાં આવશે
ટાટા નેક્સનના નવાં વેરિઅન્ટમાં 40kWh બેટરી પેક મળશે. કરન્ટ મોડેલમાં 30.2kWhનું બેટરી પેક આપવામાં આવ્યું છે. કારમાં મોટી બેટરી ફિક્સ કરવા માટે કંપનીએ નેક્સનનો ફ્લોર ફરીથી બનાવ્યો છે. આ કારણે કારનું વજન લગભગ 100 કિલો વધી ગયું છે. નવા બેટરી પેક સાથે ટાટા નેક્સનની રેન્જ વધીને 400 કિમી થઈ જશે.

અપડેટેડ નેક્સન EV 6.6kW AC સાથે ચાર્જર સાથે આવે એવી અપેક્ષા છે. કરન્ટ મોડેલ 3.3kW AC ચાર્જર સાથે આવે છે, જે બેટરીને 100% સુધી ચાર્જ કરવામાં લગભગ 10 કલાક લે છે. આ કારણોસર ટાટા 6.6kW AC ચાર્જરનો ઓપ્શન આપી શકે છે. આ કારના ચાર્જિંગ સમયને 3 કલાક સુધી ઘટાડી શકે છે.

EV હશે અનેક એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ
ટાટા નેક્સન EVમાં વ્હીલ કવર્સ સાથે લાંબું વ્હીલબેઝ આપવામાં આવ્યું છે. તેમાં રેન સેન્સિંગ વાઈપર્સ, રિઅર વોશર અને ડીફોગર અને પાવર વિન્ડો આપવામાં આવી છે. તેમજ, તેમાં પ્રોજેક્ટર હેડલાઇટ્સ, LED ટેલલેમ્પ્સ અને કોર્નરિંગ ફોગ લાઇટ્સ જેવાં ફીચર્સ પણ હશે.

ટોપ વેરિઅન્ટની કિંમત 16.40 લાખ રૂપિયા હોઈ શકે છે
ટોપ વેરિઅન્ટની કિંમત 16.40 લાખ રૂપિયા હોઈ શકે છે

કિંમત
અપડેટેડ નેક્સન EVની કિંમત કરન્ટ મોડેલ કરતાં વધુ હશે. એવું માનવામાં આવે છે કે તેનાં ટોપ વેરિઅન્ટની કિંમત 16.40 લાખ રૂપિયા હોઈ શકે છે. અત્યારે તેની પ્રારંભિક કિંમત 13.99 લાખ રૂપિયા છે. જો કે, કંપનીએ હજુ સુધી તેની કિંમત અને વેચાણ અંગે સત્તાવાર માહિતી આપી નથી.

અન્ય સમાચારો પણ છે...