વિશ્વની સૌથી મોંઘી કાર:મર્સિડીઝ બેન્ઝ 300 SLR 1100 કરોડમાં વેચાઈ, 1995માં બન્યા હતા આવા ફક્ત બે મોડેલ
જો લક્ઝુરિયસ કાર્સની વાત કરીએ તો સૌથી પહેલાં જીભ પર મર્સિડીઝ બેન્ઝનું નામ આવે છે. આ જર્મન કાર કંપનીની એક કારની હાલમાં જ હરાજી કરવામાં આવી છે. આ પછી મર્સિડીઝ બેન્ઝ 300 SLR દુનિયાની સૌથી મોંઘી હરાજીવાળી કાર બની ગઈ છે. વર્ષ 1955ની મર્સિડિઝ બેન્ઝ 300 SLR મોડેલની એક ખાનગી હરાજીમાં લગભગ 1100 કરોડ રૂપિયા (143 મિલિયન ડોલર)માં હરાજી કરવામાં આવી હતી. અહેવાલો મુજબ આ કાર એક અમેરિકન બિઝનેસમેન ડેવિડ મૈકનીલે ખરીદી છે.
મર્સીડીઝે 300 SLRને વર્ષ 1955માં બનાવીને તૈયાર કરી હતી
કંપનીએ Mercedes-Benz 300 SLRના બે મોડલ બનાવ્યા હતા. ત્યારથી જ મર્સિડીઝ બેન્ઝ આ કારની દેખરેખ કરી રહી છે.
Mercedes-Benz 300 SLR તેના દેખાવ અને પરફોર્મન્સના કારણે વિશ્વની સૌથી પ્રખ્યાત અને મોંઘી ક્લાસિક કારમાં સ્થાન ધરાવે છે.
આ એક રેસિંગ કાર છે, જેનો લુક એકદમ શાનદાર છે. તેમાં 3.0 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે, આ કારની ટોપ સ્પીડ 180 કિમી પ્રતિ કલાકની છે.
વર્ષ 1956માં બનેલી સૌથી મોંઘી મર્સિડીઝ બેન્ઝ 300 SLRને પ્રેમથી 'મોનાલિસા ઑફ કાર્સ' કહેવામાં આવે છે.
કંપનીએ આ હરાજીને ગુપ્ત રાખી હતી અને માત્ર 10 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા, જે ઓટોમોબાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા.
જર્મનીના સ્ટુટગાર્ટમાં આવેલા મર્સિડીઝ બેન્ઝ મ્યુઝિયમમાં હરાજી કરવામાં આવી હતી.
આ હરાજીએ ફેરારી 250 GTO (Ferrari 250 GTO)નો હરાજીનો રેકોર્ડ તોડ્યો છે, જે 542 કરોડ રૂપિયા (70 મિલિયન ડોલર)માં વેંચાઈ હતી.