ટાટા પંચ’ CAMO એડિશન લોન્ચ:8 વેરિઅન્ટમાં હાજર છે આ SUV, કિંમત ₹6.85 લાખથી ₹8.63 લાખ સુધી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેસ્ટિવલ સિઝન આવતા જ ટાટા મોટર્સે ‘ટાટા પંચ’નું નવું કેમો એડિશન લોન્ચ કર્યું. નવા એડિશનની કિંમત 6.85 લાખ રુપિયા (એક્સ શો-રુમ, દિલ્હી)થી શરુ થઈ રહી છે. આ પહેલા ટાટા મોટર્સે પંચનું કાઝિરંગા એડિશન લોન્ચ કર્યું હતું. ટાટાની આ SUV મિલેટ્રી ગ્રીન, પ્યાનો બ્લેક, પ્રિસ્ટિન વ્હાઈટ કલર અને 8 અલગ-અલગ વેરિઅન્ટમાં હાજર છે.

એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં બદલાવ કર્યો
ટાટાના પંચના આ એડિશનમાં મેકેનિકલ ચેન્જ નથી કર્યા પરંતુ, ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં થોડા બદલાવ જરુર કર્યા છે. કારના આ મિલેટ્રી લુકવાળી સીટમાં હાર્ડ કુશન જોવા મળશે.

જુદા-જુદા વર્ઝનમાં ઉપલબ્ધ કાર

ટાટા પંચ કેમો એડિશન ઓટોમેટિક અને મેન્યુઅલ ગિયર ઓપ્શનમાં હાજર છે. તેમાં પણ 4 ટ્રિમ ઓપ્શન એડવેન્ચર, એડવેન્ચર રિધમ, અકમ્પલીશ્ડ અને અકમ્પ્લિશ્ડ ડેઝલ હાજર છે. 6.85 લાખ રુપિયાની કિંમતથી શરુ થયેલી આ કારનું સૌથી મોંઘુ વેરિઅન્ટ 8.63 લાખ રુપિયાનું છે.

ઈન્ટીરિયરના કુશનમાં કેમોફ્લેજ ડિઝાઈન
ઈન્ટીરિયરના કુશનમાં કેમોફ્લેજ ડિઝાઈન

7 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
ઈંટીરિયરમાં 7 ઈંચની હરમન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લાગ્યું છે. તેને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર-પ્લેથી કનેક્ટ કરી શકશો. ટાટા પંચ કેમોમાં 6 સ્પીકર્સ લાગેલા છે. ફ્રન્ટ સાઈડ પર ‘કેમો’ (CAMO) બેજિંગ પણ કરવામાં આવી છે.

ડેશબોર્ડમાં 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે
ડેશબોર્ડમાં 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે

5-સ્પીડ ગિયર બોક્સ
ટાટા પંચના આ એડિશનમાં 1.2 લિટર, 3 સિલેન્ડરનું પેટ્રોલ એન્જિન મળશે. 6000RPM અને 113NMની પીક ટોર્ક એન્જિન 86PSની મેક્સિમમ પાવર જનરેટ કરી શકશે. ગાડી 18.97 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે. ફ્યુલ ટેન્ક 37 લિટરની છે. બીજી તરફ કારના દરવાજા 90 ડિગ્રી સુધી ઓપન થઈ શકશે.

કારના દરવાજા 90 ડિગ્રી સુધી ઓપન થશે
કારના દરવાજા 90 ડિગ્રી સુધી ઓપન થશે

ડાયમંડ કટ એલોય વ્હીલ્સ
ઈન્ટીરિયર સિવાય ચારકોલ કલરમાં 16 ઈંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ મળશે. વ્હીલ્સમાં પણ બે કલર છે. પાર્કિંગ માટે રિવર્સ કેમેરા, LED DRLs, પુશ સ્ટાર્ટ/ સ્ટોપ બટન, ક્રૂઝ કંટ્રોલ અને ફ્રન્ટ ફૉગ લેમ્પ પણ આપવામાં આવ્યા છે.

16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે
16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે

કારના 30 વેરિઅન્ટ હાજર
ઓટોમેટિક અને મેન્યુઅલ ડ્રાઈવિંગ મોડમાં હાજર ટાટા પંચના 30 જુદા-જુદા વેરિઅન્ટ હાજર છે. 9થી વધુ સિંગલ કલર ઓપ્શન સાથે ડ્રાઈવર માટે પણ હાઈટ અડજસ્ટ કરવાનું ઓપ્શન પણ છે.

ટાટા પંચ 9 કલર અને 30 અલગ-અલગ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે
ટાટા પંચ 9 કલર અને 30 અલગ-અલગ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે