હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ બુધવારે સૌથી સસ્તી બાઇક શાઇન 100ccને લોન્ચ કરી દીધી છે. આ બાઇક દેશની સૌથી વધુ વેચાતી હીરો સ્પ્લેન્ડર, એચએફ ડિલક્સ અને બજાજ પ્લેટિનાને ટક્કર આપશે. આ બાઈકનું નામ 'હોન્ડા શાઇન 100 છે. આ બાઈક કંપનીનું હોન્ડા શાઇન 125 ccનું નાનું વર્ઝન છે. આ બાઈકની શરૂઆતની કિંમત શરૂઆતી 64,900 રૂપિયા (એક્સ શોરૂમ, મુંબઈ) રાખવામાં આવી છે. ઓલ ન્યુ હોન્ડા શાઇનનું બુકિંગ શરૂ પણ થઇ ચૂક્યું છે. બાઇકની ડિલિવરી મે-2023માં શરૂ થશે અને પાંચ રંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
બાઇક
કંપનીએ દાવો કર્યો છે, બાઇકમાં સારી માઈલેજ હશે
શાઇન 100માં એકદમ નવું એર-કૂલ્ડ, 99.7 સીસી, સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે. એન્જિનને 4-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ સાથે અટેચ કરવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે નવું ફ્યુઅલ ઇન્જેક્ટેડ 100સીસી એન્જિન વધુ સારી માઇલેજ આપવા માટે સક્ષમ છે. રિપેરિંગનું કામ વધુ સરળ રહે તે માટે એન્જિનની બહાર ફ્યૂઅલ પમ્પ આપવામાં આવ્યો છે. જેમાં એક સોલેનોઇડ સ્ટાર્ટર પણ છે જે કોઈપણ તાપમાનમાં બાઇક શરૂ કરવામાં મદદ કરે છે.
E20 ફ્યુઅલ પણ ચાલશે નવી બાઈકમાં
હાલમાંજ લોન્ચ થયેલી ન્યુ શાઇન E20 ફ્યુઅલ ઉપર ચાલી શકશે. આ સાથે જ તેમાં હેલોજન હેડલાઈટ, સાઈડ સ્ટેન્ડ ઈન્હિબિટર, કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ સાથે જ 5 કલરનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે- બ્લેક બેઝ સાથે રેડ, બ્લૂ, ગ્રીન, ગોલ્ડ અને ગ્રેસ્ટ્રાઇપ્સનો સમાવેશ થાય છે. તેમાં 1245 મિમીનું વ્હીલબેઝ છે. સીટની ઊંચાઈ 786 મીમી અને 168 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે.
શાઇનની ટક્કર હીરોના બાઈક સાથે થશે
હોન્ડા શાઇન 100ની ટક્કર હીરો મોટોકોર્પ બાઇક્સ સાથે થશે. આ સેગમેન્ટમાં હીરોની ચાર પ્રોડક્ટનો સમાવેશ છે. જેમાં એચએફ 100, એચએફ ડિલક્સ, સ્પ્લેન્ડર+ અને સ્પ્લેન્ડર+ XTEC છે. જેની કિંમત 54,962 રૂપિયાથી 75,840 રૂપિયાની વચ્ચે છે. બજાજ પાસે આ સેગમેન્ટમાં ફક્ત ને ફક્ત પ્લેટિના 100 છે, જેની કિંમત 67,475 રૂપિયા છે. 64,900 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે હોન્ડા શાઇન 100 ભારતમાં 100સીસી સ્પેસમાં પેકની બરાબર વચ્ચે બેસે છે.
હોન્ડાની ગ્રામીણ વિસ્તારમાં ફક્ત 3.5% ભાગીદારી
બેઝિક 100 સીસી બાઇક સેગમેન્ટ દેશમાં બાઇકના કુલ વેચાણમાં લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ લોન્ચ કરવામાં આવેલું નવું શાઇન 100 ભારતમાં જાપાની કંપની માટે એક મહાન ઉત્પાદન સાબિત થઈ શકે છે. હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં હોન્ડાનો હિસ્સો માત્ર 3.5 ટકા છે. કંપનીની નવી શાઇન 100 સાથે તે વિકાસમાં વધારો થઇ શકે છે. નવી શાઇન 100નું પ્રોડક્શન આવતા મહિનાથી શરૂ થશે અને ડિલિવરી મે 2023માં આપવામાં આવશે.
હોન્ડા જલદી ઈવી લોન્ચ કરશે
ગત વર્ષે કંપનીએ EICMA 2022માં તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર - ઇએમ 1 ઇ લોન્ચ કર્યું હતું. યુરોપિયન બજાર માટે ઓટો ઉત્પાદક કંપની તરફથી આ પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સ્કૂટર આવતા વર્ષે ઉનાળામાં લોન્ચ કરવામાં આવશે. હોન્ડા આગામી બે વર્ષમાં વૈશ્વિક સ્તરે વધુ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરવાની પણ યોજના બનાવી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.