તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The Price Has Been Increased For The Second Time After The Launch Of The BS6 Model Of TVS Ntorq 125, Now The Starting Price Is Rs 67,885.

ભાવવધારો:TVS Ntorq 125નું BS6 મોડેલ લોન્ચ થયા પછી બીજી વખત કિંમતમાં વધારો કરાયો, હવે પ્રારંભિક કિંમત 67,885 રૂપિયા

દિલ્હીએક વર્ષ પહેલા
  • તમામ વેરિઅન્ટ્સની કિંમતમાં આશરે 1,000 રૂપિયા સુધીનો વધારો કરાયો
  • ડિસ્ક વેરિઅન્ટની કિંમત 71,885 રૂપિયા અને રેસ એડિશનની કિંમત 74,365 રૂપિયા

TVS મોટર્સે તેના વ્હીકલ લાઇનઅપની કિંમત અપડેટ કરવાની સાથે BS6 TVS Ntorq 125ની કિંમત વધારી દીધી છે. તાજેતરમાં જ કંપનીએ આ સ્કૂટરનું અપડેટેડ એન્જિન માર્કેટમાં લોન્ચ કર્યું હતું. તે સમયે કંપનીએ આ સ્કૂટરની કિંમતમાં 7,500 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ ગયા મહિને પણ આ સ્કૂટરની કિંમત વધારવામાં આવી હતી. તો હવે ફરી એકવાર કંપનીએ આ સ્કૂટરની કિંમત વધારી દેવામાં આવી છે.

સ્કૂટર ત્રણ વેરિઅન્ટ્સ સાથે માર્કેટમાં અવેલેબલ
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, TVS Ntorq 125ના તમામ વેરિઅન્ટ્સની કિંમતમાં આશરે 1,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ સ્કૂટર કુલ ત્રણ વેરિઅન્ટ્સ સાથે માર્કેટમાં અવેલેબલ છે, જેમાં ડ્રમ, ડિસ્ક અને રેસ એડિશન સામેલ છે. હવે આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 67,885 રૂપિયા થઈ ગઈ છે. તેમજ, ડિસ્ક વેરિઅન્ટની કિંમત 71,885 રૂપિયા અને રેસ એડિશનની કિંમત 74,365 રૂપિયા થઈ ગઈ છે.

એન્જિન ડિટેલ્સ
કિંમત સિવાય કંપનીએ આ સ્કૂટરમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ ઉપરાંત, ડિઝાઇન પણ તેનાં જૂનાં સ્કૂટર BS4 જેવી છે. તેમાં કંપનીએ 124ccની કેપેસિટીનું સિંગલ સિલિન્ડરયુક્ત એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 9.1bhp પાવર અને 10.5Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફીચર્સ
જો કે, એન્જિન અપડેટ સિવાય સ્કૂટર વજનમાં થોડું હેવી થઈ ગયું છે. આ ઉપરાંત, કંપનીએ આ સ્કૂટરની ફ્યુલ ટેંક પણ 5 લિટરથી વધારીને 5.8 લિટર કરી દેવામાં આવી છે. તેમજ, તેમાં ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ સાથે જ સ્માર્ટ કનેક્ટર ફીચર આપવામાં આવ્યું છે. તેથી, સ્કૂટર સાતે સ્માર્ટફોન કનેક્ટ કરી શકાશે.