ઢગલાબંધ ટિઝર રિવીલ કર્યા બાદ હોન્ડાએ પોતાની CB750 લોન્ચ કરી છે. યુરોપિયન માર્કેટમાં હોન્ડાની આ સ્પોર્ટસ બાઈકની કિંમત 6,900 યુરો(અંદાજે 6.50 લાખ રુપિયા) છે. હોન્ડાએ પોતાની છેલ્લી સ્પોર્ટસ બાઈક CB650Rની ટકકરમાં આ નવી બાઈકની કિંમત 2.17 લાખ રુપિયા ઓછી છે. CB650Rની કિંમત 8.67 લાખ રુપિયા હતી.
6 સ્પીડ ગિયરબોક્સ
V-ટ્વિન એન્જિનવાળી બાઈકમાં 6-સ્પીડ ગિયરબોક્સ છે. 15.2 લિટરના ફ્યુલ ટેન્કવાળી CB750નું વજન 190 કિગ્રા છે. ગાડી અંદાજે 20 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. અગ્રેસિવ ડિઝાઈનવાળી આ બાઈકમાં LED હેન્ડલેમ્પ, વાઈડ હેન્ડલબાર, સ્પ્લિટ ટાઈપ સીટ, અપસ્વેટ એક્ઝોસ્ટ અને LED ટેલલેમ્પની સાથે સ્લિમ ટેલ સેક્શન છે. ફુલ કલર TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરવાળી બાઈકમાં બ્લૂટુથ કનેક્ટિવિટી ઓપ્શન પણ છે.
ડાયમંડ કટ 17 ઈંચ વ્હીલ્સ
ડાયમંડ કટ સ્ટીલ ફ્રેમથી સજજ આ બાઈકમાં 17 ઈંચના એલ્યુમિનિયમ કાસ્ટ વ્હીલ્સ લાગેલ છે. 5-સ્પોક કાસ્ટ એલ્યુમિનિયમ રીમવાળા ફ્રન્ટ ટાયરની સાઈઝ 120/60-ZR17 છે. પાછળના ટાયરની સાઈઝ 180 સેકશન ટાયરની જગ્યાએ 120/60-ZR16 છે.
લિક્વિડ કૂલ્ડ સિસ્ટમ મળશે
આ મિડલવેટ કન્ટેડર બાઈકમાં 755cc પેરેલલ ટ્વિન એન્જિન અને લિક્વિડ કૂલ્ડ સિસ્ટમ મળશે. ‘ઘ આફ્રિકા ટ્વિન’ અને ‘CFR450R’ની જેમ જ આ સ્પોર્ટસ બાઈકનું એન્જિન છે. બાઈક 90.5hpની મેક્સિમમ પાવર અને 74.4Nmનો પીક ટોર્ક પાવર ઉત્પન્ન કરશે.
4 રાઈડર મોડ્સ મળશે
રાઈડરની સુરક્ષા માટે ફ્રન્ટ અને રિયર વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક લગાવવામાં આવી છે. ડ્યુઅલ ચેનલ ABS, હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC), વ્હીલી કંટ્રોલ, રાઈડ બાય વાયર થ્રોટલ, 4 રાઈડર મોડ્સ, ટ્રેક્શન કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ અને ઓપ્શનલ બાઈ ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર મળશે.
4 કલર ઓપ્શન
યુરોપિયન્સને હોર્નેટ પસંદ છે
વર્ષ 1998માં પહેલી વાર હોન્ડાને CB600F હોર્નેટ એડિશન લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે 599cc ઈનલાઈન-ફોર એન્જિને યુરોપિયન માર્કેટમાં બઝ ક્રિએટ કર્યુ હતું. તેણે તેની ભારે માત્રામાં ખરીદી કરી હતી. વર્ષ 2022માં લોન્ચ થયેલ આ મોડેલ હોર્નેટનું મોર્ડનાઈઝ્ડ વર્ઝન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.