તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:મહિન્દ્રાની 8 ગાડીઓના ભાવ વધ્યા, સૌથી વધુ થારની કિંમતમાં ₹92 હજારનો વધારો નોંધાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ રોગચાળાને કારણે વાહનમાં વપરાતા કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ટૂ-વ્હીલરથી ફોર વ્હીલર સુધીના ભાવ 2થી 3 ગણા વધી રહ્યા છે. આની અસર મહિન્દ્રાના ફોર વ્હીલર પર પણ પડી છે. કંપનીના વાહનો ભાવ 3,356 રૂપિયાથી લઇને 92,000 રૂપિયા સુધી વધ્યા છે. મહિન્દ્રાની ડિમાન્ડિંગ ઓફ રોડ SUV થાર સૌથી મોંઘી થઈ ગઈ છે. જો કે, અન્ય કંપનીઓની ગાડીઓની તુલનામાં આ કાર સૌથી મોંઘી પણ છે.

થારના ભાવમાં 32,000 થી 92,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો
વેરિઅન્ટના આધારે મહિન્દ્રા થાર 32,000 થી 92,000 રૂપિયા સુધી મોંઘી થઈ છે. એટલે કે, કંપનીએ તેનાં લોન્ચિંગ પછી આ કારની કિંમત 2%થી 7% વધારી દીધી છે. થાર મહિન્દ્રાની લોકપ્રિય SUV બની છે. તેની ડિલિવરીમાં 3 મહિનાથી વધુનો સમય લાગી રહ્યો છે. આ પછી પણ તેને 50,000થી વધુ બુકિંગ મળ્યાં છે. કંપની સતત તેનું પ્રોડક્શન વધારવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સ્થિતિ સામાન્ય નથી થઈ રહી.

1 જુલાઈથી મહિન્દ્રા ગાડીઓના ભાવ (રૂપિયામાં)

મોડેલમિનિમમમેક્સિમમ
અલ્ટ્રુસ G4-3,356
બોલેરો22,45222,508
KUV1002,6702,672
મરાઝો26,59730,867
સ્કોર્પિયો27,21137,395
XUV3003,60624,029
XUV5003,0623,068
થાર32,00092,000

1 જુલાઈથી લગભગ તમામ મહિન્દ્રાની ગાડીઓ મોંઘી થઈ ગઈ છે. મહિન્દ્રા અલ્ટ્રુસ G4માં સૌથી ઓછો 3,356 રૂપિયાનો વધારો થયો છે. જો કે, તેની કિંમત લગભગ 29 લાખથી શરૂ થાય છે. બીજીબાજુ, બોલેરો 22,508 રૂપિયા સુધી, KUV 100 2,672 રૂપિયા સુધી, મરાઝો 30,867 રૂપિયા સુધી, સ્કોર્પિયો 3,395 રૂપિયા સુધી, XUV 300 24,029 રૂપિયા સુધી, XUV 500 3,068 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે.

મહિન્દ્રાનું નવું 2021 મોડેલ
કંપની આ મહિનાની 15મી તારીખે નવી બોલેરો નિયો, TUV300 લોન્ચ કરી શકે છે. તેમજ, ઓલ ન્યૂ XUV700 પણ આ જ વર્ષે લોન્ચ કરવાની યોજના છે. કંપની તેની કિંમતની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...