• Gujarati News
  • Utility
  • Automobile
  • The Lucid Car Will Also Overtake Tesla In Speed, This E car Capable Of Covering A Distance Of 837 Km On A Single Charge.

કોમ્પિટીશન:લ્યુસિડ કાર સ્પીડમાં ટેસ્લાને પણ પાછળ પાડશે, આ ઇ-કાર સિંગલ ચાર્જમાં 837 કિમીનું અંતર કાપવામાં સક્ષમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક ગાડીઓના માર્કેટ પર અત્યાર સુધી ટેસ્લાનું પ્રભુત્વ હતું. ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓ માર્કેટમાં કોમ્પિટીશન વગર ટોપ પર રહી છે. પરંતુ હવે ઇલેક્ટ્રિક માર્કેટમાં ટેસ્લાને ટક્કર આપવા અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ પોતાની પાવરફુલ પ્રોડક્ટ્સ લઇને આવી છે. તેમાં એક કંપની છે લ્યુસિડ મોટર્સ. આ એક અમેરિકન સ્ટાર્ટઅપ છે. આ કંપનીએ દાવો કર્યો છે કે, તેની એર ડ્રીમ એડિશન કાર ફુલ ચાર્જ થયા બાદ 837 કિમીનું અંતર કાપી શકે છે, જે ટેસ્લાના મોડેલ S લોન્ગ રેન્જથી 161 કિમી વધારે છે.

20 મિનિટના ચાર્જિંગમાં કાર 482 કિમીનું અંતર કાપશે
20 મિનિટના ચાર્જિંગમાં કાર 482 કિમીનું અંતર કાપશે

કિંમત
આ કાર માત્ર 2.7 સેકંડમાં કલાક દીઠ 100 કિમીની સ્પીડ પકડી શકે છે. લ્યુસિડનો દાવો છે કે, 20 મિનિટના ચાર્જિંગમાં તેની કાર 300 માઇલ એટલે કે 482 કિમીનું અંતર કાપી શકે છે. આ કારની કિંમત 57 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ કારને લોન્ગેસ્ટ રેન્જ EV ગણાવી
એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ કારને લોન્ગેસ્ટ રેન્જ EV ગણાવી

એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એજન્સી (EPA)ના રેટિંગે લ્યુસિડની કારને ઇલેક્ટ્રિક સિડેન માર્કેટમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી EV ગણાવી છે.

અન્ય સમાચારો પણ છે...