તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:ચાર કલર ઓપ્શન સાથે લોન્ડ રોવર Velar SUV ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 79.87 લાખ રૂપિયા

3 મહિનો પહેલા

જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ તેની નવી 2021 Range Rover Velar SUV ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ 5 સીટર કાર છે, જેને કંપનીએ પેટ્રોલ અને ડીઝલ બંને મોડેલમાં માર્કેટમાં ઉતારી છે. નવી Velarની ઇન્ડિયન માર્કેટમાં પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 79.87 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ટાટા ટાટા મોટર્સની માલિકીની બ્રિટીશ લક્ઝરી કાર ઓટોમોબાઇલ કંપનીએ ભારતમાં તેના વેલરની ડિલિવરી શરૂ કરી દીધી છે. 2021 Range Rover Velarના પેટ્રોલ એન્જિનવાળા મોડેલની એક્સ શો રૂમ કિંમત 79.87 લાખ રૂપિયા છે. તેમજ, તેના ડીઝલ મોડેલની એક્સ શો રૂમ કિંમત 79.87 લાખ રૂપિયા છે.

પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સામેલ
પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સામેલ

એન્જિન ડિટેલ્સ
2021 Range Rover Velar ઇન્ડિયન માર્કેટમાં બે એન્જિનમાં ઉપલબ્ધ છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સામેલ છે. આ કારનું 2.0 લિટર પેટ્રોલ એન્જિન 247 bhp મેક્સિમમ પાવર અને 365 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેનું 2.0 લિટર ડીઝલ એન્જિન 177 bhpનો મેક્સિમમ પાવર અને 430 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન ઓટોમેટિક ટોર્ક કન્વર્ટરથી સજ્જ છે.

કાર Pivi Pro ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ
કાર Pivi Pro ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ

ફીચર્સ
2021 Range Rover Velar SUV R-Dynamic S ટ્રિમમાં અવેલેબલ છે. આ કારમાં 3D સરાઉન્ડ કેમેરા, ઇલેક્ટ્રોનિક એર સસ્પેન્શન, કેબિન એર આયોનાઇઝેશન સાથે PM2.5 ફિલ્ટર આપવામાં આવ્યું છે. તેમાં નવી Pivi Pro ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે સ્ટાન્ડર્ડ 10 ઇંચની ટચસ્ક્રીન સાથે નવું ડિઝાઇન કરેલું ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે.

કલર ઓપ્શન્સ
2021 Range Rover Velar SUV ઇન્ડિયન માર્કેટમાં ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં ફુઝી વ્હાઇટ, પોર્ટોફિનો બ્લુ, સાર્ટોરેની બ્લેક અને સિલિકોન સિલ્વર સામેલ છે. કંપનીનું કહેવું છે કે, ગ્રાહકોને આ કારમાં વધુ સ્પેસ, હાઇટેક ફીચર્સ અને વધુ સેફ્ટી મળશે.

અન્ય સમાચારો પણ છે...