દેશમાં જ્યાં એક તરફ ઓલા સ્કૂટર લોન્ચ થવાની ચર્ચા છે તો બીજી તરફ સિમ્પલ વન સ્કૂટર પણ આજે સાંજે 5 વાગે લોન્ચ થશે. સાથે તેનું બુકિંગ 1947 રૂપિયાથી શરૂ થશે. કંપનીનો દાવો છે કે, તે ફૂલ ચાર્જ થવા પર 240 કિમી સુધી રેન્જ આપે છે. જો આવું થાય છે તો રેન્જની બાબતમાં તે પહેલું સસ્તુ સ્કૂટર બની જશે.
લિથિયમ આયન બેટરી મળશે
આ કંપનીનું ભારતમાં પહેલું સ્કૂટર હશે. તેની ટક્કર અથર 450X અને ઓલા સ્કૂટર સાથે થઈ શકે છે. બેટરી અને રેન્જની વાત કરીએ તો સિમ્પલ વન ઈલેક્ટ્રિકમાં 4.8 kWh લિથિયમ-આયન બેટરી મળશે. આ બેટરીને ફૂલ ચાર્જ કર્યા બાદ તમે ઈલેક્ટ્રિક સ્કૂટરને ઈકો મોડમાં 240 કિલોમીટરના અંતર સુધી ચલાવી શકો છો.
ટોપ સ્પીડ 100 કિમી/ કલાક
તે માત્ર 3.6 સેકન્ડમાં 50 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 100 કિમી/કલાકની હશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં હાજર તમામ ઈલેક્ટ્રિક સ્કૂટર્સ કરતાં વધારે રેન્જ આપી શકે છે. કંપની આ સ્કૂટરને 1.10 લાખ રૂપિયાથી 1.20 લાખ રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ કરી શકે છે.
તમિલનાડુ રાજ્યમાં પ્લાન્ટ બનશે
કંપની તમિલનાડુના હોસુરમાં 2 લાખ ચોરસ ફૂટનો પ્લાન્ટ તૈયાર કરી રહી છે. પહેલા તબક્કામાં સિમ્પલ વન ઈલેક્ટ્રિક સ્કૂટરને મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ગોવા, ઉત્તર પ્રદેશ, અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં 13 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.