મહિન્દ્રા સ્કોર્પિયો-N લોન્ચ:SUVની કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ, Z2 સહિત 6 વેરિએન્ટમાં ઉપલબ્ધ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મલ્ટિનેશનલ ઓટોમેકર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતમાં પોતાની નવી સ્કોર્પિયો N Z2 લોન્ચ કરી છે. સ્કોર્પિયો-N SUVના પેટ્રોલ એન્જિનથી સજ્જ બેઝ 'Z2' ટ્રિમની કિંમત 11.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત)થી શરૂ થાય છે. મહિન્દ્રાએ દેશમાં સ્કોર્પિયો એનને Z2, Z4, Z6, Z8, Z8L અને Z8L (6S) સાથે 6 વેરિએન્ટમાં લોન્ચ કરી છે.

સ્કોર્પિયો-Nના ટોપ મોડેલ N Z8Lની કિંમત 23.90 લાખ રુપિયા છે. આ SUV 7 કલર ડીપ ફોરેસ્ટ, એવરેસ્ટ વ્હાઈટ, નોપોલી બ્લેક, ડેઝલિંગ સિલ્વર, રેડ રેઝ, રોયલ ગોલ્ડ અને ગ્રેન્ડ કેન્યનમાં ઉપલબ્ધ છે. તે N Z2 મોડલ એવરેસ્ટ વ્હાઈટ, નેપોલી બ્લેક અને ડેઝલિંગ સિલ્વર માત્ર 3 કલરમાં મળી રહી છે.

સ્કોર્પિયો-Nના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
મહિન્દ્રા સ્કોર્પિયો N Z2 SUVની સુરક્ષાની વાત કરીએ તો તેમાં ABS, EBD, રિયર પાર્કિંગ સેન્સર, ડ્યુઅલ એરબેગ, ફ્રન્ટ અને રિયરમાં વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક અને ISOFIX એન્કરિંગ પોઈન્ટ્સ જેવા ફીચર્સ છે. સ્કોર્પિયો N Z2માં સ્ટાર્ટ/સ્ટોપ ટેકનોલોજી, 2nd row AC વેંટ્સ, સ્ટિયરિંગ-માઉન્ટેડ ઓડિયો કંટ્રોલની સાથે ટચસ્ક્રિન ઈન્ફોટેન્મેન્ટ સ્ક્રિન, USB ચાર્જિંગ પોર્ટ, એક મોનોક્રોમ મિડ ડિસ્પ્લે, પાવર વિન્ડો, 2nd rowમાં 1-ટચ ટમ્બલ સીટ, સ્કિડ પ્લેટ્સ, ORVM-માઉન્ટેડ LED ટર્ન સિગ્નલ્સ સહિત બીજા ઘણા ફીચર્સ છે.

પેટ્રોલ-ડીઝલ બંને વેરિઅન્ટમાં મળશે
મહિન્દ્રા સ્કોર્પિયો N Z2 SUVમાં 2.0 લિટર અને ટર્બોચાર્જ્ડ યુનિટનું પેટ્રોલ એન્જિન છે, જે 200bhpની પીક પાવર અને 370nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જો કે, હાઈપર ટ્રિમ લેવલની તુલનામાં ડિઝલ યુનિટ થોડું ઓછુ પાવરફુલ છે. Z2 ટ્રિમ લેવલમાં 2.2 લિટર અને ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે, જે માત્ર 130bhpની પીક પાવર અને 300nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો મળે છે.

આ સિવાય અમે એવી આશા રાખીએ છીએ કે, Z2 ટ્રિમ એક ‘ક્રોમ લેસ’ એક્સટિરિયરને સ્પોર્ટ કરશે. જો કે, હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, આ ક્રોમ એલિમેન્ટ્સને સરળતાથી જોડી શકાય છે. આ સિવાય બેઝ Z2 ટ્રિમમાં 17 ઈંચના સ્ટિલ વ્હીલ્સ છે.

સ્કોર્પિયો-N SUVની 1 મિનિટમાં 25,000 બુકિંગ
તમને જણાવી દઈએ કે, હાલમાં લોન્ચ થયેલી મહિન્દ્રા સ્કોર્પિયો-N SUVની ફક્ત 1 જ મિનિટમાં 25,000 બુકિંગ થઈ ગઈ. આ ઉપરાંત બુકિંગ પોર્ટલ ખુલ્યાના 30 મિનિટમાં 1 લાખથી વધુ મહિન્દ્રા સ્કોર્પિયો-N SUVની બુકિંગ થઈ ગઈ હતી. તેની તુલનામાં મહિન્દ્રા SUV700ને 25,000 બુકિંગ નોંધાવવામાં 1 કલાકનો સમય અને 50,000 બુકિંગ સુધી પહોંચવામાં 2 કલાકનો સમય લાગે છે. બુકિંગનું આ પ્રભાવશાળી પ્રદર્શન મહિન્દ્રા માટે એક નવો રેકોર્ડ છે. આ પ્રકારના મજબૂત બુકિંગના આંકડાઓ સાથે એવું લાગે છે કે, નવી લોન્ચ કરેલી સ્કોર્પિયો-N SUV કંપનીની અપેક્ષાઓ કરતા પણ વધુ આગળ નીકળી.

25 હજાર ગ્રાહકોને શરુઆતી કિંમત પર સ્કોર્પિયો મળશે
જો કે, સ્કોર્પિયો-N બુક કરનારા પહેલા 25 હજાર ગ્રાહકોને શરુઆતી કિંમત પર આ SUV મળશે. આ અંગેની જાહેરાત ઓટોમેકર કંપનીએ પહેલા જ કરી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિન્દ્રા સ્કોર્પિયો-N SUVની સફળતાનો શ્રેય XUV700 SUVને પણ આપી શકાય છે, કારણ કે મહિન્દ્રા સ્કોર્પિયો-Nથી આશાઓ XUV700 SUVના પર્ફોર્મન્સના આધાર પર હતી.

આ વર્ષે N-SUVના 20,000 યુનિટ્સનું પ્રોડક્શન થશે
મહિન્દ્રા સ્કોર્પિયો N-SUVની ડિલિવરીની તારીખ નજીક છે ત્યારે ઓટોમેકર આ વર્ષના અંત સુધીમાં સ્કોર્પિયો N-SUVના 20,000 યુનિટ્સનું પ્રોડક્શન કરવાના રસ્તા પર છે. જો કે, કંપનીએ પછી જણાવ્યું કે, SUVના ‘Z8L’ના ટ્રિમ લેવલને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે એટલે જે ગ્રાહકોએ સ્કોર્પિયો N-SUVના ‘Z8L’ ટ્રિમને બુક કરી છે, તેને બીજા લોકોની સાપેક્ષમાં પોતાની કાર વહેલી મળશે. જો કે, તે સ્પષ્ટ છે કે મહિન્દ્રા સ્કોર્પિયો-Nના બેઝ ટ્રિમમાં SUVના ટોપ એન્ડ ટ્રિમમાં દેખાતા ફીચર્સ નહીં જોવા મળે.