મારુતિની ઓફ રોડર જિમ્ની લોન્ચ:પ્રીમિયમ suv ફ્રોનક્સ પણ લોન્ચ, બુકીંગ ફક્ત 11,000થી શરૂ

એક મહિનો પહેલા

ઓટો એક્સપોના બીજા દિવસે મારુતિ સુઝુકીએ પોતાની ઓફ રોડર એસયુવી જિમ્નીને લોન્ચ કરી છે. જિમ્ની ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર છે. મારુતિ છેલ્લા પાંચ વર્ષથી તેને અલગ અલગ ઇવેન્ટમાં બતાવી રહી છે, પરંતુ આખરે તેને 2023માં લોન્ચ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, લોન્ચિંગની સાથે જ તેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જિમ્નીનું 4 વ્હીલ ડ્રાઇવ અને 5 ડોર વર્ઝન ભારતમાં લાવવામાં આવ્યું છે. આ ઓફ રોડર કારમાં 1.5 લીટર, 4 સિલિન્ડર કે-15-બી પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. તે 6,000 આરપીએમ પર 101 બીએચપી પાવર અને 4,000 આરપીએમ પર 130 એનએમ ટોર્ક જનરેટ કરશે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ઓપ્શનમાં મળશે. આ એસયુવીમાં વોશર સાથે ઓટો એલઇડી હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે.

જિમ્ની ઓફ-રોડરમાં 1.5-લિટર, 4-સિલિન્ડર કે15બી પેટ્રોલ એન્જિન આપવામાં આવશે.
જિમ્ની ઓફ-રોડરમાં 1.5-લિટર, 4-સિલિન્ડર કે15બી પેટ્રોલ એન્જિન આપવામાં આવશે.

મારુતિનું કહેવું છે કે આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં જિમ્ની રસ્તાઓ પર જોવા મળશે. એટલે કે કંપનીએ એસયુવીના પ્રોડક્શન માટે પૂરી તૈયારી કરી લીધી છે. આ ઓફ-રોડર કારમાં 1.5 લિટર, 4 સિલિન્ડર કે-15-બી પેટ્રોલ એન્જિન હશે. તે 6,000 આરપીએમ પર 101 બીએચપી પાવર અને 4,000 આરપીએમ પર 130 એનએમ ટોર્ક જનરેટ કરશે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક શામેલ છે.

MGએ હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી કાર લોન્ચ કરી
એક્સ્પોના બીજા દિવસની શરૂઆતમાં એમજીએ હાઇડ્રોજન ફ્યુઅલ સંચાલિત કાર Euniq 7ને લોન્ચ કરી હતી. આ કારમાં P390 ફ્યુઅલ સેલ છે. કંપનીનું કહેવું છે કે તેની 6.4 લીટરની ટેન્કને રિફ્યુઅલ કરવામાં માત્ર ત્રણ મિનિટનો સમય લાગશે. આ સાથે જ પૂર્ણ ટેન્ક સાથે તેની રેન્જ 605 કિ.મી. કંપનીએ તેને ક્લીન મોબિલિટી માટે મહત્વનું ગણાવ્યું છે.

મારુતિએ પ્રીમિયમ SUV ફ્રેન્ક્સ પણ લોન્ચ કરી
મારુતિ સુઝુકીએ પોતાની પ્રીમિયમ SUV ફ્રેન્ક્સ પણ લોન્ચ કરી છે. યુવા વર્ગને ધ્યાનમાં રાખીને તેને 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેમાં આપવામાં આવેલી સુવિધાઓ તેને ગ્રાહકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરે છે. ખાસ વાત એ છે કે લોન્ચિંગની સાથે જ બંને વાહનોનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. મારુતિ તેને તેની પ્રીમિયમ ડીલરશીપ નેક્સા દ્વારા વેચશે.

મારુતિએ પ્રીમિયમ SUV ફ્રેન્ક્સ પણ લોન્ચ કરી છે.
મારુતિએ પ્રીમિયમ SUV ફ્રેન્ક્સ પણ લોન્ચ કરી છે.

તો બીજી તરફ એમજી તેના ઇલેક્ટ્રિક વાહનને પણ રજૂ કરશે. આ કાર સોલર સિસ્ટમથી ઓપરેટ કરવામાં આવશે. આ ઉપરાંત ઇસુજુ, અલ્ટ્રાવાયોલેટ, જ્યુપિટર અને બેનેલી જેવી કંપનીઓ પણ પોતાના વાહનો રજૂ કરશે. એક્સ્પોના પહેલા દિવસનું નામ ઇલેક્ટ્રિક વાહનોના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અહીં તમામ કંપનીઓએ મળીને 59 વાહનો રજૂ કર્યા કર્યા હતા.

પહેલા દિવસે ટાટા કર્વને ઇલેક્ટ્રિક એક્સક્લૂઝિવ એસયુવી તરીકે લોન્ચ કરવામાં આવી છે, એટલે કે તેમાં કોઇ પેટ્રોલ-ડીઝલ વર્ઝન નથી.
પહેલા દિવસે ટાટા કર્વને ઇલેક્ટ્રિક એક્સક્લૂઝિવ એસયુવી તરીકે લોન્ચ કરવામાં આવી છે, એટલે કે તેમાં કોઇ પેટ્રોલ-ડીઝલ વર્ઝન નથી.

ઘણા મોટા વાહન ઉત્પાદકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્કોડા, ફોક્સવેગન અને નિસાનની સાથે લક્ઝરી વ્હીકલ કંપનીઓ મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ અને ઓડીએ આ ઇવેન્ટમાં હાજરી આપી નથી. આ સિવાય હીરો મોટોકોર્પ, બજાજ ઓટો અને ટીવીએસ મોટર કંપની જેવી મોટી ટૂ-વ્હીલર કંપનીઓની હાજરી ઇથેનોલ પેવેલિયનમાં તેમના 'ફ્લેક્સ ફ્યુઅલ' પ્રોટોટાઇપ વાહનોના ડિસ્પ્લે સુધી મર્યાદિત રહ્યા છે.

ઓટો એક્સપો 2023ના પહેલા દિવસે બુધવારે 59 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી, 6થી વધુ કંપનીઓએ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી હતી. મારુતિ, હ્યુન્ડાઇ, ટાટા, કિયા, એમજી અને બીવાયડી જેવી દેશી અને વિદેશી કંપનીઓએ અહીં લગભગ 15 ઇવી કાર બતાવી હતી. આ કાર 2023થી 2025 વચ્ચે ભારતીય બજારમાં આવી શકે છે.

ઓટો એક્સપો-2023 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ 11 અને 12 જાન્યુઆરી મીડિયા માટે રિઝર્વ્ડ (આરક્ષિત) છે. 13થી 18 જાન્યુઆરી દરમિયાન સામાન્ય લોકો માટે તેનું આયોજન કરવામાં આવશે. એનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે.

આ એક્સપો જોવા માટે કેટલી ટિકિટ રહેશે?
જો તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા હો તો તમારે તેના માટે ટિકિટ લેવી પડશે. ટિકિટની કિંમત દિવસ પ્રમાણે બદલાશે. 13 જાન્યુઆરીએ તેની કિંમત 750 રૂપિયા રાખવામાં આવી છે. ટિકિટ પર માત્ર એક જ વ્યક્તિને એન્ટ્રી મળે છે. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની ટિકિટ લેવી પડશે નહીં. આ ઇવેન્ટની ટિકિટ તમે ‘bookmyshow’ એપ પરથી ખરીદી શકો છો.