ટાટા મોટર્સે ટાટા નેક્સન EV જેટ એડિશનને બે નવા વેરિએન્ટમાં લોન્ચ કરી છે. આ પહેલા કંપનીએ હાલમાં જ નેક્સન, હેરિયર અને સફારી SUVની જેટ એડિશન લોન્ચ કરી હતી. જેમાં ઘણા નવા ફિચર્સ, કલર્સ અને ઇન્ટિરિયર ટ્રિમ્સ આપવામાં આવ્યા હતા. હવે નેક્સન EV જેટ એડિશન પણ ઘણા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. ચાલો જાણીએ નવી ટાટા નેક્સન EV જેટ એડિશન વિશે.
કિંમત અને વેરિઅન્ટ્સ
ટાટા નેક્સન EV જેટ એડિશન SUV પ્રાઇમ અને મેક્સ બંને એડિશનમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત 17.50 લાખ રૂપિયા એક્સ શો-રૂમ છે. જેટ એડિશન નેક્સોન EV પ્રાઇમ XZ+Lux ટ્રિમમાં ઉપલબ્ધ છે. જ્યારે મેક્સ એડિશનમાં બે ટ્રિમ (XZ+ Lux MAX Jet અને XZ+ Lux MAX Jet AC FC WMU) મળે છે, જેની કિંમત 19.54 લાખ રૂપિયા અને 20.04 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) છે.
ડિઝાઇન અને કલર
નેક્સન EV જેટ એડિશનની એકંદર ડિઝાઇન અને ડાયમેન્શન રેગ્યુલર એડિશન જેવા જ છે, તેમાં કોઈ જ તફાવત નથી. જો કે, શરીર માટે બ્રોન્ઝ ફિનિશ અને પ્લેટિનમ સિલ્વર રૂફનું ડ્યુઅલ-ટોન કોમ્બિનેશન નેક્સન જેટ એડિશનને રેગ્યુલર નેક્સન EVની તુલનામાં અલગ બનાવે છે. આ સિવાય વિઝ્યુઅલ ચેન્જમાં જેટ બ્લેક વ્હીલ્સ, પિયાનો બ્લેકથી ફ્રન્ટ ગ્રિલ ફિનિશ સહિત અન્ય બાબતોનો સમાવેશ થાય છે, જે રેગ્યુલર એડિશનની સરખામણીમાં નેક્સન EV જેટ એડિશનને અલગ બનાવે છે.
ફીચર્સ
નેક્સન EV જેટ એડિશનમાં સ્ટીલ બ્રોન્ઝ ફિનિશ મિડ-પેડ સાથે ટાઇમ્સ પર ડ્યુઅલ-ટોન ઓઇસ્ટર વ્હાઇટ અને ગ્રેનાઇટ બ્લેક ઇન્ટિરિયર સાથે પિયાનો બ્લેક ફિનિશ અને બ્રોન્ઝ ડેકો સ્ટિચ મળે છે. તેમાં ફ્રન્ટ હેડરેસ્ટ પર 'જેટ'નો લોગો પણ મળે છે, જે તેને યુનિક ટચ આપે છે. આ સિવાય નેક્સન EV જેટ એડિશનમાં ઇલેક્ટ્રિક સનરૂફ, મલ્ટી-બ્રેક રિજન મોડ, ગીયર સિલેક્ટર માટે જ્વેલ્ડ કન્ટ્રોલ નોબ, ક્રૂઝ કન્ટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને બીજું ઘણું બધું મળે છે.
એન્જિન સ્પેસિફિકેશન્સ અને રેન્જ
નેક્સન EV જેટ એડિશનને પાવર આપવા માટે તેમાં 2 ઇલેક્ટ્રિક એન્જિનની પસંદગી કરવામાં આવી છે, જે રેગ્યુલર નેક્સન EV જેવા જ છે. પહેલું 30.2 kWh બેટરી પેક છે, જે 127bhp અને 245nm ટોર્ક જનરેટ કરે છે જ્યારે, બીજું 40.5 kWhનું મોટું બેટરી પેક છે, જે 141bhp અને 250nm ટોર્ક ઉત્પન્ન કરે છે. 30.2 kWh બેટરી પેક સાથે નેક્સન EV પ્રાઇમ 9.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ આપે છે અને તેની રેન્જ 312 કિમી છે. જ્યારે 40.5 kWh બેટરીપેક સાથે નેક્સન EV મેક્સ 9 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને 437 કિમીની રેન્જ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.