ક્વીન એલિઝાબેથનું કાર-કલેક્શન:મહારાણી પાસે બેન્ટલે સ્ટેટ લિમોઝિનથી લઈને રોલ્સ રોયસ હતી, ડ્રાઇવિંગ માટે લાઇસન્સની પણ જરૂર નથી

3 મહિનો પહેલા

યુનાઈટેડ કિંગ્ડમની મહારાણી એલિઝાબેથ-IIનું 96 વર્ષની ઉંમરે નિધન થયું. 21 એપ્રિલ,1926ના રોજ જન્મેલી મહારાણીએ 6 ફેબ્રુઆરી, 1952ના રોજ પિતા કિંગ જોર્જના નિધન પછી બ્રિટનનું શાસન સંભાળ્યું હતું. જ્યારે તેમણે શાસન સંભાળ્યું ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી. ત્યારથી 70 વર્ષ સુધી તેણે શાસન કર્યું. પોતાના શાસનકાળ દરમિયાન મહારાણીની વિંટેજ રોલ્સ રોયલથી લઈને કસ્ટમ બેંટલેમાં જોવામાં આવ્યાં હતાં. તેમનું રોયલ કાર-કલેક્શન ખૂબ જ આકર્ષક હતું. તો ચાલો... મહારાણીના કાર-કલેક્શન વિશે જાણીએ.

1. બેન્ટલે સ્ટેટ લિમોઝિન
આ કારમાં મહારાણીને ઘણી વખત મુસાફરી કરતાં જોવા મળ્યાં હતાં, એ બેન્ટલી સ્ટેટ લિમોઝિન છે. બેન્ટલેએ આ કારના માત્ર 2 યુનિટ જ બનાવ્યા હતા. રાણીના સિંહાસન પર પહેલાં 50 વર્ષ પૂર્ણ થતાં આ કાર રાણીને ગિફ્ટ આપવામાં આવી હતી. આ દમદાર કારની કિંમત લગભગ 10 મિલિયન બ્રિટિશ પાઉન્ડ છે. તેમાં 6.75 લિટરનું ટ્વીન ટર્બો V8 એન્જિન આપવામાં આવ્યું છે. સ્ટેટ લિમોઝિનના બોડીવર્ક અને વિટ્રિયસને મજબૂત બનાવવામાં આવ્યા હતા. એની કેબિન બ્લાસ્ટ-રેઝિસ્ટન્ટ છે અને ગેસ કે કેમિકલ એટેકની સ્થિતિમાં એને એર-ટાઇટ સીલ કરી શકાય છે. ટાયરને પણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઇમર્જન્સીની સ્થિતિમાં ફાસ્ટ ડ્રાઇવિંગ ચાલુ રાખી શકાય. કારની પાછળની સીટ પોઝિશન રાણી જેવી જ ઊંચાઈના મોડલનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવી હતી.

કારની પાછળની બેઠકોમાં બ્રિટિશ કાપડ ઉત્પાદક હિલ્ડ બ્રધર્સ દ્વારા બનાવવામાં આવેલા લેમ્બૂલ કાપડથી સજ્જ છે. પાછલી કાર્પેટ આછા વાદળી રંગની છે અને આગળનો ભાગ ડાર્ક બ્લૂ કાર્પેટ છે. બેન્ટલેનો ઉપયોગ મોટા ભાગે સત્તાવાર કાર્યક્રમોમાં થતો હતો, પરંતુ મહારાણી ક્યારેક-ક્યારેક કોઈ કાર્યક્રમ વગર પણ એમ જ કાર લઈને નીકળી જતી. દેશની એકમાત્ર એવી વ્યક્તિ હતી, જેને ડ્રાઇવિંગ માટે લાઇસન્સની જરૂર નહોતી.

બેન્ટલે સ્ટેટ લિમોઝિન પાસે મહારાણી એલિઝાબેથ-||
બેન્ટલે સ્ટેટ લિમોઝિન પાસે મહારાણી એલિઝાબેથ-||

2. લેન્ડ રોવર
મહારાણી એલિઝાબેથ-II પાસે 30 લેન્ડ રોવર્સ હતી. ઓરિજિનલ લેન્ડ રોવર (જે પાછળથી માત્ર ડિફેન્ડર તરીકે જ જાણીતી હતી) તેમની સૌથી પ્રિય કાર હતી. આ સિવાય વર્ષ 2015માં લેન્ડ રોવરે મહારાણીને ‘સ્ટેટ રિવ્યૂ’ નામની ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર ગિફ્ટ કરી હતી. એની છત ખુલ્લી હતી અને ચમકતી મરુન રંગની હતી. આ લોંગ વ્હીલબેઝ SUVની શરૂઆત કાર્ડિફની રોયલ વેલ્શ રેજિમેન્ટમાં થઈ હતી. તેમની પાસે રેન્જ રોવર LWB લેન્ડોલેટ પણ હતી.

મહારાણી એલિઝાબેથ-||ની લેન્ડ રોવરની છત ખુલ્લી હતી અને ચમકતી મરુન રંગની હતી
મહારાણી એલિઝાબેથ-||ની લેન્ડ રોવરની છત ખુલ્લી હતી અને ચમકતી મરુન રંગની હતી

3. રોલ્સ રોયસ
બેન્ટલે, લેન્ડ રોવર્સ અને રેન્જ રોવર્સ ઉપરાંત તેમની પાસે રોલ્સ રોયસનાં પણ કેટલાંક મોડલ્સ હતાં. મહારાણી દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય અંગત વાહનોમાં જગુઆર એક્સ-ટાઇપ એસ્ટેટ અને ડેમલર V-8 સુપર LWB, રોવર પી-5B અને વોક્સહોલ ક્રેસ્ટા એસ્ટેટ, બેંટાયગાનો સમાવેશ થાય છે. મહારાણી એલિઝાબેથ-IIના ઉત્તરાધિકારી તેમના સૌથી મોટા પુત્ર અને ભૂતપૂર્વ પ્રિન્સ ઓફ વૅલ્સ હશે, જે હવે કિંગ ચાર્લ્સ-III બની ગયા છે.

રોલ્સ રોયસ કારમાં ક્વીન એલિઝાબેથ અને તેમને જોવા માટે લોકોની ભીડ.
રોલ્સ રોયસ કારમાં ક્વીન એલિઝાબેથ અને તેમને જોવા માટે લોકોની ભીડ.

મહારાણીના કાર-કલેક્શનની અમુક તસવીરો

બેન્ટલે સ્ટેટ લિમોઝિનનો ફોટો, એ ખાસ કરીને બેન્ટલે દ્વારા મહારાણી માટે બનાવવામાં આવી હતી.
બેન્ટલે સ્ટેટ લિમોઝિનનો ફોટો, એ ખાસ કરીને બેન્ટલે દ્વારા મહારાણી માટે બનાવવામાં આવી હતી.
મહારાણી એલિઝાબેથ લેન્ડરોવર ચલાવે છે, તેમને લાઇસન્સની જરૂર નથી
મહારાણી એલિઝાબેથ લેન્ડરોવર ચલાવે છે, તેમને લાઇસન્સની જરૂર નથી
મહારાણી એલિઝાબેથ રોલ્સ રોયસ ચલાવે છે, તેનની પાસે કારનું મોટું કલેક્શન હતું.
મહારાણી એલિઝાબેથ રોલ્સ રોયસ ચલાવે છે, તેનની પાસે કારનું મોટું કલેક્શન હતું.