કન્ફર્મ / નવી હ્યુન્ડાઇ ક્રેટા ભારતમાં 17 માર્ચે લોન્ચ થશે, કિંમત ₹10 લાખથી ₹16 લાખ વચ્ચે રહેવાની શક્યતા

The new Hyundai Creta will launch in India on March 17

Divyabhaskar.com

Feb 13, 2020, 11:56 AM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ ઓટો એક્સપોમાં પહેલા જ દિવસે ન્યૂ જનરેશન હ્યન્ડાઇ ક્રેટા શોકેસ કરી હતી. હવે આ કારની લોન્ચિંગ ડેટ જાહેર થઈ ગઈ છે. નવી ક્રેટા 17 માર્ચના રોજ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે. કરન્ટ મોડેલ કરતાં આ નવી કારનો લુક ઘણો અલગ છે. આ સાથે જ આ એસયુવીનું ઇન્ટિરિયર પણ નવું હશે. નવી હ્યુન્ડાઇ ક્રેટામાં BS-6 માન્ય એન્જિન આપવામાં આવ્યું છે.

ડ્યુઅલ ટોનનાં એલોય વ્હીલ્સ
નવી ક્રેટાના એક્સટિરિયરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તેના ફ્રંટમાં હ્યુન્ડાઇની મોટી કેસ્કેડિંગ ગ્રિલ, LED DRL સાથે સપ્લિટ LED હેડલેમ્પ સેટઅપ અને ફોક્સ સ્કિડ પ્લેટ સાથે નવું બંપર આપવામાં આવ્યું છે. સાઇડમાં આપવામાં આવેલા સ્ક્વેર વ્હીલ આર્ચ તેને મસ્ક્યુલર લુક આપે છે. નવી ક્રેટામાં ડ્યુઅલ ટોનના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. રિઅરમાં ફોક્સ સ્કિડ પ્લેટ્સ અને સ્પ્લિટ LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે.

નવી કાર ચાઇનીઝ મોડેલ iX25થી અલગ
હ્યુન્ડાઇએ ઓટો એક્સપોમાં નવી ક્રેટાના ઇન્ટિરિયર વિશે કોઈ જાણકારી નથી આપી. પરંતુ તેને બહારથી જોઇને એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ન્યૂ જનરેશન ક્રેટાનું ઇન્ટિરિયર ચાઇનીઝ મોડેલ iX25થી અલગ હશે. નવી ક્રેટામાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લુલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ અને પેનોરમિક સનરૂફ જેવાં ફીચર્સ હશે. કરન્ટ મોડેલ કરતાં નવી ક્રેટાની લંબાઈ 30mm વધારે છે, જેમાં પહેલાં કરતાં વધારે સારી કેબિન સ્પેસ મળશે.

એન્જિન
ન્યૂ જનરેશન ક્રેટામાં સેલ્ટોસવાળું એન્જિન મળવાની અપેક્ષા છે. એટલે કે તેમાં BS-6 કમ્પ્લાયન્ટ 1.5 લિટર પેટ્રોલ, 1.5 લિટર ડીઝલ અને 1.4 લિટક ટર્બો પેટ્રોલ એન્જિનના ઓપ્શન હશે. ત્રણેય એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ મળશે. 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે CVT ઓટોમેટિક ગિયરબોક્સ, 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ અને 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ માટેના પણ ઓપ્શન્સ હશે.

કિંમત
સેકન્ડ જનરેશન ક્રેટાની કિંમત 10 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા વચ્ચે રહેવાની શક્યતા છે. માર્કેટમાં તેની ટક્કર કિઆ સેલ્ટોસ, એમજી હેક્ટર અને ટાટા હેરિયર જેવી એસયુવી સાથે થશે.

X
The new Hyundai Creta will launch in India on March 17

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી