નાણાકીય વર્ષ 2022-23 પૂરું થવાને આરે છે. 1 એપ્રિલથી અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યાં છે. લક્ઝુરિયસ કાર બ્રાન્ડ મર્સિડીઝ બેંઝ ઇન્ડિયાએ કારના ભાવમાં 2 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. કારની નવી કિંમતો 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે. કંપનીએ ત્રણ મહિનામાં બીજી વખત તે કારની કિંમતોમાં વધારો કર્યો છે. આ પહેલાં જાન્યુઆરી 2023માં મર્સિડીઝના ભાવમાં 5% નો વધારો થયો હતો.
મર્સિડીઝ બેંઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંતોષ આયરે ગુરુવારે (9 માર્ચ) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં રૂપિયો યુરોની સરખામણીમાં નબળો પડી ગયો છે. ઓક્ટોબરમાં એક યુરો 78-79 રૂપિયાની આસપાસ હતો, જે હવે ઘટીને 87 રૂપિયા થઈ ગયો છે. જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. જો અમે ભાવ વધારો ન કરીએ તો ભારતમાં અમારા ધંધાને અસર થઇ શકે છે. આ જ કારણ છે કે કારની કિંમતોમાં 5% નો વધારો કરવો પડશે.
14 દિવસ પહેલાં જ ગૂગલ સાથે હાથ મિલાવ્યો
લક્ઝુરિયસ કાર નિર્માતા મર્સિડીઝ બેંઝે 23 ફેબ્રુઆરીએ તેના નેવિગેશન અનુભવને સુધારવા માટે ગૂગલ સાથે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ભાગીદારી મર્સિડીઝ-બેંઝને ડ્રાઇવિંગ અનુભવ બનાવવામાં મદદ કરશે જે ગૂગલ મેપ્સની માહિતીને લક્ઝુરિયસ કાર સાથે જોડે છે.
મર્સિડીઝ કારમાં પ્લેસ ડિટેલ્સની નવી સુવિધાઓ મળશે
આ પાર્ટનરશિપ સાથે મર્સિડીઝ-બેંઝે તેના ગ્રાહકોને ગૂગલ દ્વારા ઓફર કરવામાં આવતી પ્લેસ ડિટેલ્સ જેવા શરૂઆતના નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ ગૂગલ ક્લાઉડની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI),, ડેટા અને ઓપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો ઉપયોગ કરીને વધુ સહયોગ કરવાની પણ સંમતિ આપી છે.
મર્સિડીઝ-બેન્ઝ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ યુટ્યુબ એપ્લિકેશન મેળવવા માટે
આ ભાગીદારી યુટ્યુબ એપને મર્સિડીઝ-બેંઝે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં પણ લાવશે. આ ઉપરાંત, મર્સિડીઝ-બેંઝે ગૂગલ મેપ્સ ડેટાનો ઉપયોગ મદદરૂપ ડ્રાઇવિંગ સુવિધાઓને સક્ષમ કરવા માટે કરશે.
મર્સિડીઝ ટેસ્લા અને BYDને ટક્કર આપશે
આ પાર્ટનરશીપથયુ મર્સિડીઝ-બેંઝને લોન મસ્કની ટેસ્લા અને બીવાયડી જેવા અન્ય ચીની ખેલાડીઓ સામે લડવામાં મદદ કરશે. દરમિયાન, જનરલ મોટર્સ, રેનો, નિસાન અને ફોર્ડ જેવા અન્ય કાર ઉત્પાદકોએ પણ તેમના વાહનોમાં ગૂગલ સેવાઓનું સંપૂર્ણ પેકેજ એમ્બેડ કર્યું છે. ગૂગલ મેપ્સ અને ગૂગલ સહાયક જેવી ઘણી સેવાઓને સામેલ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.