અપકમિંગ / નવી મારૂતિ બ્રેઝા 'CNG' વેરિઅન્ટ સાથે આવી શકે છે

The new Maruti Brezza may come with the 'CNG' variant

Divyabhaskar.com

Sep 09, 2019, 11:54 AM IST

ઓટો ડેસ્કઃ દિગ્ગજ કાર કંપની મારુતિ સુઝુકીની 'વિટારા બ્રેઝા' કાર ભારતમાં પોપ્યુલર છે. હ્યુન્ડાઈ વેન્યૂ (Hyundai Venue) લોન્ચ નહોતી થઈ ત્યાં સુધી આ કાર ત્રણ વર્ષથી બેસ્ટ સેલર હતી. હવે મારુતિ આ કારનું વેચાણ વધારવાનું વિચારી રહી છે. તેથી આ કારનું CNG વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

CNG એન્જિનવાળાં સેગમેન્ટની એકમાત્ર કાર
જો કંપની આ કારને CNG સાથે લોન્ચ કરે છે તો તે પોતાના સેગમેન્ટમાં CNG એન્જિનવાળી એકમાત્ર કાર બની જશે. BS6 એમિશન નોર્મ્સને પગલે કંપની પોતાની નાની ડીઝલ કારોનું પ્રોડક્શન બંધ કરી રહી છે.

નવી બ્રેઝામાં આ ખાસિયતો હશે
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મારુતિ સુઝુકી નવી વિટારા બ્રેઝામાં સનરુફ અને સાઈડ એરબેગ્સ (એટલે કે કુલ 4 એકબેગ્સ) હશે. કંપનીએ મલ્ટીપલ એરબેગ્સ અને સનરૂફ માટે વેન્ડર્સ પાસેથી નોટિસ ઈન્વાઈટિંગ ટેન્ડર (NIT) મગાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, હરીફ એસયૂવીના કારણે આ ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે, મારુતિ બ્રેઝાની ત્રણ મુખ્ય હરિફ હ્યુન્ડાઈ વેન્યૂ, ફોર્ડ ઈકોસ્પોર્ટ અને મહિન્દ્રા એક્સયૂવી300માં આ ફિચર્સ સામેલ છે.

આ પહેલાં આવેલા રિપોર્ટમાં જાણકારી સામે આવી હતી કે, નવી બ્રેઝામાં પેટ્રોલ એન્જિન હશે. તેમાં મારુતિ સિયાઝનું 1.5 લીટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવે તેવી સંભાવના છે. આ એન્જિન 103bhpનો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. બ્રેઝાના વર્તમાન મોડલમાં 1.3 લીટરનું ડીઝલ એન્જિન છે, જે 89bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે.

કેટલાંક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે, નવી બ્રેઝામાં 1.5 લીટરનું ડીઝલ એન્જિન મળશે. જો કે, મારુતિ સુઝુકી BS6 એમિશન નોર્મ્સ લાગૂ થયા બાદ એપ્રિલ 2019થી ડીઝલ એન્જિન બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. એવામાં નવી બ્રેઝા ડીઝલ એન્જિન સાથે આવશે નહીં તેને હજી સુધી સ્પષ્ટ નથી.

X
The new Maruti Brezza may come with the 'CNG' variant

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી