ઓટો જાયન્ટ મહિન્દ્રાએ XUV300નું સ્પોર્ટસ વેરિઅન્ટ ‘ટર્બોસ્પોર્ટ’ લોન્ચ કરી દીધુ છે. 3 કલર અને 3 ટ્રિમ ઓપ્શનમાં હાજર આ SUVની કિંમત 10.35 લાખથી 12.90 લાખ રુપિયા રાખવામાં આવી છે. 10 ઓક્ટોબરથી કારની બુકિંગ અને ડિલિવરી શરુ થશે. આ ગાડી 17થી 20 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપશે. 6 સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશનવાળી SUV ફક્ત 5 સેકન્ડમાં 0-60 કિમીનું અંતર કાપશે. તેના નવા વેરિઅન્ટ ડીઝલ પર નહી પેટ્રોલ પર જ કામ કરશે.
5 સીટર SUVના 3 વેરિએન્ટ
5 સીટર કાર બ્લેક રુફમાં બ્લેઝિંગ બ્રોન્ઝ અને પર્લ વ્હાઈટની સાથે નેપોલી બ્લેક વિથ વ્હાઈટ રુફના 3 ડ્યુઅલ કલર ઓપ્શન પણ મળી રહેશે. SUVમાં w6, w8 અને w8(o)ના ત્રણ ડિફરન્ટ વેરિઅન્ટ ઉમેરવામાં આવ્યા છે. તેમાં 1.2 લિટરનું 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. 130hp અને 230nmનો પીક ટોર્ક પણ છે. રેલી-સ્પેસિફિકેશનવાળી સુપર XUV300થી ઈન્સ્પાયર્ડ મહિન્દ્રાના ટર્બોસ્પોર્ટ વેરિઅન્ટમાં ગ્રાહકોને એડવાન્સ સ્પોર્ટી અનુભવ મળશે.
ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે
સ્ટાન્ડર્ડ વર્ઝનની માફક ટર્બોસ્પોર્ટ એડિશનમાં મહિન્દ્રાનો નવા ટ્વિન પીક લોગો જોવા મળશે. તેમાં હેલોજન હેડલેમ્પ, LED DRL, LED ટેલલેમ્પ અને ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે. તેમાં ઈલેક્ટ્રિક સનરુફ આપવામાં આવ્યું છે.
ઈન્ટીરિયરમાં 7 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
ઈન્ટીરિયરમાં 7 ઈંચની ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, બ્લૂટુથ કનેક્ટિવિટી, USB, AUX કનેક્ટિવિટી, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટી મળશે. ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમને સ્માર્ટવોચથી પણ કનેક્ટ કરી શકશો. સીટ કુશન પ્રીમિયમ લેધરથી બનેલી છે. ડેશબોર્ડ બ્લેક કલરનું છે.
રિયર કેમેરાથી સ્મૂથ પાર્કિંગ થશે
ડેશબોર્ડમાં સનગ્લાસ હોલ્ડર, આર્મરેસ્ટ સ્પેસમાં મોબાઈલ અને ટેબલેટ હોલ્ડર, ચારેય દરવાજાઓમાં બોટલ હોલ્ડર અને સેકન્ડ રો માં ફ્લેટ ફ્લોર છે. રિયર સેન્સર અને કેમેરાની મદદથી તમે સરળતાથી તમારા વ્હીકલને પાર્ક કરી શકશો. ડ્રાઈવર સીટને 6 જુદી-જુદી રીતથી અડજસ્ટ કરી શકો છો.
કમ્ફર્ટ, નોર્મલ અને સ્પોર્ટ ડ્રાઈવિંગ મોડ
ગ્રાહકની સુવિધા અનુસાર, એસયુવી કમ્ફર્ટ, નોર્મલ અને સ્પોર્ટ ડ્રાઇવિંગ મોડ્સનો વિકલ્પ આપી રહી છે. પહેલી હરોળમાં 2 અને બીજી હરોળમાં 3 લોકોની બેસવાની ક્ષમતા હશે. સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ સાથે સલામતી માટે 6 એરબેગ છે. 4 ડિસ્ક બ્રેક અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.