તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:સુઝુકી ઇન્ટ્રુડર બાઇક BS6 એન્જિન સાથે લોન્ચ થયું, કિંમત 1.20 લાખ રૂપિયા

ઓટોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સુઝુકી મોટરસાઇકલે ઇન્ડિયન માર્કેટમાં ઇન્ટ્રુડરનું BS6 મોડેલ લોન્ચ કરી દીધું છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 1.20 લાખ રૂપિયા છે. આ નવું મોડેલ જૂનાં મોડેલ કરતાં 13 હજાર રૂપાય મોંઘું છે. બાઇકમાં 154.9ccનું ફોર સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
બાઇકના ડાયમેન્શનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ નવાં ગ્રાફિક્સ તેને પહેલાં કરતાં વધારે ઇમ્પ્રેસિવ બનાવે છે. આ બાઇક ડિફરન્ટ કલર ઓપ્શન્સ મેટાલિક મેટ બ્લેક, કેન્ડી સાનોમા રેડ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક, મેટાલિક મેટ ટાઇટેનિયમ સિલ્વર કલરમાં અવેલેબલ છે.

બાઇકનાં એન્જિન, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • BS6 મોડેલ સુઝુકી ઇન્ટ્રુડરમાં અગાઉની જેમ જ 154.9ccનું એન્જિન આપવામાં આવ્યું છે. પરંતુ પાવરના મામલે આ નવું મોડેલ જૂનાં મોડલ કરતાં ઓછું પાવરફુલ છે.
  • વીએસ6 મોડેલમાં 13.6hp પાવર અને 13.8Nm ટોર્ક મળે છે, જ્યારે BS4 મોડેલમાં 14.6hp પાવર અને 14Nm ટોર્ક મળતો હતો.
  • બાઇકના કર્બ વેટ એટલે કે (ફુલ ટેંક થયા પછીનું વજન)ની વાત કરીએ તો હવે આ બાઇકનું વજન 152 કિલો થઈ ગયું છે, જે જૂનાં મોડેલ કરતાં 3 કિલો વધારે છે.
  • નવી BS6 સુઝુકી ઇન્ટ્રુડરમાં 17 ઇંચના ફાસ્ટ વ્હીલ્સ મળશે, જેમાં ફ્રંટ અને રિઅર વ્હીલ્સ બંનેમાં ડિસ્ક બ્રેક્સ મળશે. તેમાં 11 લિટરની ફ્યુલ ટેંક મળશે.
  • બાઇકની લંબાઈ 2130mm, પહોળાઈ 805mm અને સીટ હાઇટ 740mm છે.
  • 2020 ઇન્ટ્રુડરમાં ફ્યલ ઇન્જેક્શન ટેક્નોલોજી, બેકરેસ્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED ટેલ લેમ્પ્સ, શાર્પ ટ્વીન એક્ઝોસ્ટ, ત્રણ કલર ઓપ્શન અને ABS સિસ્ટમ મળશે.