2022 હ્યુન્ડાઈ ટક્સન લોન્ચ:ADAS ફીચરવાળી એકમાત્ર કાર, ડ્રાઇવર બોલે ત્યારે શરૂ થશે AC,કિંમત 27.69 લાખ રૂપિયાથી શરુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈએ 4th જનરેશનની ટ્યુશૉ (ટક્સન SUV)ને 27.69 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. નવી પેઢીની હ્યુન્ડાઈ આક્રમક ડિઝાઇન અને ઘણાં નવા અદ્યતન ફીચર્સ સાથે આવે છે, જેમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર-આસિસ્ટન્સ સિસ્ટમ)નો સમાવેશ થાય છે. ભારતમાં તેની ટક્કર જીપ કમ્પાસ, ફોક્સવેગન ટિગુઆન અને સિટ્રોન C5 એરક્રોસ જેવી કાર સાથે થાય છે.

આ SUVને સૌથી પહેલાં વર્ષ 2020માં ગ્લોબલી લોન્ચ કરવામાં આવી હતી. ચોથી પેઢીની ટ્યુશૉ વર્ષ 2021માં વિશ્વભરમાં સૌથી વધુ વેચાતી હ્યુન્ડાઈ મોડેલ તરીકે ઊભરી આવી હતી. વર્ષ 2004માં પહેલીવાર લોન્ચ થયા બાદ આ SUVએ 70 લાખથી વધુ યુનિટનું વેચાણ કર્યું છે. ભારતમાં, ટ્યુશૉએ સેલ્સચાર્ટમાં કોઈ સ્થાન મેળવ્યું નથી, પરંતુ નવીનતમ મોડેલ તેને બદલી શકે છે.

લુક અને ડિઝાઇન
આ કારની એક્સટિરીયર સ્ટાઈલ અપડેટ્સ એ એક સૌથી મોટો અને સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફાર છે. આ SUV વાહનની સેન્સેટિવ સ્પોર્ટી ડિઝાઇનની ફિલસૂફી બતાવે છે. આ કારની ડિઝાઇનમાં મેઈન એલિમેન્ટ્સ (પાર્ટ્સ) પેરામેટ્રિક ફ્રન્ટ ગ્રિલ સામેલ છે, જે LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સને ઈન્ટિગ્રેટ કરે છે. નવી હ્યુન્ડાઈ વેન્યૂમાં પણ આવી જ ગ્રિલ જોવા મળી રહી છે. એવી આશા રાખવામાં આવી રહી છે, કે નવી ક્રેટા SUVમાં પણ તે આપવામાં આવશે. પાછળના ભાગમાં અપડેટેડ LED ટેલ લાઇટ્સ છે, જે LED લાઇટ સ્ટ્રીપ સાથે જોડાયેલી છે.

અન્ય સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ (પાર્ટ્સ)માં વર્ટિકલ LED હેડલેમ્પ્સ, LED લાઇટ બાર સાથે LED ટેલલાઇટ્સ, નવા એલોય વ્હીલ્સ, સ્ક્વેર-ઓફ વ્હીલ કમાન, શાર્પ કેરેક્ટર લાઇન, રિયર સ્પોઇલર જેવાં ફીચર્સનો સમાવેશ થાય છે. આ SUV પહેલાંની સાપેક્ષે વધુ પડતી આક્રમક લાગી રહી છે.

એલેક્સાની મદદથી તમે કારનું એસી ઓન કરી શકો છો
એલેક્સાની મદદથી તમે કારનું એસી ઓન કરી શકો છો

કેબિન અને ફીચર્સ
કારની કેબિનમાં પણ ઘણાં અપડેટ્સ મળ્યાં છે. સિમ્પલ અને ક્લીન એપ્રોચ સાથે સંપૂર્ણપણે એક નવું ડેશબોર્ડ લેઆઉટ મળશે. તેની બરાબર નીચે ટચ કેપેસિટિવ ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલવાળી એક મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. બીજી વિશેષતાઓમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ગરમ અને હવા-ઉજાસવાળી ફ્રન્ટ સીટ, એમ્બિયન્ટ લાઇટિંગ, 360 ડિગ્રી કેમેરા, કીલેસ એન્ટ્રી અને ઓટો-ડિમિંગ IVRM અને મેમરી ફંક્શન સાથે ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ અને વાયરલેસ ચાર્જરનો સમાવેશ થાય છે.

ADAS અને સેફ્ટી ફિચર્સ
આ સેગમેન્ટની પહેલી એવી કાર હશે, જે લેવલ-2 ADAS ફીચર સાથે આવશે. તેને 19 હ્યુન્ડાઈ સ્માર્ટસેન્સ ADAS ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. માઉન્ટેન ક્લાઇમ્બિંગ અને લેન્ડિંગ કન્ટ્રોલ, 6 એરબેગ્સ, ABS,EBD,ESC,ઓટોમેટિક હેડલેમ્પ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ADS લેવલ-2, જેમાં સ્ટોપ એન્ડ ગો ફંક્શન સાથે ક્રુઝ કન્ટ્રોલ, લેન-કીપિંગ આસિસ્ટ, હાઇ બીમ આસિસ્ટ, વ્હીકલ ડિસાઇડ એલર્ટ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

એન્જિન અને પાવર
તેમાં બે એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે nu 2.0 લિટર પેટ્રોલ યુનિટ અને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે R 2.0-લિટર VGT ડીઝલ એન્જિન ઉપલબ્ધ થશે. પેટ્રોલ એન્જિન 156 PS પાવર અને 191 nm ટોર્ક ઉત્પન્ન કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 186 PS પાવર અને 416 nm પીક ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિઅન્ટમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ માટે 4WD લોક મોડ મળે છે. ટક્સન ત્રણ ટેરેન મોડ્સ સાથે આવે છે - સેન્ડ, મડ અને સ્નો.