તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • The Old fashioned Famous Car Ambassador Will Now Come In Electric Version, Covering A Distance Of 200 Km On A Single Charge

ઇ-કાર:જૂના જમાનાની ફેમસ કાર એમ્બેસેડર હવે ઇલેક્ટ્રિક વર્ઝનમાં આવશે, સિંગલ ચાર્જમાં 200 કિમીનું અંતર કાપશે

દિલ્હી3 મહિનો પહેલા

ઇન્ડિયન માર્કેટમાં જૂના જમાનામાં હિંદુસ્તાન એમ્બેસેડરની એક અલગ જ ઓળખ હતી. વર્ષ 1957થી શરૂ થયેલો સફj વર્ષ 2014 સુધી ચાલ્યો. ત્યારબાદ કંપનીએ આ કાર ઓફિશિયલ ડિસકન્ટિન્યૂ કરી દીધી. હવે હિંદુસ્તાન મોટર્સની આ ફેમસ કારની માલિક Peugeot SA પાસે છે. આ કાર એ સમયે આવનારી પહેલી ડીઝલ ગાડી હતી. પરંતુ હવે ટૂંક સમયમાં જ આ ગાડીનું ઇલેક્ટ્રિક વર્ઝન આવવાનું છે.

એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, દેશની ફેમસ કાર મોડિફિકેશન કંપની DC Design હવે એમ્બેસેડરના ઇલેક્ટ્રિક મોડેલ પર કામ કરી રહી છે. અગાઉ કંપની લોકલ માર્કેટમાં તેની DC Avanti સ્પોર્ટ કાર લોન્ચ કરી ચૂકી છે. તાજેતરમાં જ આ કારના ડિજિટલ રેન્ડરને ઇન્ટરનેટ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ઇલેક્ટ્રિક વર્ઝન e-Amby તરીકે શોકેસ થશે
જો કે, એવું નથી કે ડીસી ડિઝાઇન એમ્બેસેડરનું પહેલીવાર મોડિફિકેશન કરવા જઈ રહી છે. અગાઉ પણ કંપનીએ Phoenix કોન્સેપ્ટ રજૂ કર્યો હતો, જે એમ્બેસેડર પર જ બેઝ્ડ હતો. ત્યારબાદ કંપનીએ Aberoid રજૂ કર્યો હતો, જેમાં વધારે ફ્યુટરિસ્ટિક ડિઝાઇન અને ગલવિંગ ડોર્સ આપવામાં આવ્યા હતા. હવે કંપની તેના ઇલેક્ટ્રિક વર્ઝનને e-Amby તરીકે શોકેસ કરશે.

ડ્રાઇવિંગ રેન્જ
આ કારમાં પણ કંપની ગલવિંગ ડોર્સનો ઉપયોગ કરી શકે છે. જો કે, આ કારના સ્પેસિફિકેશન્સ વિશે હજી ઓફિશિયલી કોઈ જાણકારી નથી મળી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, DC દ્વારા એ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, આ કારમાં કંપી 160kWh કેપેસિટીની બેટરી આપશે, જે સિંગલ ચાર્જમાં 190થી 200 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ બેટરીને ફુલ ચાર્જ થવામાં 5થી 6 કલાકનો સમય લાગશે.

વધારે લાંબી અને પહોળી હશે
એમ્બેસેડર ઇલેક્ટ્રિકનો શેપ પણ પહેલા કરતાં અલગ હશે. રેગ્યુલર મોડેલ કરતાં આ 200mm વધારે લાંબી અને 100mm સુધી વધારે પહોળી હશે. આ ઉપરાંત, તેની ઉંચાઈ પણ 50mm સુધી વધારવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ કાર ફક્ત 4.5થી 5 સેકંડમાં જ કલાક દીઠ 0થી 100 કિમીની સ્પીડ પકડવામાં સક્ષમ હશે. આ કાર તૈયાર કરવામાં 45% કમ્પોનન્ટ્સ લોકલી જ અસેમ્બલ કરવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો