• Gujarati News
  • Utility
  • Automobile
  • The Premium Hatchback Ultras Will Launch In The Electric Version This Year, Find Out Every Detail In 5 Points Including Price And Features.

અપકમિંગ:પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ આ વર્ષે ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ થશે, કિંમતથી લઇને ફીચર્સ સહિત 5 પોઇન્ટમાં દરેક ડિટેલ જાણો

એક વર્ષ પહેલા
  • અપકમિંગ અલ્ટ્રોઝ EVની પ્રારંભિક કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોઈ શકે છે
  • લોન્ચ પછી આ દેશની પહેલી ફુલ્લી ઇલેક્ટ્રિક પ્રીમિયમ હેચબેક બની જશે

અત્યાર સુધી ટાટા મોટર્સે ભારતમાં તેની બે પ્રોડક્ટ એટલે કે ટિગોર અને નેક્સને ફુલ્લી ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કર્યાં છે. વર્ષ 2020ની શરૂઆતમાં આવેલી નેક્સન ઇલેક્ટ્રિકને દેશમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને નાણાકીય વર્ષ 2020-21ના ​​પહેલા 6 મહિનામાં તે ભારતમાં સૌથી વધુ વેચાણ કરનારી EV બનવામાં પણ સફળ રહી, જેની માર્કેટ ભાગીદારી 60% કરતાં પણ વધારે છે.

ટાટા અત્યારે ભારતમાં અલ્ટ્રોઝનું ટર્બો-પેટ્રોલ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે અલ્ટ્રોઝ EV પણ આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, અલ્ટ્રોઝ EV જુલાઈ સુધીમાં માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. અલ્ટ્રોઝનાં ઇલેક્ટ્રિક વર્ઝનમાં બીજું નવું શું મળશે એ તમને નીચે આપેલા 5 પોઇન્ટમાં જાણવા મળશે.

1. ડિઝાઇન
કંપનીએ તેને ઇમ્પેક્ટ 2.0 સ્ટાઇલિંગ લેન્ગવેજ પર ડિઝાઇન કરી, અલ્ટ્રોઝ ચોક્કસપણે એક હેડ ટર્નર છે અને કારે ભારતમાં પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં સ્ટાઇલની બાબતમાં પણ નવા ધોરણો નિર્ધારિત કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અલ્ટ્રોઝ ઇવી રેગ્યુલર અલ્ટ્રોઝ જેવો જ લુક અને ડિઝાઇન મળશે. જો કે, કંપની તેને થોડો અલગ લુક આપવા કેટલાક નાના ફેરફારો કરશે.

2. ફીચર્સ અને સેફ્ટી
અલ્ટ્રોઝ EVમાં રેગ્યુલર અલ્ટ્રોઝ જેવાં જ ફીચર્સ મળશે. આ ઉપરાંત, EVમાં કેટલાક નવા ઇક્વિપમેન્ટ્સ પણ ઉમેરાય એવી અપેક્ષા છે. એવું કહી શકાય કે ઇવીને સંભવિત એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે હરમન દ્વારા એક ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ અને ફોલ્ડેબલ વિંગ મિરર્સ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED DRL સાથેના પ્રોજેક્ટર હેડલેમ્પ, એમ્બિયન્ટ લાઇટિંગ, ક્રુઝ કંટ્રોલ, રિઅર એસી વેન્ટ્સ, ડ્રાઇવ મોડ્સ, આઇડલ સ્ટોપ-સ્ટાર્ટ, રેન સેન્સિંગ વાઇપર્સ, વેરેબલ સહિત અનેક એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ કરવામાં આવશે.
સેફ્ટી બાબતે અલ્ટ્રોઝ EVને ડ્યુઅલ ફ્રંટલ એરબેગ્સ, EBD સાથે ABS, કોર્નર સ્ટેબિલલિટી કંટ્રોલ, ફ્રંટ સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ કેમેરા, હાઇ સ્પીડ એલર્ટ સિસ્ટમ, રિઅર પાર્કિંગ સેન્સર વગેરેથી સજ્જ કરવામાં આવશે.

3. બેટરી પેક અને રેન્જ
ટાટા મોટર્સે અગાઉ પુષ્ટિ કરી હતી કે અલ્ટ્રોઝ EVને ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી સાથે IP67 રેટેડ ડસ્ટ અને વોટરપ્રૂફ બેટરીથી સજ્જ કરવામાં આવશે. જો કે, તેની સૌથી મોટી ખાસિયત સિંગલ ચાર્જમાં લગભગ 300 કિમીની લોન્ગ રેન્જ હશે. નેક્સન ઇવીમાં ઇલેક્ટ્રિક મોટર છે તે 129PS પાવર અને 245Nm ટોર્ક જનરેટ કરે છે અને 30.2kWhની બેટરી છે જે સિંગલ ચાર્જ પર 312 કિમી (ARAI સર્ટિફાઇડ) આપે છે.

4. સંભવિત કિંમત
અત્યાર સુધી ટાટા રેગ્યુલર અલ્ટ્રોઝને 5.43 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત પર વેચે છે, જે ટોપ-એન્ડ ટ્રિમ માટે 8.95 લાખ રૂપિયા સુધી જાય છે. બીજીબાજુ, આગામી અલ્ટ્રોઝ ટર્બોની કિંમત 7.99 લાખ રૂપિયાથી 8.75 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની સંભાવના છે. (બધી કિંમતો, એક્સ-શો રૂમ) જો કે, હેચનું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન ચોક્કસપણે આના કરતાં મોંઘું હશે અને તેની બેઝ પ્રાઈસ આશરે 10 લાખ રૂપિયા છે.

5. કોમ્પિટિટર
લોન્ચિંગ સાથે ટાટા અલ્ટ્રોઝ EV ઇન્ડિયન માર્કેટમાં પહેલી ફુલ્લી ઇલેક્ટ્રિક પ્રીમિયમ હેચબેક બનશે. તેથી, તેનો દેશમાં કોઈ સીધો કોમ્પિટીટર નહીં હોય. જો કે, તેને આગામી મહિન્દ્રા Ekuv 100 સાથે મારુતિ સુઝુકી વેગનઆર ઇવીને ટક્કર આપવી પડી શકે છે. આ બંને ગાડીઓ આવતા વર્ષે લોન્ચ થવાની શક્યતા છે.