'સિટ્રોન C5 એરક્રોસ' આજે લોન્ચ થશે:નવી SUV 7 કલરમાં ઉપલબ્ધ રહેશે, કિંમત અંદાજે 30થી 33 લાખ રૂપિયા, જાણો ફીચર્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્રાન્સની કંપની સિટ્રોન આજે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ નવી SUV 'સિટ્રોન C5 એરક્રોસ' લોન્ચ કરશે. આ કાર 7 અલગ-અલગ કલર કોમ્બિનેશનના C5 એરક્રોસ 5 અલગ-અલગ મોડમાં જોવા મળશે. આ કારની કિંમત 30થી 33 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે, પરંતુ લોન્ચિંગ બાદ જ કારની સાચી કિંમત વિશે જાણી શકાશે. આ પહેલાં કંપનીએ 20 જુલાઈએ 'સિટ્રોન સી3 એરક્રોસ' લોન્ચ કરી હતી.

5 અલગ-અલગ મોડના વિકલ્પમાં જોવા મળશે
5 સીટર કારમાં બમ્પર રિશેપિંગ, નવી હેડલાઇટ્સ અને ટેલ લેમ્પ્સ સહિત નવાં એલોય વ્હીલ પણ જોવા મળશે. કંપનીના ફેસલિફ્ટ મોડલે આ વર્ષે જાન્યુઆરીમાં વૈશ્વિક દુનિયામાં પ્રવેશ કર્યો હતો. સ્ટાન્ડર્ડ (ઇએસસી), સ્નો, ઓલ ટેરેન, સેન્ડ અને ટ્રેક્શન કન્ટ્રોલ ઓફ મોડ્સમાં પણ ઉપલબ્ધ થશે.

ડેશબોર્ડમાં એપલ કાર પ્લે કનેક્ટિવિટી
'સિટ્રોન C5 એરક્રોસ'માં ઇનોવેટિવ લે આઉટ આપવામાં આવશે. આ કારમાં ફ્રી-સ્ટેન્ડિંગ 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3 સે.મી.નું ડિજિટલ ક્લસ્ટર પણ મળશે. એપલ કાર-પ્લે અને એન્ડ્રોઇડ કનેક્ટિવિટી પણ રહેશે. નવા એસી વેન્ટ્સ, વધુ સારી સીટ કુશનિંગ, હીટિંગ અને કૂલિંગ ફંક્શનની સાથે 15 એમએમનું વધારાનું પેડિંગ પણ મળશે.

કાર શાઇન અને ફીલ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે
'સિટ્રોન C5 એરક્રોસ' કારને 'શાઇન' અને 'ફીલ' વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. એર ક્વોલિટી સિસ્ટમ(AQS)માં પોલ્યુશન ફિલ્ટર, એક્ટિવ કાર્બનફિલ્ટર અને એક્ટિવ ઓર્ડર ફિલ્ટરની પણ સુવિધા મળશે. આ સાથે ડ સેફ્ટી માટે 6 એરબેગ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ સાથે કોફી બ્રેક એલર્ટ પણ હશે.

પ્રીમિયમ ફીલનો દાવો
કારની આગળની સાઇડ પર ડબલ શેવરોન ડિઝાઇન, પાવરફુલ કર્વ્ડ સાઇડ પેનલ અને 360 ડીગ્રી વ્યૂ પોઇન્ટ સાથે કંપનીએ દાવો કર્યો છે કે નવી એસયુવીથી કસ્ટમરને પ્રીમિયમ ફીલ મળશે. રિયર લાઇટ્સમાં 4 લંબચોરસ આકારના 3ડી એલઇડી મોડ્યૂલ સાથે કારનું બ્રોડ સ્ટાન્સ જોવા મળી રહ્યું છે, 52.6 લિટરની ફ્યુઅલ ટેન્કની ક્ષમતામાં 18.6 kmplની કાર્યક્ષમતાનો દાવો કરવામાં આવ્યો હતો.

7 કલર અને 2.0 લિટર ડીઝલ એન્જિન
આ કાર 4 બોડી કલર અને 3 રૂફ કલર ઓપ્શન સહિત કુલ 7 કલર કોમ્બિનેશનમાં ઉપલબ્ધ થશે. 2.0 લિટર ડીઝલ એન્જિનના પાવરથી 175 bhp અને 400 Nm પિક ટોર્કને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન માટે ઉત્પન્ન કરે છે. બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં લોન્ચિંગ દરમિયાન કંપનીએ ઘણાં એડવાન્સ ફીચર્સને ઉમેર્યાં હતાં. આ સ્થિતિમાં ભારતમાં લોન્ચિંગ રોમાંચક બની શકે છે.