• Gujarati News
  • Utility
  • Automobile
  • The MG Aster SUV Comes With AI Enabled Technology, Equipped With More Than 80 Internet Features, This Car Can Ask Any Question.

ન્યૂ ટેક્નોલોજી:MG એસ્ટર SUVમાં AI એનેબલ ટેક્નોલોજી મળશે, 80થી વધુ ઇન્ટરનેટ ફીચર્સથી સજ્જ આ કારને કોઈપણ સવાલ પૂછી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

MG હેક્ટર અને MG ગ્લોસ્ટર લોન્ચ કર્યાં બાદ ઇન્ડિયન ઓટો માર્કેટમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારી બ્રિટિશ ઓટોમોબાઇલ કંપની MG મોટર્સે નવી MG એસ્ટર SUV રજૂ કરી છે. આ ભારતમાં પહેલી AI એનેબલ ટેક્નોલોજીથી સજ્જ કાર છે. પ્રીમિયમ ફીચર્સથી સજ્જ આ કારનાં લોન્ચિંગને લઇને કંપનીએ કોઈ ખુલાસો નથી કર્યો. જો કે, આગામી અઠવાડિયાંથી તેને ડીલરશિપ પર જોઈ શકાશે. તેમજ, 19 સપ્ટેમ્બરથી તેનું બુકિંગ પણ શરૂ થઈ જશે.

જિયો ઇ-સિમ કનેક્ટેડ કાર ફીચર
MGએ આ કારને અનેક એડવાન્સ્ડ ટેક્નોલોજી અને ફીચર્સથી સજ્જ કરી છે. તેનાં ડેશબોર્ડ પર 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, જેમાં જિયો ઇ-સિમ કનેક્ટેડ સુવિધા મળશે. આ ફીચર AI બેઝ્ડ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે યુઝર વોઇસ કમાન્ડ ફોલો કરતા તમામ સવાલોના જવાબો આપશે. આ કાર હેડ ટર્નર, વિકિપીડિયા, જોક્સ, ન્યૂઝ, ઇમોજી, ચિટ-ચેટ, ફેસ્ટિવલ ગિફ્ટ. નેવિગેશન, મ્યૂઝિક, સિલેક્ટ ઇન કાર કન્ટ્રોલ્સ, ક્રિટિકલ ઇન કાર વોર્નિંગ, નોઝ હિંગ્લિશ જેવાં ફીચર્સ સપોર્ટ કરે છે. તેમાં 80 કરતાં પણ વધુ ઇન્ટરનેટ ફીચર્સ મળશે.

6 એરબેગ સાથે લેન ચેન્જ આસિસ્ટ, ઇન્ટેલિજન્ટ હેડલેમ્પ કન્ટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન જેવાં ફીચર્સ મળશે
6 એરબેગ સાથે લેન ચેન્જ આસિસ્ટ, ઇન્ટેલિજન્ટ હેડલેમ્પ કન્ટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન જેવાં ફીચર્સ મળશે

સેફ્ટી ફીચર્સ
એસ્ટરમાં 27 પ્રીમિયમ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં 6 એરબેગ સાથે લેન ચેન્જ આસિસ્ટ, ઇન્ટેલિજન્ટ હેડલેમ્પ કન્ટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, રિઅર ક્રોસ ટ્રાફિક અલર્ટ, સ્પીડ આસિસ્ટ સિસ્ટમ, લેન કીપ આસિસ્ટ, ફોરવર્ડ કોલિજન વોર્નિંગ જેવાં ઘણાં સેફ્ટી ફીચર્સ સામેલ છે.

કારમાં એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) ફીચર પણ મળશે. આ ફીચર MG ગ્લોસ્ટર, મહિન્દ્રા XUV700 જેવી મોટી SUVમાં જોવા મળ્યું છે. એટલે કે મિડસાઇઝ SUV સેગમેન્ટમાં આ ફીચરથી સજ્જ પહેલી કાર જોવા મળશે.

એન્જિન ડિટેલ્સ
આ SUV બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. તેમાં પહેલું 1.5 લિટર નેચરલી અસ્પાયર્ડ પેટ્રોલ એન્જિન છે, જે 110hp પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 8-સ્ટેપ CVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં બીજો ઓપ્શન 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો છે. આ 140hp પાવર અને 220Nm ટોર્ક જનરેટ કરે છે. આ માત્ર 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શનમાં મળશે.

SUVમાં ત્રણ સ્ટિયરિંગ મોડ આપવામાં આવ્યા છે
SUVમાં ત્રણ સ્ટિયરિંગ મોડ આપવામાં આવ્યા છે

ફીચર્સ
આ મિડ સાઇઝ SUVમાં ત્રણ સ્ટિયરિંગ મોડ આપવામાં આવ્યા છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, તેમાં 90% કવરેજ પેનોરમિક સ્કાયરૂફ મળશે. ફ્રંટ અને રિઅર પેસેન્જર્સ માટે આર્મરેસ્ટ આપવામાં આવી છે, જે જર્નીને આરામદાયક બનાવે છે. ગાડીની લંબાઈ 4323mm, ઊંચાઈ 1650mm અને પહોળાઈ 1809mm છે. તેને 3 ઇન્ટિરિયર કલર જેવા ડ્યુઅલ ટોન સાંગ્રિયા રેડ, ડ્યુઅલ ટોન આઇકોનિક આઇવરી અને ટક્સેડો બ્લેકમાં રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...