તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો ડેસ્ક. ભારતીય માર્કેટમાં હ્યુન્ડાઈ ક્રેટા 17 માર્ચે લોન્ચ થશે. તેને ફેબ્રુઆરીની શરૂઆતમાં યોજાયેલ ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. હ્યુન્ડાઈએ લોન્ચિંગ પહેલાં SUV વિશે ધણી માહિતી શેર કરી હતી. નવી ક્રેટા અમુક હદ સુધી તેના ચાઈનિઝ મોડેલ ix25 જેવી દેખાય છે. જો કે, તેનું ઇન્ટિરિયર ix25થી અલગ છે.
નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઈ ક્રેટા બે ઈન્ટિરિયર કલર ઓપ્શનમાં આવશે. તેના મોટાભાગના વેરિઅન્ટ ડ્યુઅલ ટોન બ્લેક અને બેઝ ઇન્ટિરિયર કલરમાં આવશે. તેના ટોપ વેરિઅન્ટ SX(O)નું ઈન્ટિરિયર કોન્ટ્રાસ્ટ રેડ સ્ટિચિંગની સાથે સંપૂર્ણ બ્લેક કલરનું હશે. કોન્ટ્રાસ્ટ રેડ સ્ટિચિંગ SUVની સીટ્સ, આર્મરેસ્ટ અને સ્ટીયરિંગ વ્હીલ પર જોવા મળશે. આ ઈન્ટિરિયર સ્કીમ હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 નિયોસ ટર્બો અને ઓરા કારની જેવું હશે.
પાવરઃ
નવી ક્રેટાના ટોપ વેરિઅન્ટમાં 1.4 લીટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે, જે કિઆ સેલ્ટોસમાં આપવામાં આવ્યું છે. એન્જિન પેડલ શિફ્ટર્સની સાથે 7 સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ ટર્બો પેટ્રોલ એન્જિન 138bhp પાવર જનરેટ કરે છે.
ટર્બો -પેટ્રોલ ઉપરાંત નવી ક્રેટામાં 1158bhp પાવરવાળુ 1.5 લીટર પેટ્રોલ અને 115bhp પાવરવાળું 1.5 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનનો ઓપ્શન પણ મળશે. આ બંને એન્જિનની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ છે. પેટ્રોલ એન્જિનની સાથે સીવીટી અને ડીઝલ એન્જિનની સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. ક્રેટાના પેટ્રોલ વેરિઅન્ટમાં 16.8 કિલોમીટર પ્રતિ લીટર માઈલેજ મળશે. જ્યારે ડીઝલ વેરિઅન્ટમાં 21.4 કિલોમીટર પ્રતિ લીટર માઈલેજ મળશે.
ફીચર્સ
3.5 ઈંચનું મોનો ટીએફટી મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે, 7 ઈંચનું ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ફ્રંટ વેન્ટિલેટર સીટ, રિમોટ એન્જિન સ્ટાર્ટ અપ, 8 સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, ઓટો હોલ્ડ ફંક્શનવાળા ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, 6 એરબેગ્સ જેવા ફીચર્સ કારના ટોપ એન્ડ મોડલમાં મળશે. આ સાથે નવી ક્રેટામાં ડી-કટ સ્ટીયરિંગ વિથ ટિલ્ટ એડજસ્ટમેન્ટ, સીટ બેલ્ટ રિમાઈન્ડર, રિયર પાર્કિંગ સેંસર્સ, સ્પીડ સેંસિગ ડોર લોક્સ અને હાઈ સ્પીડ એલર્ડ જેવી સ્ટાન્ડર્ડ ફીચર્સ પણ મળશે.
આ SUVને ટક્કર આપશે
નવી ક્રેટા પાંચ વેરિઅન્ટ લેવલઃ E, EX, S, SX, SX (O) અને કુલ 14 વેરિઅન્ટમાં આવશે. આ SUV 10 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. નવી ક્રેટાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. માર્કેટમાં તેની ટક્કર કિઆ સેલ્ટોસ, એમજી હેક્ટર અને નિસાન કિક્સ જેવી SUV સાથે થશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.