7 જાન્યુઆરી સુધી ચાલનારા દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉ CES 2022માં રજૂ થનારા ગેજેટ્સ અને ટેક્નોલોજી ચર્ચામાં આવી ગયા છે. વર્ષનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES 2022) શરૂ થઈ ગયો છે. આ શોમાં અનેક ટેક્નોલોજી રજૂ કરવામાં આવી રહી છે. ઇવેન્ટમાં અત્યાર સુધી સેમસંગ, સોની અને BMW જેવી બ્રાંડ્સ્ની પ્રોડક્ટ જોવા મળી છે. સેમસંગે 180 ડિગ્રી ફરતું પ્રોજેક્ટર રજૂ કર્યું હતું. જ્યારે BMWએ iX નામની એક એવી ઇલેક્ટ્રિક કાર રજી કરી જે કલર પણ બદલી રહી છે. તો ચાલો આ ઇલેક્ટ્રિક શોની 4 યૂનિક પ્રોડક્ટ વિશે જાણીએ...
1. સેમસંગ ફ્રી સ્ટાઇલ પોર્ટેબલ સ્ક્રીન
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે નવી પોર્ટેબલ સ્ક્રીન અને એન્ટરટેઈનમેન્ટ ડિવાઈસ ફ્રીસ્ટાઈલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફ્રીસ્ટાઇલ એ પ્રોજેક્ટર, સ્માર્ટ સ્પીકર અને એમ્બિયન્ટ લાઇટિંગ ડિવાઇસ છે, જે હલકી અને પોર્ટેબલ પણ છે. તેનું વજન માત્ર 830 ગ્રામ છે. આ ડિવાઇસ કોઈપણ જગ્યાને સ્ક્રીનમાં કન્વર્ટ કરવાનું સરળ બનાવે છે. આ એક ફ્રી સ્ટાઇલ પ્રોજેક્ટર છે, જે બોક્સ પ્રોજેક્ટર સિવાય 180 ડિગ્રી સુધી ફરે છે. તમે તેમાં હાઈ રિઝોલ્યુશન વીડિયો પણ જોઈ શકો છો. આ ઉપરાંત, તે ટેબલ, ફ્લોર, દિવાલ અથવા છતમાં સરળતાથી જોઈ શકાય છે. આ માટે અલગ સ્ક્રીનની જરૂર નથી હોતી.
2. માઇક્રો LED, નિયો QLED અને લાઇફસ્ટાઇલ ટીવી
સેમસંગની મોડર્ન ડિસ્પ્લે તરીકે માઇક્રો LED 25 મિલિયન માઇક્રોમીટર શેપની LED માટે બેસ્ટ ઇન ક્લાસ પિક્ચર ક્વોલિટી આપે છે, જેમાં કલરનું બેસ્ટ કોમ્બિનેશન જોવા મળે છે. આ શોમાં સેમસંગે 110 ઇંચ, 101 ઇંચ અને 89 ઇંચની ત્રણ સાઇઝમાં માઇક્રો LED ટીવી રજૂ કર્યાં છે. 2022 માઇક્રો LEDમાં 20-બીટ ગ્રેસ્કેલ ડેપ્થનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની 99.99% સ્ક્રીન ટૂ-બોડી રેશિયો ઇમર્સિવ ડિઝાઇન સાથે જોવા મળે છે.
3. સોનીની ઇલેક્ટ્રિક કાર
સોનીએ શોમાં 7-સીટર SUV Vision-S 02નો પ્રોટોટાઈપ બતાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, CES 2020માં જે કાર બતાવવામાં આવી હતી, એ જ નામ આ કારને પણ આપવામાં આવ્યું છે. તેને કેવો રિસ્પોન્સ મળે છે એ જોયા બાદ કંપની વધુ કારના મોડેલ અને ટ્રક સુધી માર્કેટમાં લાવવાનું પ્લાનિંગ કરી રહી છે.
4. BMW iX કાર
BMW તેની તમામ iX ઈલેક્ટ્રિક કાર માટે ઇનોવેટિવ પેઇન્ટ સ્કીમ કલર ચેન્જ ઓપ્શન લઇને આવે છે. આ જર્મન ઓટોમોબાઇલ કંપનીએ શોમાં જણાવ્યું કે, તેમાં એક અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં તમે 1 બટનની મદદથી કારનો બહારનો કલર બદલી શકશો. આ સિવાય, કંપનીએ કલર વિશે અન્ય કોઈ વિગતો જાહેર કરી નથી. પરંતુ ટ્વિટર યુઝર 'આઉટ ઓફ સ્પેક સ્ટુડિયો' દ્વારા એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં કારનો રંગ બદલાઈ રહેલો જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.