તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The Price Of TVS Apache RTR 160 4V Has Been Increased By Rs 1,250, Now The Drum Brake Variant Can Be Purchased For ₹ 1.08 Lakh And The Disc Variant For ₹ 1.11 Lakh.

ભાવવધારો:TVS Apache RTR 160 4Vની કિંમતમાં 1,250 રૂપિયાનો વધારો કરાયો, હવે ડ્રમ બ્રેક વેરિઅન્ટ ₹1.08 લાખ અને ડિસ્ક વેરિઅન્ટ ₹1.11 લાખમાં ખરીદી શકાશે

3 મહિનો પહેલા

TVS મોટર કંપનીએ તેની 2021 TVS Apache RTR 160 4V બાઇકના ભાવ વધારીને ગ્રાહકોને આંચકો આપ્યો છે. કંપનીની આ સ્પોર્ટ્સ બાઇક હવે 1,250 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વધેલા ભાવ બાદ હવે તેનાં ડ્રમ બ્રેક વેરિઅન્ટની એક્સ-શો રૂમ કિંમત 1,08,565 રૂપિયા થઈ ગઈ છે. તેમજ, તેનાં ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 1,11,615 રૂપિયા કરી દેવામાં આવી છે.

જૂનાં મોડેલ કરતાં 3,000 રૂપિયા વધુ કિંમતે લોન્ચ થઈ હતી
કંપનીએ આ વર્ષે માર્ચ મહિનામાં તેની 2021 Apache RTR 160 4V બાઇક લોન્ચ કરી હતી, જે 2020 મોડેલ કરતાં 3,000 રૂપિયા મોંઘી હતી. 2020 મોડેલની સરખામણીએ Apache RTR 160 4Vનું 2021 મોડેલનું વજન 2 કિલો ઓછું છે. તેનાં ડિસ્ક વેરિઅન્ટનું વજન 147 કિલો છે. તેમજ, તેનાં ડ્રમ બ્રેક વેરિઅન્ટનું વજન 145 કિલો છે. તેનું પાવર પરફોર્મન્સ વધારવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આ બાઇક આ સેગમેન્ટની મોસ્ટ પાવરફુલ બાઇક બની ગઈ છે. તેનાં 2021 મોડેલમાં 1.5bhp પાવર અને 0.6Nm ટોર્ક વધારવામાં આવ્યો છે.

બાઇકમાં 159.7ccનું સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, BS6 કમ્પ્લાયન્ટ ઓઇલ-કૂલ્ડ એન્જિન
બાઇકમાં 159.7ccનું સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, BS6 કમ્પ્લાયન્ટ ઓઇલ-કૂલ્ડ એન્જિન

એન્જિન ડિટેલ્સ
TVS Apache RTR 160 4V બાઇકમાં 159.7ccનું સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, 4-વાલ્વ, BS6 કમ્પ્લાયન્ટ ઓઇલ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 9,250 rpm પર 17.4bhp પાવર અને 7250 rpm પર 14.73Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

ત્રણ કલર ઓપ્શનથી સજ્જ
નવા અપડેટ થયેલા મોડેલમાં હવે નવી ડ્યુઅલ-ટોન સીટ સાથે કાર્બન ફાઇબર પેટર્ન આપવામાં આવી છે. આ સ્પોર્ટ્સ બાઇક ત્રણ કલર ઓપ્શન સાથે આવે છે, જેમાં રેસિંગ રેડ, નાઇટ બ્લેક અને મેટાલિક બ્લુ કલર સામેલ છે.

બાઇકમાં 12-લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે
બાઇકમાં 12-લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે

ડાયમેન્શન
2021 TVS Apache RTR 160 4V બાઇકની લંબાઈ 1050mm, પહોળાઈ 2035mm અને 790mm ઉંચાઇ છે. તેમજ, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180mm છે, જ્યારે તેનો વ્હીલબેસ 1357mm છે. TVS Apache RTR 160 4Vમાં 12-લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે. તેના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેના ફ્રંટમાં 270mmની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમજ, તેના પાછળના ભાગમાં 200mmની ડિસ્ક બ્રેક અથવા 130mmની ડ્રમ બ્રેક પસંદ કરવાનો ઓપ્શન મળે છે.

અન્ય સમાચારો પણ છે...