સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની કિયાએ પોતાની નવી કાર સોનેટ એક્સ-લાઇનને ભારતમાં લોન્ચ કરી છે. કિયા સોનેટ એક્સ લાઇન SUV કિયાના GTX+ વેરિઅન્ટ પર આધારિત છે અને અપડેટેડ વર્ઝન છે. તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો સાથે 2 વેરિઅન્ટ ટૂંક સમયમાં જોવા મળશે.
સોનેટ એક્સ લાઇનની કિંમત 13.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે
કિયા સોનેટ એક્સ લાઇનના ‘1.0 લિટર ટર્બો પેટ્રોલ’ વેરિઅન્ટની કિંમત 13.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. તે જ સમયે તેના ‘1.5 લિટર ટર્બો ડીઝલ’ વેરિઅન્ટની કિંમત 13.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
એક્સ લાઈનનો લુક અને ડિઝાઇન
ભારતમાં લોન્ચ થયેલ કિયા સોનેટ એક્સ લાઇનની તુલના સૌથી નાની SUVના રેગ્યુલર વર્ઝન સાથે કરીએ તો તેમાં અમુક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. સોનેટ એક્સ લાઇનને ‘મેટ ગ્રે’ કલરમાં લાવવામાં આવી છે. આ રંગ ભારતમાં સબ-4-મીટર SUVમાં પહેલીવાર લોન્ચ કરવામાં આવી છે. તેમાં ટાઇગર નોઝ ગ્રિલ, ફ્રન્ટ અને રિયર સ્કિડ પ્લેટ્સ છે. તેના બહારના કાચમાં બ્લેક ફિનીશિંગ કરવામાં આવી છે. ફોગ લેમ્પની આસપાસ ડાર્ક ક્રોમ એક્સેન્ટ છે. જ્યારે સ્કિડ પ્લેટ્સમાં ડાર્ક હાઇપર મેટલ હાઇલાઇટ્સ હોય છે. કિયા સોનેટ એક્સ લાઇનમાં 16 ઇંચની ક્રિસ્ટલ કટ-ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. સિલ્વર બ્રેક કેલિપર્સ એક્સ લાઇન વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. આ સાથે જ કારમાં શાર્ક ફિન એન્ટેના અને નવી એક્સ લાઇન બેજિંગ બંનેને મેટ ફિનિશ આપવામાં આવી છે.
કિયા સોનેટ X લાઇનનું ઈન્ટિરિયર
કિયા સોનેટ X લાઇનના ઇન્ટિરિયરની જો વાત કરીએ તો તેમાં નવી ડ્યુઅલ ટોન સિલ્વર સેજ થીમ આપવામાં આવી છે. આ કારમાં લેધર સીટ્સ પણ આપવામાં આવી છે, જેમાં ઓરેન્જ કલરની સાથે સ્ટીચિંગ છે અને સાથે જ એક્સ લાઈનનો લોગો પણ છે જ્યારે, તેના હેડલાઇનરને બ્લેક કલર સાથે ફિનિશિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટીયરિંગ વ્હીલને લેધરથી કવર કરવામાં આવે છે, જેનું સ્ટીચિંગ ઓરેન્જ કલરથી કરવામાં આવ્યું છે.
કિયા સોનેટ એક્સ લાઇન એન્જિન
કિયા સોનેટ એક્સ લાઇન 1.0 લિટર ટર્બો પેટ્રોલ પાવરપ્લાન્ટ અને 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન સાથે આપવામાં આવી છે. સોનેટ એક્સ લાઇનનું પેટ્રોલ એન્જિન 118bhp અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. આ સાથે જ તેનું ડીઝલ એન્જિન 113bhp અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.